બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Coronavirus effect cm rupani announced Gujarati channels lesson about 1 to 9
Gayatri
Last Updated: 05:42 PM, 18 March 2020
ADVERTISEMENT
શું કહ્યું CM રૂપાણીએ?
CM રૂપાણીનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય લીધો છે. જેમાં બાળકોનો અભ્યાસ ન બગડે એ હેતુથી નિર્ણય લેવાયો છે કે, ગુજરાતી પ્રાદેશિક TV ચેનલ્સ દ્વારા અભ્યાસ કરાવાશે. મહત્વના વિષયોનું રિવિઝન-પુનરાવર્તન કરાવાશે. વિદ્યાર્થીઓ ઘર બેઠા વિષયોનું રિવિઝન-અભ્યાસ કરી શકશે.
ADVERTISEMENT
આવતીકાલથી ઓનલાઈન શિક્ષણ મળશે
આવતીકાલથી 1-1 કલાકનુ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે. ધો-7થી9 અને 11ના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ અપાશે.
ગુજરાતમાં 1થી 8 ધોરણની પરીક્ષા થઈ શકે છે રદ્દ
ગુજરાતમાં શાળા કોલેજોમાં 14 દિવસની રજા આપી દેવાઈ છે ત્યારે ગુજરાત સરકાર દ્વ્રારા ધોરણ 1થી 8 પરીક્ષાઓ રદ્દ થવાનો નિર્ણય લેવાઈ શકે છે. આ અંગે ચર્ચાઓ થઈ રહી છે. જો કે ગુજરાતમાં હજુ સુધી એક પણ કોરોના પોઝેટીવ કેસ નોંધાયો નથી.
નવુ શૈક્ષણિક સત્ર એપ્રિલને બદલે જુન કે જુલાઈથી જ શરૂ કરવા રજૂઆત
રાજ્યની ધો.1થી8 અને 9-11ની સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષાઓને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોરોનાને લીધે રાજ્યની તમામ સ્કૂલો 14 દિવસ માટે બંધ કરીદેવાઈ હોવાથી હવે પરીક્ષાઓ પાછી ઠેલાય તેમ છે. જેને લીધે નવુ સત્ર પણ મોડુ શરૂ થાય તેમ છે. જેને પગલે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે આજે બેઠક કરીને સરકારને ધો.1થી9માં માસ પ્રમોશન આપી પરીક્ષા વગર પાસ કરી દેવા અને નવુ શૈક્ષણિક સત્ર એપ્રિલને બદલે જુન કે જુલાઈથી જ શરૂ કરવા રજૂઆત કરવાનું નક્કી કર્યુ છે.
શૈક્ષણિક સંસ્થા 2 એપ્રિલ બંધ રાખવાનો નિર્ણય કરાયો
કોરોના વાઈરસના કારણે ઉત્તર પ્રદેશ સરકારે મોટો નિર્ણય લીધો છે. ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર આગળના ધોરણમાં જવા દેવામાં આવશે. યુપીના ચિફ સેક્રેટરી રેનુકા કુમાર દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે રાજ્યની તમામ પરીક્ષા રદ્દ કરી દીધી છે. શૈક્ષણિક સંસ્થા 2 એપ્રિલ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
પરીક્ષા વગર જ પાસ
શાળા સંચાલક મહામંડળની બેઠકમાં નક્કી કરવામા આવ્યુ છે કે કોરોના વાયરસ અને આગામી સંભવિત પ્રભાવને ધ્યાને રાખીને જરૂર જણાય તો રાજ્યની શાળાઓમાં લેવાય ગયેલ અર્ધવાર્ષિક અને યુનિટ પરીક્ષાઓના આધારે ધો.1થી9ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી એટલે કે વાર્ષિક પરીક્ષા વગર જ પાસ કરીને આગળના વર્ગમાં મોકલી દેવામા આવે તેવી સરકારને રજૂઆત કરવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.