બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / CM Vijay Rupani inaugurate ambaji festival first time tent city
અંબાજી ખાતે આ મેળો આગામી 9 સપ્ટેમ્બરથી 15 તારીખ સુધી ચાલશે. જેમાં તંત્ર દ્વારા યાત્રીઓ માટે જમવાની સુવ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે આ વખતના અંબાજી મેળામાં યાત્રીઓ માટે સૌ પ્રથમ વખત ટેન્ટ સીટી બનાવવામાં આવી છે.
જ્યારે બીજી તરફ ગુજરાતમાં હુમલાના એલર્ટને લઇને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જોકે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાતને લઇને પોલીસ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT

બનાસકાંઠામાં આવેલ મા અંબાજી ધામમાં આવતીકાલથી મેળાનો પ્રારંભ થશે. આ મેળાને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્ધારા ખુલ્લો મુકવામાં આવશે. આગામી 9 થી 15 તારીખ સુધી અંબાજી ખાતે આ મેળો ચાલશે.
આ મેળામાં આવનાર યાત્રીઓ માટે તંત્ર દ્વારા જમવાની સુઘડ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અંબાજીમાં પ્રથમ વખત ટેન્ટ સીટી બનાવવામાં આવી છે. જેમાં યાત્રીઓ માટે ખાસ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ હુમલાને એલર્ટને લઈને પોલીસ દ્ધારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT

તંત્ર દ્વારા મા અંબાજીના મહામેળાની તૈયારીઓ પૂર્ણ
અંબાજી મા અંબાના ભાદરવીના મહામેળાને લઈને તૈયારીઓ પૂર્ણ થઇ હતી. ભાદરવી પૂનમનો અંબાજી ખાતે મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ભાદરવી પૂનમના મહામેળામાં 33 લાખ જેટલા માઇ ભક્તો આવવાનો અંદાજ છે.
ત્યારે આ માઇભક્તોના અંદાજને અનુલક્ષીને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. બનાસકાંઠા કલેકટર દ્વારા સ્વચ્છતા પર ભાર મુકવામાં આવ્યો છે. ભાદરવી પૂનમનો મહામેળો સ્વચ્છતા અને પ્લાસ્ટિકની થીમ સાથે શરૂ થનાર છે.
પ્લાસ્ટિક મુક્ત આ ભાદરવી પૂનમના મહામેળાની થીમ છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે અને અંબાજીમાં ભાદરવીના મહા મેળાને લઈને તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે.
ભાદરવી પુનમને લઇને ST વિભાગનું ખાસ આયોજન
અંબાજી ખાતે ભાદરવી પુનમના મેળાને લઇને એસટી વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂનમના મેળાને લઇને એસટી વિભાગે બસોના રૂટ વધારવાનો નિર્ણય કર્યો છે.
જેમાં રાજ્યભરમાંથી 1100થી વધુ બસના રૂટ શરૂ કરાશે. જ્યારે અમદાવાદ, પાલનપુર, હિંમતનગર, મહેસાણાથી પણ બસના રૂટ શરૂ કરાશે. જ્યારે અમદાવાદમાંથી માઇ ભક્તો માટે એસટી વિભાગ દ્વારા 250થી વધુ બસો દોડાવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.