બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'બેટ દ્વારકા કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર, અતિક્રમણ નહીં ચાલે', મેગા ડિમોલિશન પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન
Last Updated: 01:37 PM, 11 January 2025
દ્વારકામાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યુ છે. દ્વારકા જિલ્લામાં મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકારી જમીન ઉપર થયેલા દબાણ દૂર કરવા કવાયત હાથ ધરાઇ છે. મેગા ડિમોલિશન પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યુ છે. ટ્વીટ કરી તેમણે કહ્યુ,'બેટ દ્વારકા કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર, અતિક્રમણ નહીં ચાલે'.
ADVERTISEMENT
बेट द्वारिका देश भर के करोड़ों लोगों की आस्था की भूमि है। कृष्ण भूमि में किसी भी अवैध अतिक्रमण को नहीं होने देंगे। हमारी आस्था और संस्कृति की रक्षा करना हमारी जिम्मेदारी है।
— Harsh Sanghavi (@sanghaviharsh) January 11, 2025
Bhupendra Bhai Patel government in Gujarat has shown zero tolerance for illegal encroachment. pic.twitter.com/gaa8ZBKMoL
દેવભૂમિ દ્વારકામાં આજે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.જિલ્લાના ઓખા મંડળ બેટ વિસ્તારમાં 400 જેટલા ધાર્મિક રહેણાંક અને કોમર્શિયલ દબાણો હટાવવા સરકારી તંત્ર દ્વારા મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
ADVERTISEMENT
તાજેતરમાં દ્વારકાને બેટ દ્વારકાના જુદા-જુદા વિસ્તારોમાં કરાયેલા આ પ્રકારના દબાણ અંગે આશરે 300 જેટલા આસામીઓને નોટિસ ફટકારી અને પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવવા જણાવાયું હતું. અંતે દબાણ હટાવવાની ઝુંબેશ આજથી શરૂ કરવા માટેનો તખ્તો ઘડવામાં આવ્યો હતો. આજે સવારથી શરૂ કરાયેલા ઓપરેશન ડિમોલિશનમાં ઓખા મંડળના બેટ દ્વારકા નજીકના બાલાપર ખાતે આશરે 300 જેટલા આસામીઓને અપાયેલી નોટિસો બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આશરે 1000 જેટલા સુરક્ષા કર્મીઓને ડિમોલિશનના સ્થળે તૈનાત કરવામાં આવી દીધા હતા.
ડિમોલીશનના સ્થળને પોલીસે કોર્ડન કરી અને અહીં ચકલું પણ ન ફરકે તેવી સજ્જડ વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી. આ દબાણ હટાવ ઝુંબેશમાં પોલીસ તંત્ર સાથે રેવન્યુ તંત્ર, પી.જી.વી.સી.એલ. તેમજ સ્થાનિક નગરપાલિકાનો સ્ટાફ પણ જોડાયો છે.
બેટ દ્વારકામાં ડેમોલિશનને લઈ ગૃહરાજ્ય મંત્રીનું ટ્વીટ કર્યુ છે. બેટ દ્વારકા કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે. બેટ દ્વારકામાં કોઈ પણ અતિક્રમણ નહીં ચલાવી લેવાય. આસ્થા અને સંસ્કૃતિ ની રક્ષાની અમારી જવાબદારી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT