બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / વિશ્વ / Could POTATOES hold the cure for cancer? Scientists think so

ગ્રેટ ડિસ્કવરી / આ તો નવું આવ્યું ! બટાકા, રીંગણા અને ટમેટાં કરી નાખશે કેન્સરનો ખાતમો, દુનિયામાં થઈ પહેલ

Hiralal

Last Updated: 04:07 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભવિષ્યમાં શાકભાજીથી કેન્સરની સારવારની દિશામાં વૈજ્ઞાનિકોએ એક મહત્વનું સંશોધન કર્યું છે.

  • પોલેન્ડના વૈજ્ઞાનિકોએ શરુ કર્યું સંશોધન
  • સોલનમ જીનવાળા છોડવાઓ ઓળખી કાઢ્યાં
  • કેન્સરની દવાઓ તૈયાર થઈ શકે
  • બટાકા, રીંગણા અને ટમેટાંમાં પણ સોલનમ જીન હોય છે 

કેન્સર જેવા ઘાતક રોગનો જળમૂળથી ખાતમો કરી નાખવા માટે દુનિયામાં જાતજાતની શોધ ચાલી રહી છે અને તેમાં વૈજ્ઞાનિકોને નવી નવી રીત પણ મળી રહી છે. પોલેન્ડના વૈજ્ઞાનિકોએ તદ્દન નવી ખોજ કરી છે તેમની શોધ પરથી જણાય છે કે ભવિષ્યમાં શાકભાજીથી કેન્સર જેવા રોગથી સારવાર થઈ શકશે. 

સોલનમ જીન ધરાવતા કેટલાક છોડની ઓળખ 
પોલેન્ડના વૈજ્ઞાનિકોએ સોલનમ જીન ધરાવતા કેટલાક છોડની ઓળખ કરી છે, સોલનમ જીનમાંથી કેન્સરની દવાઓ તૈયાર કરી શકાય છે. તેમાં બટાકા, ટામેટાં અને રીંગણમાં પણ સોલનમ જીન હોય છે. પોલેન્ડની એડમ મિકીક્વિઝ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ગ્લાયકો આલ્કલોઇડ્સ નામના બાયોએક્ટિવ સંયોજનોની ઓળખ કરી છે. આ સંયોજનો શાકભાજીમાં જોવા મળે છે. સંશોધન દર્શાવે છે કે આ સંયોજનો કેન્સરની સારવાર કરવાની ક્ષમતા ધરાવે છે. વૈજ્ઞાનિકોએ આ સંશોધનમાં પાંચ ગ્લાયકો આલ્કલોઇડ સંયોજનોનો સમાવેશ કર્યો છે. તેમાં ચાકોનીન, સોલાસોનિન, સોલેનાઇન, સોલ્મર્જિન અને ટોમેટિનનો સમાવેશ થાય છે, જે છોડના કાચા અર્કમાં જોવા મળે છે. 

આલ્કલોઇડ્સ કેન્સરના કોષોને ઘટાડવામાં મદદ કરે છે
રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ગ્લાયકો આલ્કલોઇડ્સ શરીરમાં વધતા કેન્સરના સેલ્સને ખતમ કરી શકે છે. સોલેનિન અને ચાકોનીન જેવા કેમિકલ બટાકામાં જોવા મળે છે. સોલેનિનનો એક ડોઝ લેવાથી લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સરનું જોખમ ઘટી શકે છે. તેવી જ રીતે ટામેટાંમાં પણ કેન્સરની સારવાર કરવાની ક્ષમતા હોય છે. તેમાં જોવા મળતું ટોમેટિન કેન્સરના કોષોને દૂર કરી શકે છે.

દુનિયાભરમાં દર છઠ્ઠું મોત કેન્સરના કારણે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર, 2020 માં જ વિશ્વભરમાં કેન્સરના લગભગ બે કરોડ કેસ નોંધાયા હતા. જેમાંથી એક કરોડ લોકોના મોત થયા હતા. દુનિયાભરમાં દર છઠ્ઠું મોત કેન્સરના કારણે થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ