બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus helpline no. 104 get 150 complain from amdavadis

ભય / કોરોનાની ફરિયાદ: અમદાવાદમાં હેલ્પલાઈન નંબર 104 ઉપર 150 કમ્પલેઈન મળી

Gayatri

Last Updated: 10:25 AM, 21 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં 104 નંબરની હેલ્પ લાઈન નંબર પર 150થી વધુ ફરિયાદો મળી છે. વિદેશમાંથી આવતા લોકો તપાસ નથી કરાવી રહ્યા અને તેઓ બજારોમાં અને બહાર ફરી રહ્યા હોવાની ફરિયાદ કરી છે. શંકાસ્પદ લક્ષણો હોવા છતાં વિદેશથી આવેલા લોકો બજારમાં ફરી રહ્યા હોવાની પાડોશીઓ દ્વારા ફરિયાદો મળી.

  • શુક્રવારે 10 ફરિયાદ મળી
  • કોરોના માટેની 104 નંબરની હેલ્પ લાઈન પર મળી ફરિયાદ
  • હોમ કોરોન્ટાઈનનો કચરો પણ અલગ રખાશે

શહેરની કેટલીક સોસાયટીના રહીશોએ કોરોના માટેની 104 નંબરની હેલ્પ લાઈન પર તેમની આજુબાજુ વિદેશથી આવેલા લોકો જાહેરમાં ફરતા હોવાની અને તેમના લક્ષણો શંકાસ્પદ હોવાની 150થી વધુ ફરિયાદ મ્યુનિ.ને 24 કલાકમાં મળી હતી.  

ગાંધી આશ્રમમાં મળી ફરિયાદ

ગાંધીઆશ્રમ પાસે વિદેશથી આવેલા કેટલાક લોકો હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી માગણી કરી હતી કે, આ લોકો ક્યાંથી આવ્યા છે અને તેમને ચેપ છે કે નહીં તેની તપાસ થવી જોઈએ. ફરિયાદ થયા પછી આવા લોકો ક્યાંક જતા રહ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

સુભાષબ્રિજમાં મળી ફરિયાદ

સુભાષબ્રિજ પાસે એક ફ્લેટમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા પિતા-પુત્રીની તપાસ કરાવવા રહીશોએ માગણી કરતા વિવાદ થયો હતો. ઘાટલોડિયામાં પણ એક ફ્લેટમાં એક મહિલા કેનેડાથી આવ્યા બાદ કોઇ કાળજી નહી લેતા હોવાની ફરિયાદો મ્યુનિ.ને મળી હતી. 

શુક્રવારે 10 ફરિયાદ મળી  

શહેરમાં વિદેશથી આવેલા લોકોને ચેપ ન હોય તો પણ  14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇનમાં  રહેવાની સૂચના છે. જોકે આવા લોકો તેનું પાલન ન કરતાં હોય અથવા તો કોરોનાના લક્ષણો દેખાય તો કોઈ પણ વ્યક્તિ મ્યુનિ.ના હેલ્પ લાઇન નંબર 155303 પર તેમજ 104 નંબર પર પણ ફરિયાદ કરી શકે છે. શુક્રવારે 10 ફરિયાદ મળી હતી.

હોમ કોરોન્ટાઈનનો કચરો પણ અલગ રખાશે

હોમ કોરોન્ટાઈનમાં મૂકાયેલા લોકોના ઘરમાંથી નીકળતો કચરો લેવા મ્યુનિ. વિશેષ કર્મચારીઓને મોકલશે. શુક્રવારે મ્યુનિ. સોલિડ વેસ્ટ વિભાગે 150 ઘરોમાંથી કચરો એકઠો કર્યો હતો. રાત્રે 9 વાગ્યા સુધી સતત આ પ્રક્રિયા ચાલુ રહી હતી. દરેક ઝોનમાં આ કામગીરી કરવામાં આવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ