બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / clash with police in mehsana civil hospital gujarati news

માથાકૂટ / મહેસાણા સિવિલમાં બબાલ! જેલમાં બંધ આરોપીને સારવાર માટે લવાયો, સગાઓએ પોલીસ કર્મીને અપશબ્દો કહેતા મામલો બિચક્યો

Dhruv

Last Updated: 01:51 PM, 5 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાની સિવિલમાં જેલમાં બંધ આરોપીને સિવિલમાં સારવાર માટે લવાતા દર્દીના સગાઓએ હોબાળો મચાવ્યો.

  • મહેસાણાની સિવિલમાં દર્દીના સગાંઓએ હોબાળો મચાવ્યો
  • જેલમાં બંધ આરોપીને સિવિલમાં સારવાર માટે લવાયો હતો
  • આરોપીના સબંધી અને ગામલોકોએ સિવિલમાં મચાવ્યો હોબાળો

મહેસાણાની સિવિલમાં દર્દીના સગાંઓએ ભારે હોબાળો મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. પરંતુ તેઓને આ હોબાળો મચાવવો ભારે પડ્યો છે. સમગ્ર ઘટના એવી છે કે, જેલમાં બંધ આરોપીને સિવિલમાં સારવાર માટે લવાયો હતો. દરમ્યાન આરોપીના સબંધી અને ગામલોકોએ સિવિલમાં હોબાળો મચાવ્યો હતો. સગાસંબંધીએ આરોપીને મળવાની બાબતે હોબાળો મચાવ્યો હતો. ત્યાં ફરજ પર હાજર રહેલા પોલીસ કર્મીને આરોપીના સંબંધીઓએ અપશબ્દો કહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આથી હોબાળો મચાવીને અપશબ્દો કહેતા લોકોની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ભયનું વાતાવરણ ઊભું કરવું એ ફરજમાં રુકાવટ મામલે તેઓની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી.

આરોપીને શનિવારે મહેસાણા સિવિલમાં સારવાર અર્થે લવાયો હતો

અત્રે તમને જણાવી દઇએ કે, મહેસાણા જેલમાં એટ્રોસિટી અને લૂંટના કેસમાં બંધ આરોપીને સિવિલમાં સારવાર અર્થે લવાયો હતો. દરમ્યાન તેના સગાંઓએ આરોપીને મળવા બાબતે હોબાળો મચાવ્યો હતો. એ સિવાય આરોપીના સંબંધીઓએ પોલીસકર્મીને અપશબ્દો કહેતા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજમાં રૂકાવટ મામલે ફરિયાદ નોંધાઇ. મહેસાણા તાલુકાના અલોડા ગામે છેલ્લાં ઘણા સમયથી ચાલી રહેલા વિવાદિત જમીનમાં પોલીસ ચોપડે દાખલ થયેલ એટ્રોસિટી અને લૂંટના કેસમાં મહેસાણા જેલમાં બંધ આરોપીને શનિવારે સવારે મહેસાણા સિવિલમાં સારવાર અર્થે લવાયો હતો. જ્યાં સગાસંબંધીએ આરોપીને મળવાની જીદ્દ કરતા પોલીસ સાથે તેઓને બોલાચાલી થઇ ગઇ. આથી, અંતે ફરજમાં રુકાવટ મામલે તેઓની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી.

જાણો શું હતી સમગ્ર ઘટના?

  • મહેસાણાની સિવિલમાં દર્દીના સગાંઓએ હોબાળો મચાવ્યો
  • જેલમાં બંધ આરોપીને સિવિલમાં સારવાર માટે લવાયો હતો
  • આરોપીના સબંધી અને ગામલોકોએ સિવિલમાં મચાવ્યો હોબાળો
  • સગાંઓએ ફરજ પર હાજર પોલીસ કર્મીને અપશબ્દો કહ્યાં હતા
  • હોબાળો મચાવી અપશબ્દો કહેતા નોંધાઇ પોલીસ ફરિયાદ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ