બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / CNG PNG Price: Gas price for April will be capped at 6.5 says government of India

દેશ / CNG-PNG ના ભાવ નક્કી કરવા માટે મોદી સરકાર લાવી નવી ફોર્મ્યુલા, જાણો તમને ફાયદો થશે નુકસાન

Vaidehi

Last Updated: 05:32 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CNG-PNG Prices New Rule: કેન્દ્રીય મંત્રીમંડળએ કિંમત નક્કી કરવાનાં ફોર્મ્યુલામાં ફેરફાર કરતાં 31 માર્ચ 2025 સુધીનાં સમય માટે એટલે કે 2 વર્ષોનાં દર પર 6.5 ડોલર પ્રતિ mmBtuનો કેપ લગાડ્યો છે.

  • CNG-PNGનાં ભાવમાં થશે ઘટાડો
  • સરાકારે નવા ફોર્મ્યુલામાં ફેરફાર કર્યાં
  • 2 વર્ષો માટેનાં દર પર 6.5 ડોલર પ્રતિ mmBtuનો કેપ 

સરકારે શુક્રવારે હાલમાં જ સ્વીકૃત નવાં મૂલ્ય નિર્ધારણ ફોર્મ્યુલા અનુસાર એપ્રિલનાં બાકી રહેલા સમયગાળા માટે પ્રાકૃતિક ગેસની કિંમત 7.92 ડોલર પ્રતિ યૂનિટ કરવાની ઘોષણા કરી છે. જો કે આ દરમિયાન ગ્રાહકોનાં દર 6.5 ડોલર પ્રતિ યૂનિટ સુધી સીમિત કરી દીધાં છે. પેટ્રોલિયમ મંત્રાલયનાં પેટ્રોલિયમ યોજના તેમજ વિશ્લેષણ સેલનાં એક આદેશ અનુસાર 8 એપ્રિલથી 30 એપ્રિલ સુધીનાં સમય માટે પ્રાકૃતિક ગેસની કિંમત 7.92 ડોલર પ્રતિ mmBtu રહેશે.

રસોઈ ગેસની કિંમતોમાં 10% ઘટાડો શક્ય
કેન્દ્રીય મંત્રીમંડળે નેચરલ ગેસનાં મૂલ્ય નિર્ધારણ ફોર્મ્યુલામાં ફેરફાર કરી 31 માર્ચ 2025 સુધીનાં સમય માટે એટલે કે 2 વર્ષ માટે દરોને 6.5 ડોલર પ્રતિ mmBtu રાખવા માટે કેપ લગાડ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ONGC માટે નામાંકિત ક્ષેત્રોથી ઉત્પાદિત ગેસની કિંમતો 6.5 ડોલર પ્રતિ mmBtu ની કેપ અંતર્ગત હશે. હાલની કિંમતો પર 1/4નો કેપ લગાડવાનાં નિર્ણય બાદ CNG અને પાઈપની મદદથી પહોંચાડાતી રસોઈ ગેસની કિંમતોમાં 10% સુધીનો ઘટાડો આવી શકે છે.

ભાવમાં થઈ શકે છે ઘટાડો
સરકારનાં આ નિર્ણય બાદ દિલ્હીમાં CNGની કિંમત 79.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઘટીને 73.59 રૂપિયા પ્રતિ કિલોગ્રામ  અને PNGની કિંમત 53.59 રૂપિયા પ્રતિ હજાર ઘન મીટરથી ઘટીને 47.59 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી શકે છે. મુંબઈમાં CNGની કિંમચ 87 રૂપિયાની જગ્યાએ 79 રૂપિયા પ્રતિ કિલો થઈ શકે છે.

નેચરલ ગેસની કિંમતો હવે મૂલ્ય અને કેપનાં આધારે નક્કી થશે
પેટ્રોલિયમ ગેસનાં દર નિર્ધારણનો સરકારનો આ ફોર્મ્યુલા અનુસાર ગેસની કિમત 31 માર્ચનાં સમાપ્ત તારીખથી પહેલાં 6 મહિના 59.53 ડોલર પ્રતિ mmBtu હતી. ONGC અને OILની તરફથી પોતાના નામાંકિત ક્ષેત્રોનાં ઉત્પાદિત ગેસ માટે APM મૂલ્ય એક આધાર કિંમત એટલે કે સીલિંગની અંતર્ગત હશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ