બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in Gujarat till 5th april coronavirus case rise in india

સાવધાન / માત્ર ગુજરાત જ નહીં ભારત માટે આગામી 2 દિવસ મહત્વના, જાણો હાલ શું છે સ્થિતિ

Gayatri

Last Updated: 02:49 PM, 3 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

5મી એપ્રીલ સુધી દેશભરમાં કોરોના તેની ટોચ ઉપર હશે અને ત્યાર બાદ કોરોના વાયરસના વળતા પાણી થશે પણ બે દિવસ આખા ભારત માટે ભારે છે. ગુજરાતમાં કોરોનાને કારણે હાલત કફોડી બની રહી છે એવામાં દિલ્હીમાં તબલીગી જમાતમાં ભાગ લઈને આવેલા જીવતા કોરોના બોમ્બની સ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે હજુ સુધી ગુજરાતમાંથી દિલ્હી ગયેલા લોકોમાંથી 82 જણાની જ ભાળ મેળવાઈ છે જ્યારે 68 જણા હજુ લાપતા છે. બીજી બાજુ સામે શંકાસ્પદ કેસ કંઈક નવી જ કહાની કહી રહ્યા છે.

  • ગુજરાતમાંથી તબલીગી જમાતમાં ગયેલા 68 લોકો ગાયબ,
  • ભાવનગરમાં છે ખતરો
  • અમદાવાદને જાહેર કરાયું છે કોરોના હોટસ્પોટ

5મી એપ્રીલ સુધી દેશભરમાં કોરોના તેની ટોચ ઉપર હશે અને ત્યાર બાદ કોરોના વાયરસના વળતા પાણી થશે પણ બે દિવસ આખા ભારત માટે ભારે છે. 

ગુજરાતમાં કુલ કેસ 95 છે જ્યારે 8 મોત થયા છે અને હજુ આંકડો આવનારા 2 દિવસ દરમિયાન વધી શકે તેમ છે. 

તબલીગી જમાતના કાર્યક્રમમાં ગયેલા 68 લોકો ગાયબ થઈ ગયા છે ગુજરાત સરાકારને આ લોકો મળી જ નથી રહ્યા ત્યારે ATS બાદ હવે સરકારે સેન્ટ્રલ એજન્સીની મદદ લીધી છે. અત્યાર સુધીમાં 82 લોકોની ઓળખ કરાઈ છે. ગાયબ થયેલા લોકોની ક્રાઈમબ્રાંચ અને ATS શોધખોળ કરી રહી છે. 

દેશમાં કફોડી છે સ્થિતિ

કોરોના વાયરસનો ખતરો દેશમાં સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવાયું કે છેલ્લા 12 કલાકમાં 112 કેસ સામે આવ્યા છે. હાલ ભારતમાં કુલ 2301 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અને ભારતમાં કોરોનાથી કુલ 56 લોકોના મોત થયા છે.

એટલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 5મી તારીખે કરી છે જનતાને અપીલ

વીડિયો સંદેશમાં PM મોદીએ કહ્યું કે 5 એપ્રિલની રાતે 9 વાગે ઘરની બધી લાઈટ બંધ કરીને ઘરના દરવાજા પર કે બાલકનીમાં ઊભા રહીને 9 મિનિટ માટે મીણબત્તી, દીવો કે ટોર્ચ અને મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરો. ચારેતરફ જ્યારે દરેક વ્યક્તિ એક દીવો પ્રગટાવશે ત્યારે મહાશક્તિનો અહેસાસ થશે. દેશમાં એક જ હેતુ સાથે આપણે બધા લડીશું. 

તબીબોના કહેવા મુજબ

તબીબોના કહેવા મુજબ  કોરોના વાયરસની 14 દિવસની સાયકલ હોય છે. એટલે કે તેનો ચેપ લાગેને તુરંત તે ન પણ પકડાય પરંતુ 14 દિવસમાં તે દેખા અવશ્ય દે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એટલે જ 25મી માર્ચથી સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉનનું એલાન કર્યુ હતુ. ત્યારે પહેલા અઠવાડિયા બાદના દિવસોમાં કોરોનાથી ફેલાયેલા તમામ લોકોના રિપોર્ટ આવી જાય છે. એ જ ગણતરીએ હાલ 1થી 5 તારીખ ભારતમાં કોરોનાનું આક્રમણ થઈને એનો ભોગ બનેલા લોકોની સંખ્યા સામે આવશે અને જે લોકો સંક્રમિત છે પણ તેમને જાણ નથી તે લોકો બીજા પ્રસરાવતો અટકાવી શકશે. 

WHO રિપોર્ટ અનુસાર આ મહામારીથી સંક્રમિત એક વ્યક્તિ અઠવાડિયા-દસ દિવસમાં કેટલાય લોકોમાં આ મહામારી ફેલાવે છે. WHOનો અન્ય એક આંકડો મહત્ત્વપૂર્ણ છે. દુનિયામાં કોરોના વાયરસ સંક્રમિતો સંખ્યાની આગ જેમ પ્રસરે છે. 

અમદાવાદમાં શું છે સ્થિતિ

અમદાવાદમાં અત્યાર સુધીમાં 38 કેસ નોંધાયા છે જેમાંથી 3ના મોત થઈ ચુક્યા છે. આજે એક 7 વર્ષની બાળકીનો પણ કેસ નોંધાયો છે. જેમાં દિલ્હી તબલીગી જમાતમાં જઈને આવેલા વ્યક્તિના સંપર્કમાં આવવાથી અમદાવાદમાં 5 લોકો કોરોનાનો ભોગ બન્યા છે. 

ભાવનગરમાં શું છે સ્થિતિ

ભાવનગર શહેર અને જિલ્લા માં પણ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે આમ જોવા જઈએ તો ભાવનગર માં કુલ 7 પોઝિટિવ કેસ આવ્યા છે જેમાં 2 લોકો ના મોત નિપજ્યા છે એટલે કહી શકાય કે પોઝિટિવ કેસ ની સનખયા ભલે ઓછી હોય પરંતુ ટકાવારી ની દ્રષ્ટિ એ મોત નો રસિયો વધુ છે તેમ કહેવાય ભાવનગર ના આઇસોલેશ. વોર્ડ મા હાલ 5 દર્દીઓ સારવાર મા છે ભાવનગર મા 376 વ્યક્તિઓ એ 14 દિવસ ના કોરન ટાઇન પૂર્ણ કર્યા છે શહેર મા 900 થી વધુ પોલીસ પણ લોક ડાઉન નો લોકો કડક અમલ કરે તે માટે ફરજ મા છે 

રાજકોટમાં કોરોનાના વધુ 16 શંકાસ્પદ કેસ

તમામ 16ના સેમ્પલ લઇ પરીક્ષણ માટે મોકલાયા છે. રાજકોટ શહેરના 10 અને ગ્રામ્યના 3 સેમ્પલ લેવાયા છે. રાજકોટ જિલ્લાના 3 વ્યક્તિના સેમ્પ લેવામાં આવ્યા છે. 16માંથી 2 બાળકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. 3 દિવસથી રાજકોટમાં એકપણ પોઝિટિવ કેસ નથી આવ્યો. 

જામનગરમાં 15 શંકાસ્પદ

જામનગર લેબમાં આજે 15 શંકાસ્પદ કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેને પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. જેમાંથી કોરોના શંકાસ્પદના 14 સેમ્પલો પોરબંદરના છે. જયારે અન્ય એક દર્દીનુ સેમ્પલ દેવ ભૂમિ દ્વારકા જિલ્લાનું છે. સાંજ સુધીમા જીજી હોસ્પિટલની લેબમાં પરીક્ષ થઈ જશે  

સુરતમાં 11 શંકાસ્પદ

સુરતમાં કોરોનાના વધુ 11 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. 11 શંકાસ્પદ કેસોમાં કોઈની પણ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. સુરતમાં કુલ શંકાસ્પદ કેસોની સંખ્યા 161 છે. સુરતમાં 10 પોઝિટિવ દર્દી, 144 નેગેટિવ દર્દી નોંધાયા છે જ્યારે સુરતમાં હજૂ પણ 7 રિપોર્ટ પેન્ડિંગ છે. 

બનાસકાંઠા જિલ્લામાં રાહતના સમાચાર

જિલ્લામાં તમામ 22 શંકાસ્પદ સેમ્પલ નેગેટિવ આવ્યા છે. બનાસકાંઠા અન્ય જિલ્લા-રાજ્યમાંથી 58 હજારથી વધુ લોકોનું આગમન થયુ છે. બનાસકાંઠામાં અત્યાર સુધીમાં એકપણ પોઝિટિવ કેસ નહીં.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ