બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Congress distanced itself from the recommendations made by Rahul Gandhi

રાજનીતિ / રાહુલ ગાંધીએ મૂકેલી ભલામણોથી કોંગ્રેસે બનાવી 'દૂરી': મહાઅધિવેશન મામલે રાજકીય ચર્ચાઓ શરૂ

Priyakant

Last Updated: 01:30 PM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત જોડો યાત્રામાં જે પ્રસ્તાવ પર રાહુલ ગાંધી ભાર મૂકતા જોવા મળ્યા હતા તે પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી નથી

  • કોંગ્રેસ ઉદયપુર ચિંતન શિબિરના ઠરાવોથી પોતાને દૂર કરતી જોવા મળી
  • કોંગ્રેસમાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની વાતનું વજન કેમ નહીં ? 
  • રાહુલ ગાંધીએ મૂકેલી ભલામણોથી કોંગ્રેસે બનાવી 'દૂરી

છત્તીસગઢના રાયપુરમાં કોંગ્રેસના 85માં રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે ત્રીજા અને છેલ્લા દિવસે મેગા રેલીની તૈયારી ચાલી રહી છે. જોકે આ અધિવેશન સત્રમાં ઘણા સુધારા મંજૂર કરવામાં આવ્યા હતા અને ઘણા નિયમો પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા. આ તરફ હવે સૌથી મોટી વાત એ સામે આવી છે કે, કોંગ્રેસ પાર્ટી ઉદયપુર ચિંતન શિબિરમાં બહાર આવેલા ઘણા મોટા ઠરાવોથી પોતાને દૂર કરતી જોવા મળી હતી. ભારત જોડો યાત્રામાં જે પ્રસ્તાવ પર રાહુલ ગાંધી ભાર મૂકતા જોવા મળ્યા હતા તે પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી નથી.

કોંગ્રેસે આ સંમેલનમાં અનામતને લઈને પોતાના બંધારણમાં પણ સુધારો કર્યો છે. પાર્ટીએ વર્કિંગ કમિટીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને લઘુમતીઓને 50 ટકા અનામતની ખાતરી આપતો સુધારો પસાર કર્યો છે. જ્યારે બહુપ્રતિક્ષિત સુધારાઓ બાકી રહ્યા છે. ગત વર્ષે આયોજિત ઉદયપુર નવસંકલ્પ શિબિરમાં બંધારણ સુધારા સમિતિએ જે મોટી ટિકિટ ફેરફારની વાત કરી હતી તેનાથી પાર્ટીએ પોતાને દૂર કરી દીધા છે. એટલું જ નહીં, કોંગ્રેસનું સૌથી મોટું પગલું 'વન મેન-વન પોસ્ટ (પદ)'નો પ્રસ્તાવ પણ હવે ઉભરાઇ ચડાવી દેવાયો હોય તેવા ઘાટ ઘડાયો છે.  આ પ્રસ્તાવને પાર્ટીમાં મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે. આ પ્રસ્તાવ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપ્યો હતો અને તેમણે પણ આ પ્રસ્તાવ પર ઘણો જોર આપ્યો હતો. 

શું કહ્યું હતું રાહુલ ગાંધીએ ? 
રાહુલે કેરળમાં ભારત જોડો યાત્રા દરમિયાન કહ્યું હતું કે, પાર્ટી 'એક વ્યક્તિ-એક પદ (પોસ્ટ)ને અનુસરશે. અમે ઉદયપુરમાં જે નક્કી કર્યું હતું (એક વ્યક્તિ, એક પદ) તે કોંગ્રેસની પ્રતિબદ્ધતા છે અને મને આશા છે કે, પ્રતિબદ્ધતા (પાર્ટી પ્રમુખ પદ પર) રહેશે. હવે હકીકત એ છે કે સુધારા સમિતિએ કોંગ્રેસની આ મહત્વની 'કમિટમેન્ટ'થી પોતાને દૂર રાખવાનો નિર્ણય કર્યો છે.

રસપ્રદ વાત એ છે કે, ઉદયપુર ચિંતન શિબિરનો બીજો સુધારો જે દૂર કરવામાં આવ્યો છે તે 'એક પરિવાર-એક ટિકિટ' સૂત્ર છે. તે મુખ્યત્વે એટલા માટે હેડલાઇન્સ બની રહી છે કારણ કે, આ ફોર્મ્યુલા ગાંધી પરિવાર સહિત દરેક પાર્ટીના નેતાઓને લાગુ પડશે. જોકે આ ફોર્મ્યુલા હેઠળ પરિવારના અન્ય સભ્યને ત્યારે જ ટિકિટ મળશે જો તેણે ઓછામાં ઓછા 5 વર્ષ પાર્ટી માટે કામ કર્યું હોય.

રાહુલે ઉદયપુર ચિંતન શિબિરમાં તેમના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો કે, કેસી વેણુગોપાલ આ પ્રસ્તાવ સાથે સહમત ન હતા, પરંતુ તેમ છતાં તેઓ ઈચ્છે છે કે, પ્રસ્તાવને ચર્ચા માટે લાવવામાં આવે. બંધારણ સુધારણા સમિતિના મીડિયા સંયોજક રણદીપ સુરજેવાલાએ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું કે, આ નીતિ વિષયક મુદ્દાઓ છે અને ઘણાને સુધારાની જરૂર નથી અને પાર્ટીની અંદર ચર્ચા કરી શકાય છે. CWC ચૂંટણીને લઈને પાર્ટીનો યુ-ટર્ન સ્ટીયરિંગ કમિટીએ નિર્ણય લીધો છે કે, કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્યોની પસંદગી કરવામાં આવશે નહીં, પરંતુ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સભ્યોને નોમિનેટ કરશે.

નોંધનીય છે કે, અગાઉ સંગઠનના મહાસચિવે 1 જાન્યુઆરીએ સંમેલનની જાહેરાત કરતી વખતે મીડિયા સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, (કોંગ્રેસ) બંધારણ મુજબ સંમેલનની સાથે CWCની ચૂંટણી પણ યોજાશે. જોકે કોંગ્રેસનો એક વર્ગ રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે. CWCની ચૂંટણીઓ અંગે એવું માનવામાં આવે છે કે, એવા ઉમેદવારો ચૂંટાઈ શકે છે જે ખડગેની દરેક વાત સ્વીકારવા કે નહીં સ્વીકારવા તૈયાર નહીં હોય. તેને આંતરિક ઝઘડા તરીકે પણ જોવામાં આવી રહ્યું હતું. તેથી જ પાર્ટીએ CWC ચૂંટણીને લઈને યુ-ટર્ન લીધો અને તમામ 35 સભ્યોને નોમિનેટ કરવાનું કામ મલ્લિકાર્જુન ખડગેને સોંપ્યું છે. આ નિર્ણય સાથે કોંગ્રેસ અધ્યક્ષને પોતાની 35 લોકોની ટીમ પસંદ કરવાનો મોટો અધિકાર મળ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ