બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 7 સિક્સ, 10 ચોગ્ગા.. વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડમાં ફટકારી સૌથી ઝડપી સેન્ચુરી
Chintan Chavda
Last Updated: 06:18 PM, 5 July 2025
ભારતની અંડર-19 ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે, જ્યાં તે યજમાન ઈંગ્લેન્ડની અંડર-19 ટીમ સામે પાંચ મેચની યુથ વનડે સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ સીરિઝમાં 14 વર્ષનો યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશી પોતાના બેટથી ધમાલ મચાવી રહ્યો છે. સીરિઝની ચોથી વનડેમાં વૈભવે 190 થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે તોફાની સદી ફટકારીને બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ સીરિઝમાં અત્યાર સુધી તેણે દરેક મેચમાં 40 રનનો આંકડો પાર કર્યો છે.
ADVERTISEMENT
વૈભવ સૂર્યવંશીએ ફટકારી સૌથી ઝડપી સદી
વોર્સેસ્ટરના ન્યૂ રોડ ગ્રાઉન્ડ પર રમાયેલી ચોથી યુથ વનડેમાં વૈભવ સૂર્યવંશીએ પોતાની પ્રતિભાનું શાનદાર પ્રદર્શન કર્યું. તેણે મેચની શરૂઆતથી જ ઝડપથી રન બનાવ્યા. તેની સદીની ઇનિંગમાં ઘણા લાંબા છગ્ગા અને ચોગ્ગાનો સમાવેશ થતો હતો, જેના કારણે ઇંગ્લેન્ડના બોલરો લાચાર બની ગયા હતા. વૈભવ સૂર્યવંશીએ સદી સુધી પહોંચવા માટે 52 બોલ લીધા હતા, જેમાં 10 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થતો હતો. આ સાથે, તે યુવા વનડે ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન પણ બન્યો. આ પહેલા કોઈ પણ ખેલાડી યુવા વનડેમાં આટલી ઝડપી સદી ફટકારી શક્યો ન હતો.
ADVERTISEMENT
આ પહેલા, 2 જુલાઈના રોજ નોર્થમ્પ્ટનમાં રમાયેલી ત્રીજી વનડેમાં, વૈભવે 31 બોલમાં 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં, તેણે નવ છગ્ગા અને છ ચોગ્ગા ફટકાર્યા હતા, જેના કારણે ભારતે વરસાદથી પ્રભાવિત 40 ઓવરની મેચમાં 34.3 ઓવરમાં 269 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. તેની ઇનિંગથી ભારતીય અંડર-19 ટીમને સીરિઝમાં 2-1ની લીડ મળી હતી અને તેને 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ પણ મળ્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો: ભારત-બાંગ્લાદેશ વચ્ચે વનડે અને T20 સિરીઝ રદ! BCCIએ કારણે લીધો નિર્ણય
વૈભવના દરેક મેચમાં 40+ રન
ADVERTISEMENT
આ પ્રવાસ વૈભવ સૂર્યવંશી માટે અત્યાર સુધી ખૂબ જ સારો રહ્યો છે. તેને આ પ્રવાસની દરેક ઇનિંગમાં રન બનાવ્યા છે. આ સીરિઝની પહેલી મેચમાં તેણે 48 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ બીજી મેચમાં પણ તેણે 45 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેણે 86 રન બનાવ્યા હતા અને હવે તે સદી ફટકારવામાં પણ સફળ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.