બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / Politics / congress leader demand permanent national secretary to sachin pilot

કોંગ્રેસની કાયાપલટ / પાંચ રાજ્યોમાં ભૂંડી હાર બાદ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની માગ, ગાંધી પરિવારની બહારના આ નેતાને લાગી શકે છે લોટરી

Pravin

Last Updated: 10:57 AM, 13 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશ સહિત દેશના પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ભૂંડી હાર મળી છે. ચૂંટણી ખતમ થયા બાદ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદના નિવાસ સ્થાન પર શુક્રવારે એક બેઠક થઈ હતી.

  • પાંચ રાજ્યોમાં કોંગ્રેસની ભૂંડી હાર
  • જી 23 સભ્યોની બેઠક મળી
  • કાયમી રાષ્ટ્રીય અધ્યક્ષની માગ ઉઠી 

ઉત્તર પ્રદેશ સહિત દેશના પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ભૂંડી હાર મળી છે. ચૂંટણી ખતમ થયા બાદ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદના નિવાસ સ્થાન પર શુક્રવારે એક બેઠક થઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાને લઈને ચર્ચા થઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, જી- 23 સભ્યો રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટને અધ્યક્ષ પદની કમાન સોંપવાની માગ કરવામાં આી છે. હકીકતમાં જોઈએ તો, હાલ અધ્યક્ષની કમાન સોનિયા ગાંધી સંભાળી રહ્યા છે. પણ તેઓ વચ્ચગાળાના છે. કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીએ રાજીનામુ આપ્યા બાદ અત્યાર સુધી પાર્ટીને કોઈ કાયમી રાષ્ટ્રીય અધ્યક્ષ મળતા નથી.

ગુલામ નબી આઝાદની ઘરે જી 23ની બેઠક

આ જ કારણ છે કે, આ મુદ્દો ફરી એક સામે આવ્યો છે અને તેને લઈને બેઠક યોજાઈ હતી. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર પૂર્વ રાજ્યસભા સાંસદના ઘરે મળેલી બેઠકમાં જી 23 સભ્યોએ સ્થાયી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાની માગ કરી છે. કહેવાય છે કે, પાંચ રાજ્યોમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવા ખૂબ જ જરૂરી છે. જો કે, રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ચૂંટણી પહેલા પણ કેટલીય બેઠકો યોજાઈ હતી. પણ તેમાં કોઈ નિરાકણ સામે આવ્યું નહીં, હવે રાજસ્થાન કોંગ્રેસ નેતા સચિન પાયલટને અધ્યક્ષ બનાવાની માગ થઈ રહી છે. 

સચિન પાયલટ અધ્યક્ષ પદના દાવેદાર

રાજકીય વિશ્વેષકોનું કહેવું છે કે, કોંગ્રેસને યુવા નેતૃત્વની જરૂર છે. જો આ કમાન રાહુલ ગાંધીને નહીં મળે તો, સચિન પાયલટ આગામી દાવેદાર છે. હકીકતમાં સચિન પાયલટની ગણતરી જમીન સ્તર પર કામ કરનારા યુવાન નેતાઓમાં થાય છે. માનવામાં આવી રહ્યું છે, તેમનામાં જવાબદારી સંભાળવાની અને લોકોને સાથે લઈને કામ કરવાની ક્ષમતા છે. સચિન પાયલટ રાજસ્થાનમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. તેમણે રાજ્યમાં કોંગ્રેસને મજબૂત કરવાનું કામ કર્યું છે. તેમના નેતૃત્વમાં મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસમાં જોડાયા છે.  

કોંગ્રેસને મળે સ્થાયી રાષ્ટ્રીય અધ્યક્ષ

માનવામાં આવી રહ્યું છે કે, તેમની ગણતારી યોગ્યતાને જોતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની કમાન આપી શકે છે. આપને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીમાં હગાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું હતુ. જે બાદ સોનિયા ગાંધીને 2024 સુધી વચ્ચગાળાના અધ્યક્ષ બનાવ્યા હતા. પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે. જે બાદ ફરી એક વાર રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાની માગ થઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ