બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Coronavirus in Gujarat Supreme Court said government gave private hospital list
ADVERTISEMENT
કોરોનાની સારવારને લઈને ખાનગી હોસ્પિટલ દ્વારા લોકો પાસે બેફામ રૂપિયા વસૂલવામાં આવે છે.આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે. ત્યારે સુપ્રીમ કોર્ટે બુધવારે ખાનગી એને કોર્પોરેટર હોસ્પિટલને લઈને સરકાર પાસે સવાલ કર્યો છે. જો સરકાર દ્વારા મફત અને ટોકન ભાડાથી જમીન ફાળવવામાં આવે છે, ત્યારે હાલની પરિસ્થિતિમાં શું હોસ્પિટલો દર્દીઓને મફત અથવા રાહત દરે સારવાર આપી શકતી નથી. આ મામલે અમદાવાદ મનપા દ્વારા પણ ચાર્જ નક્કી કરવામાં આવ્યા હોવા છતાં કેટલીક હોસ્પિટલો દ્વારા તેનું પાલન ન થતુ હોવાના પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.
આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ હોસ્પિટલની યાદી તૈયાર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારને એક અઠવાડિયામાં સુપ્રીમ કોર્ટમાં આ મામલે જવાબ રજૂ કરવાનો આદેશ કરાયો છે.
ADVERTISEMENT
અમદાવાદની કેટલીક એવી હોસ્પિટલો જેમને જમીન સાવ મફત દરે ફાળવાઈ છે
મહત્વનું છે કે, અમદાવાદની જીવરાજ મહેતા, રાજસ્થાન હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, એપોલો હોસ્પિટલ, GCS હોસ્પિટલની જમીન સરકાર દ્વારા મફત અથવા ટોકન ભાડાથી ફાળવવામાં આવી છે. કેટલાક કિસ્સાઓમાં સરકાર દ્વારા હોસ્પિટલોને સ્ટેમ્પ ડ્યૂટી અને FSIમાં પણ રાહત આપવામાં આવેલી છે. કરોડો રૂપિયાની જમીન મેળવતી આ હોસ્પિટલો કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ગરીબ દર્દીઓ માટે મફત સારવાર ન આપી શકે તેને લઈને સવાલ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
AMCના રેટ, કઈ સર્વિસનો કેટલો ચાર્જ?
સર્વિસઃ વોર્ડ
સિલિંગ રેટઃ 10 હજાર
ખાલી બેડઃ 720
દર્દી સાથે બેડઃ 4500
સર્વિસઃ HDU (હાઈ ડિપેન્ડન્સી યુનિટ)
સિલિંગ રેટઃ 14 હજાર
ખાલી બેડઃ 1080
દર્દી સાથે બેડઃ 6750
સર્વિસઃ આઈસોલેશન+ICU
સિલિંગ રેટઃ 19 હજાર
ખાલી બેડઃ 1440
દર્દી સાથે બેડઃ 9000
સર્વિસઃ વેન્ટિલેશન+આઈસોલેશન+ICU
સિલિંગ રેટઃ 23 હજાર
ખાલી બેડઃ 1800
દર્દી સાથે બેડઃ 11,250
હોસ્પિટલ અને કોવિડ બેડની વિગત
ADVERTISEMENT
જીવરાજ મહેતા હૉસ્પિટલ
જમીનઃ કોર્પોરેશને આપી હતી
કોવિડ બેડઃ 100

ADVERTISEMENT
રાજસ્થાન હોસ્પિટલ
જમીનઃ રાહત દરે મળી જમીન
કોવિડ બેડઃ 25
ADVERTISEMENT

સ્ટર્લિંગ હોસ્પિટલ
જમીનઃ રાહત દરે મળી જમીન
કોવિડ બેડઃ 100

એપોલો હોસ્પિટલ
જમીનઃ સરકારી જમીન
કોવિડ બેડઃ 50

GCS હોસ્પિટલ
જમીનઃ 1 રૂપિયાના ભાડા પેટે
કોવિડ બેડઃ 180

સળગતા સવાલ
હોસ્પિટલ સામે સરકારનું કડક વલણ કેમ નહી?
મફતમાં જમીન મળ્યા બાદ પણ વસૂલે છે રૂપિયા?
હોસ્પિટલ કરશે ફ્રીમાં સારવાર?
બેફામ વસૂલતા રૂપિયા પર લાગશે રોક?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.