બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / વડોદરાના સમાચાર / ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખને લઈને ગૂંચવાયું કોકડું, મહાનગરોમાં પ્રમુખની પસંદગીને લઈને અસમંજસ
Last Updated: 01:26 PM, 11 January 2025
ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખને લઈને કોકડું ગૂંચવાયું છે. 10 તારીખે જ 50% જેટલા પ્રમુખના નામ જાહેર કરવાનું આયોજન હતું. જો કે પ્રદેશે તૈયાર કરેલી પેનલના કેટલાક નામ સામે હાઈકમાન્ડની અસહમતિ હોવાનું જાણવા મળી રહ્યુ છે. જ્યારે મહાનગરોમાં પ્રમુખની પસંદગીને લઈને અસમંજસની સ્થીતી સર્જાઇ છે. જેને લઇને 2 દિવસ બાદ શહેર અને જિલ્લા પ્રમુખના નામ જાહેર થાય એવી શક્યતા છે. કેટલાક જિલ્લા કે શહેરમાં નામ રિપીટ કરવા અંગે સહમતી નહીં હોવાનું પણ લાગી રહ્યુ છે.
ADVERTISEMENT
સંગઠનમાં હોદ્દો મેળવવા આંતરિક ખેંચતાણ જોરદાર ચાલી રહી છે. ત્યારે હજુ કોને શહેર-જિલ્લા પ્રમુખની કમાન સોંપવી તે મુદ્દે સર્વસંમતિ સધાઈ શકી નથી. આ કારણોસર ભાજપ શહેર-જિલ્લા પ્રમુખની નિમણૂંકમાં એકાદ-બે દિવસનો વિલંબ થઈ શકે છે. ભાજપ શહેર-જિલ્લા પ્રમુખપદ મેળવવા માટે એક હજારથી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. ઉમેદવારો વચ્ચે હરીફાઇ હોવાથી પદ મેળવવા દાવેદારો પોતાની લોબિંગ પણ શરૂ કરી છે.
ADVERTISEMENT
તો બીજી તરફ પ્રદેશ પ્રમુખો માટેની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં મોડમાં જોવા મળી રહી છે. પ્રદેશ પ્રમુખોની ચૂંટણી માટે અધિકારીઓની નિમણૂંક કરાઈ છે. જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી બનાવાયા છે. ભૂપેન્દ્ર યાદવને ગુજરાતના પ્રદેશ પ્રમુખ ચૂંટણી અધિકારી બનાવાયા છે. પ્રદેશ નીરીક્ષકોનો દિલ્હીનો પ્રવાસ લંબાયો છે તે જોતાં હજુ શહેર-જિલ્લા પ્રમુખના નામોની નિમણૂંકમાં એકાદ બે દિવસનો વિલંબ થઇ શકેછે. હાઈકમાન્ડની લીલીઝંડી મળતાં જ સતાવાર ઘોષણા થઇ શકે છે.
આ પણ વાંચોઃ 'બેટ દ્વારકા કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર, અતિક્રમણ નહીં ચાલે', મેગા ડિમોલિશન પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન
અમદાવાદમાં દાવેદારોની કતારો
અમદાવાદ ભાજપ પ્રમુખ બનવા માટે 23 લોકોએ દાવેદારી નોંધાવી છે. વર્તમાન શહેર પ્રમુખ અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે પણ ફરી એકવાર દાવેદારી કરી છે. તો ડો. ઋત્વિજ પટેલ, હિતેશ બારોટ, ભૂષણ ભટ્ટે પણ દાવેદારી કરી છે. મહાનગરની સંકલનની બેઠક મળી હતી. જે બેઠકમાં ઉમેદવારી કરનાર લોકોને અંગે કાર્યકરો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યા હતા. જે અભિપ્રાય પછી પ્રદેશ નેતૃત્વને મોકલવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT