બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Politics / Congress royal family is out on bail and preaching: PM Modi

નિવેદન / કોંગ્રેસનો શાહી પરિવાર જામીન પર બહાર છે અને ઉપદેશ આપે છે: કર્ણાટકમાં PM મોદીની હુંકાર

Priyakant

Last Updated: 02:59 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Karnataka Election 2023 News: કર્ણાટકની ચૂંટણી માત્ર આવનારા 5 વર્ષ માટે MLA મંત્રી કે CM બનાવવા માટે નથી. આ ચૂંટણી આવનારા 25 વર્ષમાં વિકસિત ભારતના રોડમેપના પાયાને મજબૂત કરવા માટે છે: PM મોદી

  • કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચાર તેજ 
  • PM મોદીએ કોલારમાં જનસભાને સંબોધી 
  • PM મોદીએ કર્યા કોંગ્રેસ અને JDS પર પ્રહાર
  • કોંગ્રેસનો રાજવી પરિવાર જામીન પર બહાર છે અને પ્રચાર કરી રહ્યો છે 

કર્ણાટકમાં આગામી થોડા દિવસોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી પણ પૂરા પ્રયાસ કરી રહી છે. જેને લઈ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકમાં છે અને ભાજપના ચૂંટણી પ્રચારમાં ઉર્જા નાખી રહ્યા છે.

PM મોદીએ કોલારમાં જનસભાને સંબોધી 
કોલારમાં એક જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, કર્ણાટકની આ ચૂંટણી માત્ર આવનારા 5 વર્ષ માટે ધારાસભ્ય, મંત્રી કે મુખ્યમંત્રી બનાવવા માટે નથી. આ ચૂંટણી આવનારા 25 વર્ષમાં વિકસિત ભારતના રોડમેપના પાયાને મજબૂત કરવા માટે છે. અસ્થિર સરકાર ક્યારેય આટલા મોટા વિઝન પર કામ કરી શકે નહીં.

PMએ કર્યા કોંગ્રેસ અને JDS પર પ્રહાર
કોલારમાં જનસભા દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ અને JDS પર નિશાન સાધતા કહ્યું કે, આજે આટલી મોટી સંખ્યામાં તમારું અહીં આવવું કોંગ્રેસ અને JDS બંનેની ઉંઘ હરામ કરનાર છે. કર્ણાટકના વિકાસમાં આ બંને પક્ષો સૌથી મોટા અવરોધ છે. કોંગ્રેસ અને JDS ભલે એક સાથે ગમે તેટલું રમે પરંતુ કર્ણાટકના લોકો તેમને ક્લીન બોલ્ડ કરવા જઈ રહ્યા છે.

PMએ કહ્યું, અસ્થિર સરકાર પાસે વિઝન નથી. કોંગ્રેસના શાસનમાં વિશ્વ ભારતને લઈને નિરાશાજનક હતું, પરંતુ ભાજપ સત્તામાં આવતાની સાથે જ વિશ્વ હવે ભારતને એક તેજસ્વી સ્થળ તરીકે જોવાનું શરૂ કર્યું. કર્ણાટકે ભાજપને ચૂંટવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં સતત વિકાસ માટે ડબલ એન્જિન સરકાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોંગ્રેસ અને JDSના શાસન દરમિયાન વિકાસની ગતિ ધીમી પડી હતી.

કોંગ્રેસને લઈ શું કહ્યું PM મોદીએ ? 
કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કરતા PM મોદીએ કહ્યું કે, આજે જ્યારે હું ભ્રષ્ટાચાર સામેની લડાઈ લડી રહ્યો છું ત્યારે કોંગ્રેસને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે, તેથી જ કોંગ્રેસ પ્રત્યે નફરત દિવસેને દિવસે વધી રહી છે. તેઓએ મારા પર હુમલો વધારી દીધો છે. કોંગ્રેસના લોકો ધમકી આપી રહ્યા છે કે, મોદીજી તમારી કબર ખોદવામાં આવશે. હવે તેઓ મારી સરખામણી સાપ સાથે કરી રહ્યા છે અને જનતા પાસેથી વોટ માંગી રહ્યા છે. સાપ ભગવાન શંકરના ગળાનું સૌંદર્ય છે અને મારા માટે દેશના લોકો ભગવાનનું સ્વરૂપ છે, શિવનું જ સ્વરૂપ છે. આ દરમિયાન પીએમ મોદીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, કોંગ્રેસનો રાજવી પરિવાર જામીન પર બહાર છે અને પ્રચાર કરી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ