coronavirus in Gujarat Good News for farmer crop loan return date till 31st august
ખુશખબર /
ખેડૂતો માટે રાહતના સમાચાર: આ તારીખ સુધી પાક. ધિરાણ ભરવાની સમય મર્યાદા લંબાવાઈ
Team VTV09:11 AM, 30 May 20
| Updated: 09:18 AM, 30 May 20
એક તરફ કોરોનાએ માઝા મૂકી છે અને બીજી તરફ કમોસમી વરસાદે આ વખતે ખેડૂતોને રંજાડ્યા છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. પાક ધિરાણ ભરવાની સમય મર્યાદામાં 3 મહિનાનો વધારો કરાયો છે. 31 મે અંતિમ તારીખ હતી પરંતુ હવે પાક ધિરાણ 31 ઓગસ્ટ સુધી ભરી શકાશે.
ખેડૂતો માટે રાહતના સમાચાર
પાક ધિરાણ ભરવાની સમય મર્યાદામાં 3 મહિનાનો વધારો કરાયો
31 મે પાક ધિરાણ ભરવાની અંતિમ તારીખ હતી
લોકડાઉનના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર મળ્યા છે. કેન્દ્ર સરકારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે.
કેન્દ્ર સરકારે પાક ધિરાણ ભરવાની સમય મર્યાદમાં વધારો કર્યો છે. પાક ધિરાણ ભરવાની સમય મર્યાદામાં 3 મહિનાનો વધારો કરાયો છે. અગાઉ પાક ધિરાણ ભરવાની અંતિમ તારીખ 31 મે હતી. જો કે હવે પાક ધિરાણ 31 ઓગસ્ટ સુધી ભરી શકાશે. આપને જણાવી દઈએ કે કોરોનાની મહામારીને પગલે પાક ધિરાણની મુદત વધારવા માટે સરકારમાં અનેક રજૂઆત કરવામાં આવી હતી.
રાજ્યમાં હાલ કોરોનાનો કહેર યથાવત
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. જો કે, કોરોના વાયરસથી સાજા થનારા વ્યક્તિઓની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધુ 608 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે..આમ, રાજ્યમાં કોરોના થયા બાદ સાજા થનારા વ્યક્તિનો કુલ આંકડો 8,609 પર પહોંચી ગયો છે. એટલે કે હવે ગુજરાતમાં 50 ટકાથી વધુ લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 372 પોઝિટિવ કેસ સામે આવ્યા છે સૌથી વધુ કેસ અમદાવાદમાં નોધાયા છે. અમદાવાદમાં વધુ 253 પોઝિટિવ કેસ સાથે આંકડો 11,500ને પાર પહોંચી ગયો છે..બીજી તરફ રાજ્યમાં વધુ 20 વ્યક્તિઓનાં કોરોનાને કારણે મોત થયા છે.. જ્યારે હજુ 68 દર્દીઓ વેન્ટીલેટર પર છે..આમ રાજ્યમાં કોરોનાનાં મોતનો કુલ આંક 980 થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 15944 કેસ નોંધાઈ ચુક્યા છે.