બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Conflict escalated between Congress leader Bharatsinh Solanki and his wife resma patel

ઘરકંકાસ / VIDEO: મને મારવામાં આવી, બહાર કાઢી મૂકી, હું મારા પતિ સાથે જ રહીશ : ભરતસિંહ સોલંકીના પત્ની

Vishnu

Last Updated: 10:10 PM, 28 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની વચ્ચે તકરાર વધી, રેશ્મા પટેલ આજે વિદેશથી પરત ફર્યા

  • ભરતસિંહની વધી શકે મુશ્કેલી
  • રેશ્મા પટેલ વિદેશથી ફર્યા પરત
  • રેશ્મા પટેલે માગ્યું પોલીસ રક્ષણ

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની વચ્ચે ચાલતી તકરાર વચ્ચે રેશ્મા પટેલ અમેરિકાથી પરત ફર્યા છે.. રેશ્મા પટેલ બોરસદમાં બીવરલી હિલ્સમાં રહે છે.  રેશ્મા પટેલે જણાવ્યું કે પોલીસ પાસે રક્ષણ માગ્યું છે અને ના છૂટકે કોર્ટમાં જવુ પડ્યું છે.. જોકે મારો અધિકાર છે અને હું અહીં જ રહીશ. હું હાલ ઘરે જાઉ તો મને ધક્કા મારીને બહાર કાઢી મૂકે છે. ના છૂટકે પોલીસ પ્રોટેક્શન અને કોર્ટનો સહારો લેવો પડ્યો છે. સાંભળો શું કહ્યું ભરતસિંહ સોલંકીની પત્નીએ..

રાહુલ ગાંધીને પણ કરી હતી ફરિયાદ    
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની પત્નીએ રાહુલ ગાંધીને ફરિયાદ કરી હતી. અમેરિકાથી પત્ર લખી રાહુલ ગાંધીને ફરિયાદ કરતાં રેશ્મા પટેલે ભરતસિંહ મામલે જણાવ્યું હતું કે,  છેલ્લા ઘણાં સમયથી મેં ન્યાય માટે લોકોને અપીલ કરી છે પરંતુ મને ન્યાય મળ્યો નથી. મારા પતિ ભરતસિંહ સોલંકીના ડરથી અમેરિકા આવી ગઇ છું. ભરતસિંહ અમેરિકા આવ્યા પરંતુ મને સંપર્ક કર્યો નથી. હાલ મારી આર્થિક સ્થિતિ હાલ સારી નથી. મને ન્યાય મળે એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું.

પત્ની રેશ્મા પટેલ સાથે હવે કોઇ સંબંધ નથી: ભરતસિંહ સોલંકી
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાના પત્ની વિરૂદ્ધ જાહેર નોટિસ પાઠવી હતી અને કહ્યું હતું કે, પત્ની રેશ્મા પટેલ સાથે હવે કોઇ સંબંધ નથી અને છેલ્લા 4 વર્ષથી અલગ રહીએ છીએ. સાથે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે, પત્ની કહ્યામાં નથી, મનસ્વી રીતે વર્તે છે. માટે કોઈ વ્યક્તિએ રેશ્મા પટેલ સાથે નાણાકીય લેવડ દેવડ કરવી નહિ. તેમ છતાં કોઇ નાણાંકીય લેવડ દેવડ કરશે તો તેની જવાબદારી ભરતસિંહ સોલંકીની રહેશે નહીં. આવી એક જાહેર નોટિસ ગુજરાત કોંગ્રેસના નેતા દ્વારા પાઠવવામાં આવી હતી.  

મિલકતમાં પોતાનો ભાગ હોવાની નોટીસ
મહત્વનું છે કે રેશ્માબન પટેલે અગાઉ પણ વકીલ મારફતે પોતાનો જાહેર ખુલાસો કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે મારા પતિ ભરતસિંહ સોલંકી કોરોનામાં સપડાયા ત્યારે મેં તેમની ખુબ સેવા કરી છે. જે બાદ તેમને પુન:જીવન આપ્યું છે પરતું સાજા થયા બાદ તેઓએ છુટાછેડા આપવા માટે દબાણ કરતા હોવાનો ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્માબેન  પટેલે આક્ષેપ લગાવ્યો હતો. જે બાદ વધુમાં તેમણે જણાવ્યું હતું કે મારા પતિએ મને ઘરમાંથી કાઢી મુકી છે અને મારા પર તેમના દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો પાયા વિહોણા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bharatsinh Solanki Congress leader Quarrel Wife resma patel કોંગ્રેસ નેતા ઘરકંકાસ ઝઘડો પત્ની ભરતસિંહ સોલંકી રેશ્મા પટેલ Bharatsinh Solanki and his wife
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ