બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / covid positivity rate doubled in just one week in india raises concerns

કોરોના વાયરસ / શું કોરોના જવાની જગ્યાએ પાછો ફરી રહ્યો છે? એક અઠવાડિયામાં બે ગણો થયો પોઝિટિવિટી રેટ

Dharmishtha

Last Updated: 07:25 AM, 27 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંક્રમણનો દર એક અઠવાડિયાની અંદર બે ગણો થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર સોમવારે તપાસ પોઝિટિવિટી દર 3.4 ટકા નોંધાયો છે.

  • સંક્રમણનો દર એક અઠવાડિયાની અંદર બે ગણો થઈ ગયો
  •  સોમવારે પોઝિટિવિટી દર 3.4 ટકા નોંધાયો
  • સંક્રમણમાં આવી તેજી 

સંક્રમણનો દર એક અઠવાડિયાની અંદર બે ગણો થઈ ગયો

દેશમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ હવે મોટા પ્રમાણમાં બહું ગંભીર નથી. જો હાલના બે ફેક્ટ ચિંતા વધારી રહ્યા છે. પહેલા તો આ સંક્રમણથી થનારા મોતની ગણતરી હજું પણ 500ની આસપાસ બનેલી છે અને બીજી એ કે સંક્રમણનો દર એક અઠવાડિયાની અંદર બે ગણો થઈ ગયો છે. કેન્દ્રીય  સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર સોમવારે તપાસ પોઝિટિવિટી દર 3.4 ટકા નોંધાયો છે. જ્યારે એક અઠવાડિયા પહેલા દર 1.68 ટકા હતો. આ સંખ્યા હજું પણ ચિંતાજનક નથી પણ ઘટવાની જગ્યાએ તેનું વધવું ચિંતાજનક છે. જો આ ટ્રેન્ડ આગળ વધ્યો તો ત્રીજી લહેરનો સ્પષ્ટ સંકેત હોઈ શકે છે.

સંક્રમણમાં આવી તેજી 

જ્યારે કોરોનાની બીજી લહેર પીક પર હતી ત્યારે દેશમાં સંક્રમણ દર 18થી 20 ટકા સુધી પહોંચી ગયો હતો. બીજી લહેર મંદ પડવા પર સંક્રમણ દર ઘટતા ઘટતા 20 જુલાઈએ માત્ર દોઢ ટકા રહી ગયો હતો. પણ ગત 6 દિવસો દરમિયાન સંક્રમણ દર ધીરે ધરે વધરો રહ્યો અને આ 26 જુલાઈએ જારી આંકડા મુજબ આ 1.68 ટકા થયો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં 8 રાજ્યો હજું પણ એવા છે જ્યાં સંક્રમણ દર 5 ટકાથી 15 ટકાની વચ્ચે બનેલો છે.

તારીખ-     પોઝિટિવ રેટ

20 જુલાઈ- 1.68%

21 જુલાઈ- 2.27%
22 જુલાઈ- 2.4%

23 જુલાઈ-2.12%
24 જુલાઈ- 2.4%

2જુ લાઈ- 2.31%
26 જુલાઈ- 3.4%

(સ્ત્રોત- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય)

અચાનક વધી શકે છે નવા કેસ

સર ગંગારામ હોસ્પિટલના મેડિકલ વિભાગની ડો. પૂજા ખોસલાનું કહેવું છે કે બીજી લહેર દરમિયાન જે સ્પીડથી સંક્રમણ વધી રહ્યું હતુ. તે સ્થિતિને શીખવ્યું છે કે ક્યારે પણ અચાનક નવા મામલામાં વધારો આવી શકે છે. તેમનું કહેવું છે કે જ્યારે લોકોને લાગી રહ્યું છે કે સંક્રમણ કાબૂમાં  છે તે સમયે તેઓ બેદરકારી ન વર્તે અને બચાવના તમામ નિયમોનું પાલન કરે. જો કે સીરો સર્વે મોટી વસ્તીના શરીરમાં એન્ટીબોર્ડી હોવાનું જણાવતા અનેક વિશેષજ્ઞોને એ આશા છે કે ત્રીજી લહેર વધારે ખતરનાક નહીં હોય.

મોતની સંખ્યા હજું પણ ડરાવની

દેશમાં 24 જૂન બાદથી દર રોજ 50 હજારથી ઓછા નવા મામલા નોધાઈ રહ્યા છે. પરંતુ મોતનો આંકડો ઓછો નથી થઈ રહ્યો. દેશમાં ગત રવિવારે 38 હજાર  નવા દર્દી મળ્યા જ્યારે 414 મોત થયા છે. બીજી તરફ ગત એપ્રિલના પહેલા અઠવાડિયા દરમિયાન જ્યારે બીજી લહેરે સ્પીડ પકડી હતી ત્યારે દર રોજ 80 લાખથી 1.15  લાખ સુધી નવા દર્દી મળતા હતા. જ્યારે રોજના મોતની સંખ્યા 450થી લઈ 636 સુધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ