બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / coronavirus how can one tell the difference between flu and covid-19

Coronavirus / કોરોના છે કે ફ્લૂ, આ 2 મોટા લક્ષણથી ઝડપથી જાણી શકાશે ફરક

Bhushita

Last Updated: 11:47 AM, 27 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના અને ફ્લૂ ઈન્ફેક્શનનું કોમ્બિનેશન માણસો માટે વધારે ખતરનાક બની રહ્યું છે. ફ્લૂ અને કોરોનાના લક્ષણ જોઈને તેમાં ફરક શોધવાનું પણ મુશ્કેલ બન્યું છે. બંને બીમારીઓના લક્ષણ લગભગ એક જેવા છે. ફક્ત ટેસ્ટની મદદથી જ જાણી શકાય છે તે વ્યક્તિ કઈ બીમારીનો શિકાર છે. આજે અહીં 2 મોટા લક્ષણોથી ફરક જાણી શકાશે.

  • કોરોના અને ફ્લૂના સંક્રમણથી પરેશાન છે લોકો
  • આ 2 લક્ષણોથી કોરોના અને ફ્લૂના અંતરની થશે ઓળખ
  • ટેસ્ટ સિવાય જાણી શકાશે આ બીમારીઓ વચ્ચેનું અંતર

ફ્લૂ અને કોરોનાના આ છે લક્ષણ

કોરોના અને ફ્લૂ બંનેમાં શરીર દુઃખવું, ગળામાં દુઃખાવો, તાવ, ઉધરસ, શ્વાસની તકલીફ, થાક અને માથું દુઃખવું જેવા તમામ લક્ષણો જોવા મળે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે ફક્ત આ 2 લક્ષણો જોઈને તમે ફ્લૂ અને કોરોનાનો ફરક જાણી શકો છો. 

પહેલું અંતર
ડોક્ટર્સ કહે છે કે સામાન્ય રીતે ફ્લૂ ઈન્ફેક્શનમાં વ્યક્તિ એક અઠવાડિયામાં બીમાર દેખાય છે. જ્યારે કોરોનાથી તે 2-3 અઠવાડિયા સુધી કે તેનાથી વધારે સમય સુધી બીમાર રહે છે. દુનિયાભરમાં અનેક એવા કેસ સામે આવ્યા છે. જ્યાં 3 અઠવાડિયા પસાર થયા બાદ પણ લોકો સાજા થતા નથી.

બીજું અંતર

તમે જોયું હશે કે સાંભળ્યું હશે કે કોરોનાથી સંક્રમિત થયા બાદ વ્યક્તિની સૂંઘવાની અને સ્વાદ ઓળખવાની શક્તિ ખોવાઈ જાય છે. જ્યારે ફ્લૂ થાય ત્યારે આવું થતું નથી. ઉલ્લેખનીય છે કે દરેક કોરોનાથી સંક્રમિત દર્દીમાં એવા લક્ષણ જોવા મળતા નથી.

કોરોના કે ફ્લૂ, કયો ટેસ્ટ પહેલાં કરાવવો જોઈએ.

બોસ્ટનના હાર્વર્ડ મેડિકલ હોસ્પિટલ અને સ્કૂલના ડો. ડેનિયલ સોલોમોન કહે છે કે શક્ય છે કે વ્યક્તિ એક જ સમયમાં બંને બીમારીઓનો શિકાર બને. એવામાં તમે એકને બદલે બંને ટેસ્ટ કરાવો તે યોગ્ય છે. જો તમે એક ટેસ્ટ કરાવવાનું વિચારો છો તો ધ્યાન રાખો કે તમારા વિસ્તારમાં કયા વાયરસનો કહેર વધારે ફેલાયેલો છે. 
 


ઈન્ફેક્શનનું કોમ્બિનેશન કેટલું ખતરનાક

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના રિપોર્ટ અનુસાર કોરોના અને ફ્લૂનું ઈન્ફેક્શન એકસાથે થાય ત્યારે વ્યક્તિના મોતનો ખતરો લગભગ ડબલ થઈ જાય છે. રિપોર્ટ કહે છે કે 20 જાન્યુઆરીથી 25 એપ્રિલની વચ્ચે દેશમાં 20000 કેસ નોંધાયા છે જેમાં દર્દીઓ ફ્લૂ અને કોરોના બંનેથી પીડિત હતા. મોટાભાગના દર્દીઓની સ્થિતિ ગંભીર જોવા મળી હતી. ઈન્ફેક્શનથી આ કોમ્બનેશનમાં અહીં 43 ટકા લોકોના મોત થયા છે. 

કોરોના અને ફ્લૂમાં આ વાતો સમાન છે

સોલોમોન કહે છે કે ઈન્ફલૂએન્ઢાના કમ્યુનિટી ટ્રાન્સમિશન હજુ સુધી જોવા મળ્યું નછી. ફ્લૂને માટે મોટાપાયે ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. ફ્લૂ અને કોરોના બંને મોઢા અને નાકથી નિકળતા ડ્રોપલેટ્સની મદદથી ફેલાય છે. બંને વ્યક્તિને બીમાર કરતાં પહેલાં જ સંક્રમિત કરી દે છે. 

ફ્લૂ અને કોરોનાની સારવાર

ફ્લૂના ઈન્ફેક્શનતી વ્યક્તિ એકથી 4 દિવસમાં બીમાર પડે છે. જ્યારે કોરોનાના લક્ષણ આવતાં તે 2-14 દિવસમાં બીમાર થઈ શકે છે. ફ્લૂની સારવાર તેની નસ્લને ધ્યાનમાં રાખીને થાય છે.જ્યારે કોરોનાની કોઈ વેક્સીન મળી નથી. દુનિયામાં અનેક વેક્સીન પર ટ્રાયલ ચાલુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ