બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Congress MLA Ganiben Thakor praised BJP strategy

નિવદેન / BJP ગમે ત્યારે મંત્રી-ધારાસભ્ય બદલે તોય...: ગેનીબેન ઠાકોર જગદીશ ઠાકોરની સામે જ આ શું બોલ્યા?

Dinesh

Last Updated: 07:21 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસ આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપની સ્ટ્રેટેજીની કાંકરેજના ચાંગા ગામે ઋણ સ્વીકાર કાર્યક્રમમાં કરી પ્રશંસા

  • કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપની સ્ટ્રેટેજીની કરી પ્રશંસા
  • કાંકરેજના ચાંગા ગામે ઋણ સ્વીકાર કાર્યક્રમમાં કરી પ્રશંસા
  • જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસ આગેવાનોની ઉપસ્થિતિમાં કરી પ્રશંસા


2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્યજીત થઈ. 156 બેઠક જીતીને ભાજપે ઐતિહાસિક રેકોર્ડ બનાવી દીધો. આ રેકોર્ડ બ્રેક જીતની તમામ જગ્યાએ ચર્ચા થઈ. ભાજપે કરેલા માઈક્રોમેનેજમેન્ટ અને ભાજપના કાર્યકરો અને નેતાઓએ કરેલી મહેનતથી ભાજપની આટલી ભવ્ય જીત થઈ તેવુ જાણકારો માને છે. .જ્યારે બીજી બાજુ કોંગ્રેસને માંડ 17 બેઠક મળી. મોટો મોટા ચેહરા હારી ગયા. હાર બાદ કોંગ્રેસના નેતાઓએ મનોમંથન કર્યુ અને હવે આ હારની હારમાળને કેવી રીતે રોકવી તેના પર કામ શરૂ કર્યું. ત્યારે કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો એક વીડિયો વાયરલ થયો છે. કાંકરેજના ચાંગા ગામે ઋણ સ્વિકાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત હતા ત્યારે આ કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે આશ્ચર્યજનક નિવેદન આપ્યુ હતુ. કોંગ્રેસના ધારાસભ્ય ભાજપની પશંસા કરતા નજર ચડ્યાં છે. 

કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપની પ્રશંસા કરી
કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કાંકરેજના ચાંગા ગામે ઋણ સ્વીકાર કાર્યક્રમમાં ભાજપની પ્રશંસા કરી છે તેમણે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રશંસા કરતા અનેક તર્કવિતર્ક પણ શરૂ થયાં છે. તેમણે જણાવ્યું કે, ભાજપ સ્ટ્રેટેજીથી આખી સરકાર બદલી નાખે તો પણ કોઈ બોલતું નથી,  ભાજપ કોઈની ટિકિટ કાપે તો પણ વિવાદ થતો નથી તેમણે કહ્યું કે, આપણે કોંગ્રેસમાં કાંઈ વધ્યું જ નથી.

'5 વર્ષ લોહી પીવાના માત્ર 2 હજાર મત આપ્યા'
કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં મને 1.2 લાખ મત મળ્યા છે, આ મતમાંથી 5 વર્ષ લોહી પીવાના માત્ર 2 હજાર મત મળ્યા છે. તેમણે ઉમેર્યું કે, 2 હજાર મત માટે ટિકિટ, કોન્ટ્રાક્ટ, રૂપિયા, ગાડી અને એ કે ત્યાં હાજર થવું પડે છે તેમણે કહ્યું કે, 1 લાખ મત વાળા કાંઈ બોલતા જ નથી.

ગેનીબેને આડકતરી રીતે તો કોંગ્રેસના નેતાઓને સાચુ કહી દીધુ છે. ભાજપે પોતાની કેડરબેઝ છાપને બરકરાર રાખી છે. અને તેના પ્રતાપે જ ઐતિહાસિક જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસ પોતાની સમસ્યાઓ દૂર ન કરી અને તેનું પરિણામ ચૂંટણીમાં જોઈ લીધુ. હવે તો કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય પણ ભાજપની સ્ટ્રેટજીના વખાણ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ હવે પોતાની રણનીતિમાં કેવા ફેરફાર કરે છે અને પોતાના સંગઠનને કેવી રીતે મજબૂત કરે છે તે જોવાનું રહ્યું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ