બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM Vijay Rupani statement in junagadh
Kavan
Last Updated: 02:15 PM, 21 July 2021
ADVERTISEMENT
રાજ્યમાં ઉત્તરોત્તર કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે. તો રાજ્યમાં ધંધા-રોજગારને પણ છૂટછાટ આપવામાં આવી તો કોલેજ અને ધોરણ-12ના ઓફલાઈન વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે હવે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવાને લઈને રાજ્યના મુખ્યમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે.
ગુજરાતમાં ક્યારે શરુ થશે પ્રાથમિક શિક્ષણ?
ADVERTISEMENT
રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે સરકાર વિચારણી કરી રહી છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આગામી કેબિનેટની બેઠકમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે વિચારણા કરાશે.
કેન્દ્રની ગાઈડલાઈન બાદ નિર્ણય લેવાનું CM રૂપાણીએ આપ્યું નિવેદન
હાલની સ્થિતિ અને ભવિષ્યની સ્થિતિ અંગે અભિપ્રાય લઇશું. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ગાઇડલાઇન આવશે ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે.
ઓક્સિજનની અછતથી મૃત્યુના આક્ષેપ મામલે CM રૂપાણીનું નિવેદન
રાજ્યમાં ઓક્સિજનથી અછતથી થયેલા મૃત્યુના આક્ષેપને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી માટે ખોટા પ્રહાર કરે છે. આ સાથે જ એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઓક્જિનની અછતથી કોઇ મૃત્યુ થયાં નથી.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
મંગળવારે રાજ્યમાં કોરોનાનાં નવા 29 કેસ નોંધાયા છે. જો કે ગઇકાલની સરખામણીએ કોરોનાના નવા 5 કેસનો વધારો થયો છે.
કોરોનાથી આજે એક પણ દર્દીનું મૃત્યુ નહીં
બીજી તરફ રાજ્યમાં કોરોનાને કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયુ નથી જેને લઈ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે આ તરફ એક જ દિવસમાં 61 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10 હજાર 76 લોકોને કોરોના ભરખી ગયો છે. જો વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 411 દર્દી સારવાર હેઠળ છે. જો કે નાજુક સ્થિતિના કારણે 5 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે જ્યારે 406 દર્દીની હાલત સ્થિર જણાઈ રહી છે
રાજ્યમાં 24 કલાકમાં 61 દર્દી સ્વસ્થ થયા
રાજ્યના મોટા શહેરમાં કોરોના હવે કાબૂમાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે પરતું હજુ પણ સંભવિત ત્રીજી લહેરનો ખતરો જોવાઈ રહ્યો છે. હાલ મહાનગરોમાં પણ કોરોનાની રફતાર ધીમી પડી છે. અમદાવાદમાં 6, સુરતમાં 4 અને વડોદરામાં 7 કેસ નવા કેસ નોંધાયા છે...તો રાજકોટમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.