બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / corona second wave full national lockdown central government

મોટા સમાચાર / દેશમાં ફરી એક વખત સંપૂર્ણ લૉકડાઉન લગાવવાને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ, જાણો કેમ

Kavan

Last Updated: 04:26 PM, 6 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોનાની બીજી લહેરે કહેર વરસાવ્યો છે. ત્યારે હવે આ સ્થિતિમાં સવાલ એ થાય કે ભારત સરકાર શું ફરી લૉકડાઉન અંગેનો નિર્ણય લેશે ખરાં...?

  • કોરોનાની બીજી લહેરે ચિંતા વધારી 
  • નેશનલ લૉકડાઉનના ઓપ્શન પર કરાઇ રહી છે વિચારણા
  • વીકે પોલે આપ્યું મહત્વનું નિવેદન  

ઉલ્લેખની છે કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આ મામલે કોઇપણ પ્રકારની ચોક્કસ ના પાડવામાં તો નથી આવી પરંતુ નીતિ આયોગના સભ્ય વીકે પોલે બુધવારે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે, નેશનલ લૉકડાઉનના ઓપ્શન પર વિચારણાઓ ચાલી રહી છે. 

નેશનલ લૉકડાઉનના ઓપ્શન પર કરાઇ રહી છે વિચારણા 

વીકે પોલનું નિવેદન એટલા માટે અગત્યનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે, તેઓ નેશનલ કોવિડ-19 ફોર્સના હેડ છે. જો તેમનું નિવેદનને જોઇએ તો તેમણે કહ્યું હતું કે, તાજેતરની સ્થિતિને લઈને એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. સાથે જ જો પાબંધીઓની વાત કરીએ તો કડક પ્રતિબંધની જરૂર લાગે છે તો હંમેશા ઓપ્શન પર ચર્ચા કરવામાં આવે છે. 

બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં નીતિ આયોગના સભ્યએ કહ્યું હતું કે, રાજ્ય સરકારોને પહેલા જ સ્થાનિક સ્થિતિના આધાર પર 10 ટકાથી વધુ પોઝિટિવિટી રેટના આધારે પાબંધીઓ લગાવવાની સલાહ આપવામાં આવી છે. 

અનેક રાજ્યોએ કોરોનાને મ્હાત આપવા લીધા કડક પગલા 

દેશમાં સંપૂર્ણ લૉકડાઉનને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે કેટલાક રાજ્યોએ પહેલા જ લૉકડાઉન, કર્ફ્યૂ, નાઇટ કર્ફ્યૂ, વીકેન્ડ લૉકડાઉન જેવા અનેક પગલા લીધા છે. મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, જેવા અને રાજ્યોએ કોરોનાને નાથવા માટે કડક પગલા લીધા છે. 

સંપૂર્ણ લૉકડાઉનની સતત થઇ રહી છે માગ

આપને જણાવી દઇએ કે, ભારતમાં જ્યારે કોરોનાની બીજી લહેરે પોતાનો પ્રકોપ દેખાડવાનું શરૂ કર્યું ત્યારથી અનેક દિગ્ગજો અને એક્સપર્ટ્સ દ્વારા નેશનલ લૉકડાઉન લગાવવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ દેશભરમાં સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવાની માગણી કરી હતી.  

ત્રીજી લહેર ક્યાં સુધીમાં આવશે તે અંગે કંઈ ન કહી શકાય- એક્સપર્ટ

કોરોનાની બીજી લહેર કહેર વર્તાવી રહી છે. ત્યારે હવે ત્રીજી લહેરને લઈને એક્સપર્ટનું માનવું છે કે તે આવશે. પરંતુ તે ક્યાં સુધીમાં આવશે તે અંગે કંઈ ન કહી શકાય.  કેન્દ્ર સરકારના પ્રિંન્સિપલ સાયન્ટિફિક એડવાઈઝર પ્રોફેસર વિજય રાધવને બુધવારે કહ્યુ કે બીજી લહેર બાદ ત્રીજી લહેર આવશે. પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે ત્રીજી લહેર આવશે ક્યારે આવશે અને કેટલી ખતરનાક હશે તે  ન કહી શકાય. કોરોના સતત વેરિએન્ટ બદલી રહ્યો છે ત્રીજી લહેર માટે તૈયાર રહેવુ પડશે. તેમણે કહ્યુ કે રસી અસરકારક છે પણ તેને અપગ્રેડ કરવા પર કામ કરાયી રહ્યું છે.

when is coronavirus third wave likely in india expert vaccine lockdown

દેશમાં કોરોના સંકટ ચિંતાજનક સ્થિતિએ 

દેશમાં કોરોનાની બીજી લહેર રોકાવાનું નામ નથી લઈ રહી. 24 કલાકમાં 4 લાખ 6 હજાર 383 નવા દર્દી આવ્યા.આવું બીજી વાર છે જ્યારે 24 કલાકમાં 4 લાખથી વધારે નવા દર્દી મળ્યા. આ પહેલા  30 એપ્રિલે 4 લાખ 2 હજાર 14 મામલા સામે આવ્યા હતા.  ત્યારે 3525 લોકોના મોત થયા હતા. આજે સાજા થનારાની સંખ્યાની સંખ્યા મંગળવારની સરખામણીએ ઓછી છે. મંગળવારે 3.37 લાખ સાજા થયા હતા. આજે 3.24 લાખ દર્દી સાજા થયા છે. ગત 24 કલાકમાં 3 હજાર 838 લોકોના મોત થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ