બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Concern over the new variant of corona virus in many countries including Israel, America

કોરોનાનો નવો વેરિયન્ટ / ઈઝરાયલ, અમેરિકા સહિત અનેક દેશોમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટથી ચિંતા, WHOએ પણ આપી ચેતવણી

Priyakant

Last Updated: 08:38 AM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Covid-19 BA.2.86 Variant News: COVID-19નો આ પ્રકાર ઇઝરાયેલ, ડેનમાર્ક, US અને UK સિવાય સ્વિટ્ઝર્લેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો

  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અધિકારીએ આપી ચેતવણી 
  • BA.2.86 નામનો અત્યંત મ્યુટન્ટ કોવિડ-19 પ્રકાર મળી આવ્યો
  • BA.2.86 પહેલા કરતા પણ વધુ ખતરનાક: WHO અધિકારી 

દુનિયાભરમાં કોરોના મહામારી દરમિયાન થયેલા નુકસાનને કારણે થયેલા ઘા હજુ રૂઝાયા નથી કે કોવિડના અન્ય એક પ્રકારે આરોગ્ય નિષ્ણાતોની ઊંઘ હરામ કરી દીધી છે. આ તરફ હવે તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના એક અગ્રણી અધિકારીએ માહિતી આપી હતી કે, BA.2.86 નામનો અત્યંત મ્યુટન્ટ કોવિડ-19 પ્રકાર મળી આવ્યો છે, જે પહેલા કરતા પણ વધુ ખતરનાક છે.

એક અહેવાલ મુજબ BA.2.86 નામનો COVID-19 પ્રકાર ઇઝરાયેલ, ડેનમાર્ક, US અને UK સિવાય સ્વિટ્ઝર્લેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો છે. જોકે આના કારણે બીમાર પડેલા લોકોની સંખ્યા ઓછી છે. આ પહેલા પણ કોરોનાના ઘણા નવા વેરિયન્ટ્સ વચ્ચે આવીને લોકોને પરેશાન કર્યા છે.

ડેનમાર્કમાં પહેલો કેસ જોવા મળ્યો 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર BA.2.86 નામનો કોવિડ-19 વેરિઅન્ટ સૌપ્રથમ ડેનમાર્કમાં 24 જુલાઈના રોજ મળી આવ્યો હતો. જ્યારે એક દર્દી ગંભીર રીતે બીમાર થઈ જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ વેરિઅન્ટ મળ્યા પછી એરપોર્ટ પર મુસાફરોની નિયમિત તપાસ કરવામાં આવી હતી, જેમાં BA.2.86 વેરિઅન્ટ મળી આવ્યો હતો. આ સિવાય કોવિડ-19ના નવા વેરિઅન્ટ પણ વોટર ટેસ્ટિંગમાં જોવા મળ્યા હતા.

Tag | VTV Gujarati

વૈજ્ઞાનિકોએ કર્યું નિરીક્ષણ 
વિશ્વના ઘણા વૈજ્ઞાનિકો કહે છે કે, BA.2.86 પર દેખરેખ રાખવી જરૂરી હતી, પરંતુ રસીકરણ અને પ્રી-ઇન્ફેક્શનથી વિશ્વભરમાં તૈયાર કરાયેલા રક્ષણને ધ્યાનમાં લેતા, તેનાથી ગંભીર બીમારી અને મૃત્યુની શક્યતા નહિવત છે. કોવિડ-19 ટેકનિકલ ચીફ મારિયા વાન કેરખોવે WHOના COVID-19 ટેકનિકલ ચીફ મારિયા વાન કેરખોવે BA.2.86 સંબંધિત તેમની પ્રથમ મુલાકાતમાં જણાવ્યું હતું કે, ચેપ લાગવાની સંખ્યા ઓછી છે. તેમણે કહ્યું કે, શોધાયેલ કેસો જોડાયેલા નથી, તે દર્શાવે છે કે તે પહેલાથી જ વધુ વ્યાપક રીતે ફેલાઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ