બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / અમદાવાદ / Commendable performance of Regional Passport Office at Gulbai Tekra

સરાહનીય કામગીરી / એવું શું થયું કે 2 જ કલાકમાં અમદાવાદની રિજનલ ઓફિસે આ ભાઇનો પાસપોર્ટ તૈયાર કરી નાખ્યો, જાણો કારણ

Malay

Last Updated: 09:48 AM, 27 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુલબાઈ ટેકરા ખાતેની રિજનલ પાસપોર્ટ ઓફિસની સરાહનીય કામગીરી, બધા કામ પડતા મૂકીને અમેરિકામાં કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પિતાને માત્ર 2 કલાકમાં પાસપોર્ટ બનાવી આપ્યો.

 

  • ગુલબાઈ ટેકરા ખાતેની રિજનલ પાસપોર્ટ ઓફિસની સરાહનીય કામગીરી
  • અમેરિકામાં મૃત્યુ પામેલા યુવકના પિતાને માત્ર 2 કલાકમાં પાસપોર્ટ બનાવી આપ્યો
  • રિજનલ પાસપોર્ટ ઓફિસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું 

અમદાવાદના ગુલબાઈ ટેકરાની રિજનલ પાસપોર્ટ ઓફિસની કામગીરીના લોકો વખાણ કરી રહ્યા છે.  પાસપોર્ટ ઓફિસે અમેરિકામાં કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પિતાને પુત્રની અંત્યેષ્ટિ માટે જવા માત્ર 2 કલાકમાં પાસપોર્ટ બનાવી આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

એકના એક દીકરાના અવસાનથી પરિવારમાં શોક
મળતી માહિતી અનુસાર, અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા જતીનકુમાર પટેલનો એકનો એક પુત્ર શ્રેય પટેલ (ઉં.વ 23) અમેરિકામાં અભ્યાસ માટે ગયો હતો. અમેરિકામાં શ્રેય ક્રિસમસ વેકેશનમાં મિત્રો સાથે ફરવા ગયો હતો. આ દરમિયાન બરફના તોફાનને કારણે રોડ અકસ્માત થતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. એકના એક દિકરાના અવસાનના સમાચારથી અમદાવાદના પટેલ પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું હતું. 

રિજનલ પાસપોર્ટ ઓફિસરને કરી હતી રજૂઆત
દીકરાનું અવસાન થતાં પિતા પાસે પુત્રનું મોઢું છેલ્લીવાર જોવા અમેરિકા જવા માટે પાસપોર્ટ નહતો. તેથી જતીનકુમાર અને તેમના સગાં સોમવારે ગુલબાઈ ટેકરા ખાતેની રિજનલ પાસપોર્ટ ઓફિસે પહોંચ્યા હતા અને રિજનલ પાસપોર્ટ ઓફિસર (આરપીઓ) રેન મિશ્રાને મળ્યા હતા. તેઓએ અમેરિકા જવા તાત્કાલિક પાસપોર્ટની જરૂર હોવાની RPOને રજૂઆત કરી હતી.

2 કલાકમાં બનાવી આપ્યો પાસપોર્ટ
જે બાદ તેઓએ વિદેશના સરકારી દસ્તાવેજ, પોલીસ રિપોર્ટ અથવા હોસ્પિટલનો રિપોર્ટ ધ્યાને લીધો હતો. જતીનકુમારે રજૂઆત કરતાની સાથે માનવતા દાખવીને પાસપોર્ટ ઓફિસના કર્મચારીઓ અન્ય કામ બાજુએ મૂકી તત્કાલ નવો પાસપોર્ટ બનાવવામાં લાગી ગયા હતા. આમ માત્ર બે કલાકમાં પાસપોર્ટ તૈયાર કરી આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ