ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / coronavirus in Gujarat navsarai vansnda 68 villaget self lockdown till 5th may

સાવચેતી / ગુજરાતના આ તાલુકામાં કોરોના સંક્રમણ વધતાં 68 ગામો સજ્જડ બંધ, 5મી તારીખ સુધી સ્વૈચ્છિક Lockdown

Published By: Gayatri

Last Updated: 01:11 PM, 28 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસ દિવસેને દિવસે ગંભીર રીતે ફેલાઈ રહ્યો છે ત્યારે નવસારીના વાસંદા તાલુકાના 68 ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન મૂકી દેવામાં આવ્યુ છે.

ADVERTISEMENT

  • નવસારીમાં સતત વધતું કોરોના સંક્રમણ
  • ચીખલી તાલુકામાં પણ સ્વૈચ્છિક લોકડાઉન
  • આજથી 5 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન

 નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા માટે હવે લોકો જાગૃત થયા છે અને તંત્ર સાથે મળીને સ્વૈચ્છિક લોકડાઉનને અસરકારક બનાવી રહ્યા છે.

કોરોના સંક્રમણ  વધવા સાથે જિલ્લામાં મૃત્યુ દર પણ વધી રહ્યો છે. ત્યારે વાંસદા તાલુકા બાદ જિલ્લાના બીજા સૌથી મોટા એવા ચીખલી તાલુકામાં પણ સ્વૈચ્છિક લોકડાઉન પાડવામાં આવ્યુ છે. ગત દિવસોમાં તાલુકા વિકાસ અધિકારી અને ચીખલીના વેપારી મંડળો સહિત આગેવાનોએ બેઠક કરી લીધેલા સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયને વેપારીઓએ સંપૂર્ણ સહકાર આપ્યો છે.

આજથી 5 મે સુધી અઠવાડિયા માટે ચીખલી તાલુકાના 68 ગામડાઓમાં જાહેર થયેલા સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉનને ગ્રામીણોએ સહકાર આપી કોરોનાની ચેઇન તોડવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓ દૂધ શાકભાજી અને મેડિકલ ને છૂટ આપવામાં આવી છે.

રાજ્યાના 29 શહેરોમાં મિનિ લોકડાઉન છે.  જેમાં 29મી એપ્રિલથી 5મી મે સુધી મિનિ લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે.

  • અમદાવાદ
  • રાજકોટ
  • વડોદરા
  • સુરત
  • જૂનાગઢ
  • ગાંધીનગર
  • જામનગર
  • ભાવનગર
  • મહેસાણા
  • પાટણ
  • આણંદ
  • નડીયાદ
  • મોરબી
  • ગોધરા
  • ભૂજ
  • ભરૂચ
  • દાહોદ
  • ગાંધીધામ
  • સુરેન્દ્રનગર
  • અમરેલી
  • હિંમતનગર, 
  • પાલનપુર, 
  • છોટા ઉદેપુર, 
  • વેરાવળ- સોમનાથ, 
  • વલસાડ, 
  • નવસારી, 
  • પોરબંદર, 
  • બોટાદ, 
  • વિરમગામ

શું રહેશે બંધ?

  • રાજ્યમાં તમામ APMC બંધ રહેશે
  • 29 શહેરમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે
  • 29 શહેરમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ બંધ રહેશે
  • ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિયમ બંધ રહેશે
  • જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, બાગ-બગીચા બંધ રહેશે
  • સલૂન, સ્પા, બ્યૂટી પાર્લર, એમ્યુઝમેન્ટ પ્રવૃતિ બંધ રહેશે
  • રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ

શું રહેશે ચાલુ?

  • શાકભાજી, ફળના વેચાણ ચાલુ રહેશે
  • અનાજ, કરિયાણાની દુકાન ચાલુ રહેશે
  • શાકભાજી, મેડિકલ સ્ટોર ચાલુ રહેશે
  • મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્યપદાર્થની દુકાન ચાલુ રહેશે
  • ઉદ્યોગો, ઉત્પાદન એકમ, કારખાના ચાલુ રહેશે
  • મેડીકલ, પેરામેડીકલ સેવા ચાલુ રહેશે

આમાં મળશે શરતી છૂટ

  • રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ 50 ટકા ક્ષમતા સાથે ચાલશે
  • માત્ર સંચાલકો અને પૂજારી પૂજાવિધિ કરી શકશે
  • લગ્ન પ્રસંગમાં માત્ર 50 વ્યક્તિ હાજર રહી શકશે
  • અંતિમવિધિમાં માત્ર 20 લોકો જ હાજર રહી શકશે

સંકળાયેલા મુદ્દાઓ

coronavirus in Gujarat lockdown navsarai vansnda LOCKDOWN

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ