બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / cyclist will travel 2000 km for sonu sood

રિવોર્ડ / સોનુ સૂદ માટે 2000 કિ.મી. સાયકલ ચલાવશે આ વ્યક્તિ, એક્ટરે કહ્યું સૌથી મોટુ સન્માન

Nikul

Last Updated: 06:45 PM, 28 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્ટર સોનુ સૂદે તેનાં કામથી લોકોનું દિલ જીત્યું છે. કોરોના કાળમાં સતત લોકોની મદદ કરીને ઘણાંઓની જીંદગી બદલી છે જેથી એક વ્યક્તિએ સોનુને તેનાં જીવનની સૌથી મોટી ટ્રિબ્યૂટ આપવાનો નિર્ણય લીધો છે.

  • મહારાષ્ટ્રથી તમિળનાડુ સુધી ચલાવશે સાયકલ
  • અગાઉ મહારાષ્ટ્રથી વાઘા બોર્ડર સુધીની સફર ખેડી હતી
  • સોનુ સૂદને તેનાં કામોનું રિવોર્ડ આપવા ચલાવશે 2000 કિમી સાયકલ

 

સોનુ દરેક નાના મોટા કામમાં આગળ વધીને મદદ કરે છે
સોનુ સૂદે લોકડાઉન દરમિયાન ગરીબોને ખૂબ મદદ કરી હતી, ગરીબોનાં બાળકોને ચોપડીઓની ભેંટ આપી તો ઘણાં લોકોને પોતાના ઘરે જવામાં મદદ કરી. કામ નાનુ હોય કે મોટુ સોનુએ હંમેશા બધાને આગળ વધીને મદદ કરી છે. જેથી તેનાં કામથી પ્રેરાઈને એક વ્યક્તિએ સોનુ સૂદને ટ્રિબ્યૂટ આપવાનું નક્કી કર્યું છે.
7 દિવસમાં 2000 કિમીની સફર ખેડશે
સોનુ સૂદને ટ્રિબ્યૂટ આપવા માટે સાયકલિસ્ટ નારાયણ કિશનલાલ વ્યાસે જાહેર કર્યું છે કે તે 2,000 કિલોમીટરની જર્ની સાયકલ પર કાપશે. તે મહારાષ્ટ્રનાં વાશિમથી તમિળનાડુનાં રામસેતુ સુધી સાયકલ પર સફર કરશે. આ જર્ની તે 7 ફેબ્રુઆરીએ શરુ કરશે અને 14 ફેબ્રુઆરીએ તેની મંજિલ પર પહોંચશે. જે અંગે નારાયણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Narayan Vyas (@vyas_nk)


સામાજિક કામો માટે સાયકલ પર ટ્રાવેલ કરે છે
નારાયણ છેલ્લા પાંચ વર્ષથી સાયકલિંગ કરીને ટ્રાવેલ કરે છે તે સામાજિક કામો માટે આ પ્રકારે ટ્રાવેલ કરે છે. છેલ્લે તેણે મહારાષ્ટ્રથી વાઘા બોર્ડર સુધીની સફર 9 દિવસોમાં પૂરી કરી હતી. હવે તે 2000 કિલોમીટરની સફર સાયકલ પર ખેડવા જઈ રહ્યો છે અને તે ફક્ત સોનુ સૂદ માટે છે.
આવુ મેં સપનામાં પણ નહોતુ વિચાર્યું
અગાઉ પણ સોનુને ઘણાં લોકોએ ટ્રિબ્યૂટ આપ્યું છે પણ આ એક જુદા પ્રકારનું ટ્રિબ્યૂટ છે અને તેનાં પર સોનુ સૂદે પણ રિયેક્શન આપ્યું છે. સોનુએ કહ્યું છે કે, મને રોજ નવા અંદાઝમાં રિવોર્ડ કરવામાં આવે છે, મેં આવુ સપનામાં પણ નહોતુ વિચાર્યું. હું લોકોની મદદ કરીને ફક્ત એજ કરું છું દરેક વ્યક્તિએ કરવું જોઈએ. નારાયણ મારા માટે 2000 કિલોમીટરનો સફર ખેડશે તે મારા માટે સૌથી મોટો રિવોર્ડ છે. હું ખુબ ખૂશ છું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ