બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

VTV / Politics / Congress announced the election manifesto regarding the Karnataka elections, said that Bajrang Dal will be banned

કર્ણાટક ચૂંટણી 2023 / વીજળી ફ્રી, મહિલાને રૂ.2000, બેરોજગારને રૂ.3000: કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર, કહ્યું બજરંગ દળ પર લાગશે પ્રતિબંધ

Priyakant

Last Updated: 12:17 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Karnataka Election 2023 News: કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસ પાર્ટીએ વચન આપ્યું છે કે, જો તે સરકાર બનાવશે તો બજરંગ દળ જેવા સંગઠનો પર પ્રતિબંધ લગાવશે

  • કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 
  • ભાજપે ચૂંટણી ઢંઢેરો બહાર પાડયા બાદ હવે કોંગ્રેસે પણ વચનોની લહાણી કરી 
  • અમારી સરકાર બનશે તો બજરંગ દળ જેવા સંગઠનો પર પ્રતિબંધ લગાવશે: કોંગ્રેસ 
  • પરિવારની દરેક મહિલા વડાને દર મહિને 2,000 રૂપિયા આપવાની જાહેરાત
  • દરેક પરિવારને 200 યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત

કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ દરમિયાન ગઈકાલે ભાજપે ચૂંટણી ઢંઢેરો બહાર પાડયા બાદ હવે કોંગ્રેસે પણ વચનોની લહાણી કરી છે. વાત જાણે એમ છે કે, કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસ પાર્ટીએ વચન આપ્યું છે કે, જો તે સરકાર બનાવશે તો બજરંગ દળ જેવા સંગઠનો પર પ્રતિબંધ લગાવશે. PFIનો ઉલ્લેખ કરતા પાર્ટીએ કહ્યું- ધર્મના નામે નફરત ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. 

કર્ણાટક વિધાનસભા ચુંટણીમાં મતદારોને રીઝવવા કોંગ્રેસે અનેક વચનો આપ્યા છે. જેમાં કોંગ્રેસે દરેક પરિવારને 200 યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે અને પરિવારની દરેક મહિલા વડાને દર મહિને 2,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. યુવા મતદારોને આકર્ષવા પાર્ટીએ જાહેરાતો પણ કરી છે. આ અંતર્ગત બે વર્ષ માટે બેરોજગાર સ્નાતકોને દર મહિને 3,000 રૂપિયા અને ડિપ્લોમા ધારકોને 1,500 રૂપિયા પ્રતિ માસ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત મહિલાઓને રાજ્ય સરકારની બસોમાં મફત મુસાફરીનું વચન પણ આપવામાં આવ્યું છે.

કોંગ્રેસના મેનિફેસ્ટોના મુખ્ય મુદ્દાઓ

  • ગૃહ જ્યોતિ હેઠળ, કોંગ્રેસ કર્ણાટકમાં તમામ ઘરોમાં 200 યુનિટ સુધી મફત વીજળી આપશે.
  • કોંગ્રેસે ઘરની દરેક મહિલા વડાને ₹2,000 આપવાનું વચન આપ્યું
  • ગરીબી રેખા નીચે (BPL) પરિવારના દરેક વ્યક્તિને દર મહિને 10 કિલો અનાજ મળશે
  • યુવા નિધિ હેઠળ બેરોજગાર સ્નાતકોને દર મહિને ₹3,000 અને બેરોજગાર ડિપ્લોમા ધારકોને ₹1,500 આપવામાં આવશે
  • કોંગ્રેસે રાજ્યભરની તમામ મહિલાઓને નિયમિત KSRTC/BMTC બસોમાં મફત મુસાફરી આપવાનું વચન
  • નાઇટ ડ્યુટી કરતા પોલીસકર્મીઓને 5000 રૂપિયાનું વિશેષ ભથ્થું આપવાનું વચન
  • દર વર્ષે દરિયામાં માછીમારી માટે 500 લીટર ટેક્સ ફ્રી ડીઝલ આપવામાં આવશે
  • 90 દિવસમાં કામ શરૂ કરવાનું વચન, કોન્ટ્રાક્ટમાં દર્શાવેલ સમયગાળામાં કામ પૂર્ણ કરવાનું અને કોન્ટ્રાક્ટની સમય મર્યાદામાં કોન્ટ્રાક્ટરોના બિલોની પતાવટ કરવી
  • 1000 કરોડનું વરિષ્ઠ નાગરિક કલ્યાણ ફંડ બનાવવાનું વચન
  • પાંચ હજાર મહિલા ઉદ્યોગ સાહસિકોને મદદ કરવામાં આવશે
  • કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં 25 હજાર નાગરિક કર્મચારીઓને નિયમિત કરવાનું વચન
  • દરેક સપ્લીમેન્ટરી વર્કરનો 10 લાખ સુધીનો વીમો લેવામાં આવશે
  • દૂધ સબસિડી રૂ.5 થી વધારીને રૂ.7 કરવામાં આવશે
  • ઘેટા-બકરા માટે ખેડૂતોની એક લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે

ભાજપે પણ જાહેર કર્યો છે ચૂંટણી ઢંઢેરો  
કર્ણાટકમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, CM બસવરાજ બોમાઈ સહિતનાં નેતાઓની હાજરીમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. ભાજપે તેના ઢંઢેરામાં 10 લાખ બેઘર લોકોને ઘર આપવાનું વચન પણ આપ્યું છે. આ સાથે સરકારી શાળાઓને વિશ્વ કક્ષાના માપદંડો અનુસાર અપગ્રેડ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ સાથે દર વર્ષે વરિષ્ઠો માટે વિનામૂલ્યે આરોગ્ય તપાસ કરાવવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે: BJP 
ભાજપે તેના મેનિફેસ્ટોમાં ફરી એકવાર યુનિફોર્મ સિવિલ કોડ (UCC)નો ઉલ્લેખ કર્યો છે. UCC નો અર્થ છે કે, રાજ્યના દરેક નાગરિક માટે, ધર્મને ધ્યાનમાં લીધા વિના તેના માટે સમાન કાયદો લાગુ થશે. તેના અમલીકરણ માટે એક સમિતિની રચના કરવામાં આવશે. આ સાથે સામાજિક ન્યાય ભંડોળ યોજના દ્વારા એસસી-એસટી મહિલાઓને 10,000 રૂપિયા સુધીની FDનું પણ વચન આપવામાં આવ્યું છે.

NRC લાગુ કરવાનું વચન 
ભાજપે પોતાના ઘોષણાપત્રમાં દરેક વોર્ડમાં અટલ આહાર કેન્દ્ર ખોલવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત લોકોને સસ્તા દરે ભોજન મળશે. ભાજપે કર્ણાટકમાં NRC (નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન) લાગુ કરવાનું વચન આપ્યું છે. જે અંતર્ગત ગેરકાયદેસર શરણાર્થીઓને દેશનિકાલ કરવામાં આવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ