બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Class 12 passed students managed the Gujarat Legislative Assembly

અનોખો પ્રયોગ / ગુજરાત વિધાનસભામાં આજે બેઠા નાનકડા ધારાસભ્યો, બાળનેતાઓને જોઈ પ્રેક્ષક ગેલરીમાં બેઠેલા મંત્રીઓ પણ થયા રાજી

Khyati

Last Updated: 12:03 PM, 21 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભા 3 કલાક માટે વિદ્યાર્થીઓના હાથમાં, પહેલીવાર મોક વિધાનસભાનું કરાયુ આયોજન, 182 ધારસભ્યો બનેલા વિદ્યાર્થીઓ દ્વારા કરાયા સવાલ જવાબ

  • 3 કલાક માટે વિદ્યાર્થીઓના હાથમાં ગુજરાત વિધાનસભા
  • 182 વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા સવાલજવાબ
  • સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી-ધારસભ્યો પ્રેક્ષક ગેલેરીમાં બેઠા 

આજની યુવા પેઢી એ આવતીકાલનું ભવિષ્ય છે. તેઓ સામાજિક, રાજકીય  તથા  રાજનીતિના પ્રવાહો તથા બંધારણ વિશેની સમજ કેળવી શકે અને આગામી સમયમાં ઉત્તમ સમાજનું નિર્માણ કરી શકે તેવા આશયથી ગુજરાત વિધાનસભામાં આજે મોક એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર વિધાનસભા ખાતે 182  વિદ્યાર્થીઓ દ્વારા  મોક એસેમ્બલીની સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે શરૂઆત કરવામાં આવી.

વિદ્યાર્થીઓ દ્વારા મોક વિધાનસભાનું આયોજન

ગુજરાત વિધાનસભામાં આજે જોવા મળ્યુ ગુજરાતનું ભાવિ.  જી,હા ગુજરાત સરકાર 3 કલાક માટે 182 વિદ્યાર્થીઓના હાથમાં હતી તે કહેવુ ખોટુ નહી. કારણ કે જે રીતે મંત્રી, ધારસભ્યો વિધાનસભામાં બેસે તેવી જ રીતે આ વિદ્યાર્થીઓ પણ વેલડ્રેસ અને પુરતા જ્ઞાન સાથે વિધાનસભામાં બેઠા.  ગુજરાતની સાંપ્રત સમસ્યાઓ તથા સરકારની કામગીરી જેવી કે  , સ્ટેચ્યુ ઑફ યુનિટી, ધનવંતરિ રથ તથા કોરોના અંગે સવાલ જવાબ કરતા જોવા મળ્યા.

મુખ્યમંત્રી સહિત મંત્રીઓ ખુશખુશાલ જણાયા

ગુજરાતની વિધાનસભામાં એવુ પહેલી વાર જોવા મળ્યુ કે મુખ્યમંત્રી સહિત મંત્રીઓ, ધારસભ્યો, સ્પીકર પ્રેક્ષક ગેલરીમાં જોવા મળ્યા. આવુ દ્રશ્ય આજે પ્રથમવાર જોવા મળ્યુ. વિધાનસભામાં જે ગંભીર ચહેરા જોવા મળતા હતા તે તમામ આજે પ્રેક્ષક ગેલેરીમાં ખુશખુશાલ જોવા મળ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલ, નીમાબેન આચાર્ય, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત તમામ દિગ્ગજો વિદ્યાર્થીઓ દ્વારા વિધાનસભા ચલાવતા જોઇને આનંદિત થયા. તેઓ દરેકના સવાલ તથા જવાબ આપવાની રીત વગેરે જોઇને ખુશ જણાયા હતા. 

 

કોણ છે એક દિવસના મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ અને વિરોધપક્ષના નેતા ? 

એક દિવસીય મોક વિધાનસભામાં મુખ્યમંત્રી તરીકે અમદાવાદની ઝાયડસ સ્કૂલમાં ધો-12માં અભ્યાસ કરતો રોહન રાવલની પસંદગી થઇ છે.  6 પ્રકારના ઇન્ટરવ્યૂ આપી મુખ્યમંત્રી તરીકે રોહનની પસંદગી કરવામાં આવી છે. આ સાથે વિપક્ષના નેતા તરીકે ગૌતમ દવે નામના વિદ્યાર્થીની પસંદગી થઈ છે. આ તરફ વિધાનસભાના અધ્યક્ષ તરીકે મીશ્રી શાહ નામની વિદ્યાર્થીનીની પસંદગી કરવામાં આવી છે. 

ધોરણ-12 અને કોલેજના વિદ્યાર્થીઓએ ચલાવી વિધાનસભા

ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્ય દ્વારા મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ.નીમાબેન આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને વિધાનસભામાં એક દિવસના ધારાસભ્ય અને મંત્રી બનાવવાનું આયોજન કરાયું  હતું. જેથી તેમને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે.  વધુમાં જણાવ્યું હતું કે, આ માટે 3500 સ્કૂલનો સંપર્ક કર્યા બાદ વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે આજે વિદ્યાર્થીઓની વિધાનસભામાં ધોરણ 12 અને કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ  કરતા વિદ્યાર્થીઓ હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ