બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / court stopped the release of film the kashmir files

બોલિવુડ / કશ્મીરી પંડિતો પર આધારિત ફિલ્મ પર રીલીઝના થોડા કલાક પહેલા જ જમ્મૂમાં લાગી રોક, જાણો કેમ

Khevna

Last Updated: 02:00 PM, 11 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મૂની કોર્ટે ફિલ્મ 'ધ કશ્મીર ફાઈલ્સ' પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. જાણો શું છે સમગ્ર મામલો

  • 'ધ કશ્મીર ફાઈલ્સ' પર લગાવાઈ રોક 
  • જમ્મૂ કોર્ટે આપ્યો આદેશ 
  • જાણો શું છે મામલો 

​​​​​​​'ધ કશ્મીર ફાઈલ્સ' પર લગાવાઈ રોક 

ફિલ્મ નિર્દેશક તથા નિર્માતા વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કશ્મીર ફાઈલ્સ' આજે એટલે કે શુક્રવારે રિલીઝ થવા માટે તૈયાર હતી, પરંતુ લાગે છે કે આ ફિલ્મે થોડી વધારે રાહ જોવી પડશે. જમ્મૂની કોર્ટે ફિલ્મ રિલીઝ પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ભારતીય વાયુસેનાનાં દિવંગત સ્ક્વાડ્રન લીડર રવિ ખન્નાની પત્ની શાલિની ખન્નાની એક ફરિયાદ પર આદેશ આપતા ફિલ્મ 'ધ કશ્મીર ફાઈલ્સ'ની રિલીઝ પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. શાલિનીનો દાવો છે કે ફિલ્મમાં તેમના પતિની ભૂમિકાને ખોટી રીતે બતાવવાની કોશિશ કરવામાં આવી છે. 

શાલિનીએ 4 માર્ચનાં રોજ થયેલ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનીંગમાં આ જોયું. શાલિનીનું કહેવું કે કે તેમણે આ મુદ્દાને લઈને ફિલ્મના નિર્માતાઓ સાથે વાતચીત કરી હતી. જોકે, ફિલ્મના નિર્માતાઓએ તેમની વાત પર ખાસ ધ્યાન આપ્યું નહી. જ્યારે મેકર્સ તરફથી શાલિનીને કોઈ જવાબ ન મળ્યો, તો તેમણે આ મુદ્દો કોર્ટમાં લઇ જવાનો નિર્ણય કર્યો. 

​​​​​​​

ફિલ્મનાં મેકર્સને આપવામાં આવ્યો રવિ ખન્ના સાથે જોડાયેલ સીન્સને હટાવવાનો આદેશ 
કોર્ટે ફિલ્મની રિલીઝ પર રોક લગાવતા કહ્યું છે કે ફિલ્મ 'ધ કશ્મીર ફાઈલ્સ'માં શાલિનીનાં પતિ તથા શહીદ સ્ક્વાડ્રન લીડર રવિ ખન્નાને લઈને દર્શાવવામાં આવેલા દ્રશ્યો તથા ખોટા તથ્યોને હટાવવામાં આવે. આ ફિલ્મ 11 માર્ચ એટલે કે આજે રિલીઝ થઇ છે, જેમાં શહીદ સ્ક્વાડ્રન લીડર રવિ ખન્નાને લઈને દર્શાવવામાં આવેલા ફેક્ટસ ખોટા છે. 

જમ્મૂનાં એડિશનલ ડિસ્ટ્રીકટ જજ દીપક સેઠીએ પોતાના આદેશમાં કહ્યું છે કે તથ્યોને ધ્યાનમાં રાખતા, ફિલ્મમાં શહીદ સ્ક્વાડ્રન લીડર રવિ ખન્ના સાથે સંબંધિત દ્રશ્યોને બતાવવાથી રોકવામાં આવે છે. 

રવિ ખન્ના 25 જાન્યુઆરી, 1990નાં રોજ એક ઘટના દરમિયાન શહીદ થયા હતા. રવિ ખન્ના એ 4 ભારતીય વાયુસેનાનાં અધિકારીઓમાનાં એક હતા, જે શ્રીનગરમાં થયેલ શૂટઆઉટમાં શહીદ થયા હતા. આરોપ છે કે ભારતીય વાયુસેનાનાં આ અધિકારીઓનું નિધન એ ગ્રુપનાં ગોળીબારમાં થયું હતું, જેનું નેતૃત્વ જમ્મૂ એંડ કશ્મીર લીબરેશન ચીફ યાસિન મલિક દ્વારા કરવામાં આવ્યું હતું. 

ફિલ્મના કલાકારો 

'ધ કશ્મીર ફાઈલ્સ'માં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, પલ્લવી જોશી જેવા ઘણા કલાકાર છે. આ ફિલ્મની સ્ટોરી વિવેક અગ્નિહોત્રી દ્વારા લખવામાં આવેલ છે તથા નિર્દેશન પણ તેમણે જ કર્યું છે. ફિલ્મની સ્ટોરી કશ્મીરી પંડિતોનાં હત્યાકાંડ પર આધારિત છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ