બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Cyclone Tauktae update: Rainfall forecast in these districts of Tauktae hurricane

ચક્રવાતની અસર / તૌકતે વાવાઝોડાના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, કેન્દ્રીય હવામાન વિભાગે આપી ચેતવણી

Published By: Shyam

Last Updated: 06:06 PM, 16 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તૌકતે વાવાઝોડાની અસરના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારમાં આગામી 3 કલાકમાં વરસાદ સાથે પવન ફૂંકાવવાની કરાઈ આગાહી

  • ગુજરાતમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી
  • IMD દ્વારા વરસાદની માહિતી અંગે જાહેર કરાઈ સૂચના
  • સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, સુરત સહિતના પંથકમાં વરસાદની શક્યતા

કેન્દ્રીય હવામાન વિભાગ IMD દ્વારા એક માહિતી જાહેર કરાઈ છે. જેમાં તૌકતે વાવાઝોડાની અસરના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરાઈ છે. આગામી 3 કલાકમાં વરસાદ સાથે પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. IMDએ જે જિલ્લાઓના નામ આપ્યા તેમાં સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, તાપી,સુરત ભરૂચ, ડાંગ અને દાહોદમાં વરસાદી માહોલ જોવા મળશે. 

ઊર્જા પ્રધાન સૌરભ પટેલે વિદ્યુત કર્મચારીઓને કર્યા તૈનાત

તો આ સાથે ગુજરાતના ઊર્જા પ્રધાન સૌરભ પટેલે પણ જણાવ્યું કે, તૌકતે વાવાઝોડાની અસરના કારણે ગુજરાત વિદ્યુત કંપનીના 2 હજાર કર્મચારીઓને ખાસ આ કામગીરી માટે તૈનાત કરી દેવાયા છે. જો કોઈ જગ્યાએ વીજળીને લગતી સમસ્યા આવશે. તો તેની તુરંત સમાધાન કરવા માટે કર્મચારીઓ તૈયાર છે. 

સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમાનો દાવો

ગુજરાત પર વાવાઝોડાના જોખમ વચ્ચે બોટો સંપર્કની બહાર જોવા મળી છે. વેરાવળની 200થી 300 બોટો મધદરિયે હોવાની આશંકા સેવાઇ રહી છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખ્યો છે. બોટોનો સંપર્ક થતો ન જોવાનો વિમલ ચુડાસમાએ દાવો કર્યો છે. હેલીકોપ્ટર અને કોસ્ટગાર્ડની મદદથી બોટોનો સંપર્ક કરવાની માંગ કરવામાં આવી છે. વેરાવળ તંત્ર દ્વારા  તમામ બોટ બંદરે લવાઈ હોવાનો દાવો કરવાામાં આવી રહ્યો છે. તેમજ તંત્રએ જણાવ્યુ છે કે રજીસ્ટ્રેશન થયેલી તમામ 8941 બોટ બંદરે પહોંચી ચુકી છે.

CM વિજય રૂપાણીનું નિવેદન

તૌકતે વાવાઝોડાને લઇ સીએમ રૂપાણીએ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે સૌરાષ્ટ્ર ઉપર વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના છે. ત્યારે વાવાઝોડાથી વધુ નુકસાન ન થાય તે માટે સરકાર કટીબદ્ધ છે. તમામ માછીમારો અને અગરિયાઓને સલામત સ્થળે ખસેડાયા છે. દરિયાપટ્ટી ઉપર વસતા લોકોનું આવતીકાલથી સ્થળાંતર શરૂ કરાશે. સીએમ રૂપાણીએ કહ્યું કે, સૌરાષ્ટ્રમા 85 ICU એમ્બ્યુલન્સ તૈયાર રાખી છે. પોરબંદર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદને સાવચેત કરાયા છે. અને કાચા મકાનો, હોર્ડિંગ ઉતારી લેવા સૂચના આપી છે. સાથે જ કોવિડ હોસ્પિટલમા ફરજિયાત જનરેટર રાખવાની સૂચના આપવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Tauktae Live IMD Indian Meteorological Department Rainfall forecast કેન્દ્રીય હવામાન વિભાગ વરસાદની આગાહી Cyclone Tauktae update

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ