બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / covid new variant omicron is likely to be spread from HIV/AIDS, claims scientist

મહામારી / કલ્પના પણ નહીં આવે ત્યાંથી ફેલાયો કોરોનાનો નવો ઓમિક્રોન વેરિયન્ટ, વૈજ્ઞાનિકના દાવાથી ખળભળાટ

Hiralal

Last Updated: 06:49 PM, 27 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લંડન સ્થિત યુસીએલ જેનેટિક્સ ઈન્સ્ટીટ્યુટના એક વૈજ્ઞાનિકે કોવિડના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે, જે પછી ખળભળાટ મચ્યો છે.

  • લંડનના યુસીએલ જેનેટિક્સ ઈન્સ્ટીટ્યુટના વૈજ્ઞાનિકનો દાવો
  • કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ HIV/AIDSના દર્દીમાંથી આવ્યો
  • આફ્રિકાના દેશમાં કેસો પણ મળ્યાં

યુસીએલ જેનેટિક્સ ઈન્સ્ટીટ્યુટના એક વૈજ્ઞાનિકે જણાવ્યું કે ઓમિક્રોન HIV/AIDS દર્દીમાં ઈમ્યૂનો કમ્પ્રોમાઈઝ્ડ થઈને આવ્યો હોવાની સંભાવના છે. આફ્રિકાના દેશમાં તેના કેટલાક કેસો પણ મળ્યાં છે. 

કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં ખળભળાટ મચ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ વેરિએન્ટને ઓમિક્રોન નામ આપ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વેરિયન્ટ ઝડપથી તેનું રુપ બદલી રહ્યો છે અને તે કોરોનાના ડેલ્ટા, ડેલ્ટા પ્લસ અને બાકીના પ્રકારોથી જોખમી છે.  કોરોનાની બીજી લહેરમાંથી શીખીને ભારત સરકાર પણ સતર્ક બની ગઈ છે અને એક એડવાઈઝરી જારી કરી છે. 

શું આ વેરિયન્ટ ખતરનાક છે 
આ વેરિએન્ટ 30 વખત મ્યુટેટ થયેલો છે. તે આલ્ફા, બીટા અને ડેલ્ટા વેરિએન્ટ્સની તુલનામાં દર્દીઓને ખતરનાક રીતે પોતાની પકડમાં રાખે છે. 

ભારત સરકાર શું કરી રહી છે?

કોરોનાના નવા વેરિયન્ટને પગલે ભારત સરકાર પણ સતર્ક બની છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોએ લેટર લખીને વિદેશથી આવતા તમામ મુસાફરોના જીનામ સિક્વન્સર માટે રાજ્યોને કોવિડ ટેસ્ટ કરવાનું કહ્યું છે.  કેન્દ્ર સરકારે જોખમ યાદી ધરાવતા દેશોની સૂચિ તૈયાર કરી છે અને ત્યાંથી આવતા મુસાફરો પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. આ દેશો યુકે, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, હોંગકોંગ અને ઇઝરાયલ છે. જે લોકો આ દેશોમાંથી ભારત આવે છે તેમણે ૧૪ દિવસ સુધી ક્વોરેન્ટાઇન રહેવું પડશે અને રવાના થવાના ૪૮ કલાક પહેલા કોવિડ ટેસ્ટ રિપોર્ટ સબમિટ કરવો પડશે.

ભારતમાં હજુ નવા વેરિયન્ટનો કોઈ કેસ નહીં 

અધિકારીઓનું કહેવું છે કે ભારતમાં હજી સુધી ઓમિક્રોન વેરિયન્ટનો કોઈ કેસ નોંધાયો નથી પરંતુ અત્યારથી સાવચેતી રાખવી સારી છે. 

નિષ્ણાતો કહે છે કે ડેલ્ટા વેરિએન્ટ્સ કરતા ઓમિક્રોન કેટલો જોખમી છે તે માટે વધારે રિસર્ચની જરુર છે. ઓમિક્રોન વેક્સિનને બેઅસર કરી શકે છે તેવા હજુ સુધી કોઈ પુરાવા મળ્યાં નથી. 

નવા વેરિએન્ટના કેટલા કેસ મળ્યા?
દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના અને હોંગકોંગ, ઇઝરાયલ અને બેલ્જિયમમાં  ઓમિક્રોન વેરિયન્ટના કેસ મળી આવ્યા છે.

શું તેની સામે વેક્સિન અસરકારક છે?
ઓમિક્રોન સામે વેક્સિન કેટલી અસરકારક છે તે હજુ સુધી અસ્પસ્ટ છે. ફાઇઝર-બાયોટેકએ કહ્યું છે કે તે આગામી બે અઠવાડિયામાં આ પ્રશ્નનો જવાબ આપી શકશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ