બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM Bhupendra Patel will be present at the inauguration of Parikrama Mahotsav in Ambaji from today

શક્તિપીઠ / અંબાજીમાં પરિક્રમા મહોત્સવનો આજથી શુભારંભ, CM પટેલ આપશે હાજરી, 17 કરોડના વિકાસના કાર્યોની કરાવશે શરૂઆત

Vishnu

Last Updated: 12:26 AM, 8 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાજી ખાતે 8 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ભવ્ય કાર્યક્રમનું છે આયોજન, સીએમ ભૂપેન્દ્ર પટેલ  દેશના સૌથી મોટા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કરશે

  • CM ભૂપેન્દ્ર પટેલ જશે અંબાજીના પ્રવાસે 
  • વિકાસ કાર્યોની કરશે શરૂઆત
  • લાઈટ શોનું કરશે ઉદ્ધાટન

જૂનાગઢની લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે  પણ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવનાર છે. ત્રણ દિવસ કાર્યક્રમમાં અંબાજીમાં યજ્ઞ હોમ હવન અને ભજનથી ભક્તિમય માહોલ રહેશે.   8થી 10 એપ્રિલના 51 શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 

17 કરોડના વિકાસ કાર્યોની CM ભૂપેન્દ્ર પટેલ આપશે ભેટ
CM ભૂપેન્દ્ર પટેલ આજે અંબાજીના પ્રવાસે છે જયાં તેઓ 17 કરોડના વિકાસના કાર્યોની શરૂઆત કરાવશે. ગબ્બર પર દેશના સૌથી મોટા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કરશે તેમજ ત્રી-દિવસીય ગબ્બર પરિક્રમા મહોત્સવમાં આપશે હાજરી આપશે

લાઈટ શોનું કરશે ઉદ્ધાટન
ભારતમાં સૌથી મોટા લાઇટ શૉનો 8 એપ્રિલે શુભારંભ થવા જઇ રહ્યો છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેનું લોકાર્પણ થશે.વીટીવી ન્યૂઝ સમક્ષ લાઇટ અને સાઉન્ડ શૉનો એક્સક્લુઝીવ વીડિયો સામે આવ્યો છે.  ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શોનું રિહર્સલ કરવામાં આવ્યુ હતું તે વીડિયો સામે આવ્યો છે. ગબ્બર પર્વત પર, શિવજી, અંબાજી મંદિર સહિતની વિવિધ પ્રતિકૃતિઓની દર્શાવવામાં આવી છે.લાઇટ અને સાઉન્ડ શોનુ રિહર્સલ કરવામાં આવ્યુ હતું જેનો ભવ્ય નજારો જોવા મળ્યો.

51 શક્તિપીઠ પરિક્રમાનું કેવું છે આયોજન ?
8 એપ્રિલે સવારે 6 વાગ્યાથી તમામ મૂર્તિઓની પ્રક્ષાલન વિધિ થશે. 51 જેટલા અંબાજીના અગ્રણીઓ ગબ્બર પર્વત પરથી જ્યોત લાવશે .8 એપ્રિલે શોભાયાત્રા કાઢીને પરિક્રમાની શરૂઆત થશે. 2.8 કિલોમીટરની લંબાઈમાં 1500 પગથિયામાં પરિક્રમા થશે. 3 દિવસ અંબાજીમાં યજ્ઞ, હોમ હવન, ભજનથી ભક્તિમય માહોલ રહેશે. 9 એપ્રિલે 650 જેટલા આનંદ ગરબા મંડળ પરિક્રમામાં જોડાશે. 10 એપ્રિલે આનંદ ગરબા મંડળો પાલખી યાત્રા યોજશે. શક્તિપીઠ અંબાજીના ગબ્બર પર્વત પર પરિક્રમા યોજાશે. આ પ્રસંગે ભારતના સૌથી મોટા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરાયું છે..યાત્રાધામ વિકાસ બોર્ડે પણ અલગ અલગ રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓને આમંત્રણ આપ્યું છે.

કોણ કોણ રહેશે હાજર ?
યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન પ્રખ્યાત ગાયિકા અનુરાધા પોનડવાલ 8 તારીખે અંબાજી આવશે. આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલ  કોટેશ્વર મંદિર ખાતે ભૂમિપૂજન કરશે. મુખ્યમંત્રી રાત્રે  8 વાગ્યે સૌથી મોટા લાઈટ શોનું લોકાર્પણ કરશે. જ્યારે  9એપ્રિલે તારક મહેતાની ટીમ પણ અંબાજી આવશે. 

ભક્તોને નહી પડે અગવગડતા 
51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન રાજ્ય સરકારના માર્ગદર્શનથી શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જે માટે વિવિધ સમિતિઓના અધિકારીઓને જે કામગીરી સોંપાઈ છે તે ચોકસાઈપૂર્વક કરવા, સમગ્ર પરિક્રમા મહોત્સવ દરમિયાન સ્વચ્છતા અંગે સવિશેષ ધ્યાન આપવા અને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. 

જાણો સમગ્ર આયોજન ટૂંકમાં

  • આજે સવારે 6 વાગ્યાથી તમામ મૂર્તિઓની પ્રક્ષાલન વિધિ થશે
  • 51 જેટલા અંબાજીના અગ્રણીઓ ગબ્બર પર્વત પર જ્યોત લાવશે
  • આજે શોભાયાત્રા કાઢી પરિક્રમાની શરૂઆત થશે
  • 2.8 કિલોમીટરની લંબાઈમા 1500 પગથિયામાં થશે પરિક્રમા
  • 3 દિવસ અંબાજીમા યજ્ઞ હોમ હવન ભજનથી ભક્તિમય માહોલ રહેશે
  • 9 એપ્રિલે 650 જેટલા આનંદ ગરબા મંડળ પરિક્રમામાં જોડાશે
  • ભાદરવી પૂનમિયા સંઘો મોટી સંખ્યામાં જોડાશે
  • 10 એપ્રિલે આનંદ ગરબા મંડળો પાલખી યાત્રા યોજશે
  • યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓને અપાયું આમંત્રણ
  • પ્રખ્યાત ગાયિકા અનુરાધા પોનડવાલ 8 તારીખે આવશે અંબાજી
  • 9 તારીખે તારક મહેતાની ટીમ પણ આવશે અંબાજી
  • આજે મુખ્યમંત્રી કોટેશ્વર મંદિર ખાતે ભૂમિપૂજમ કરશે
  • મુખ્યમંત્રી રાત્રે 8 વાગ્યે ભારતના સૌથી મોટા લાઈટ શોનું કરશે લોકાર્પણ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ