બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / clarification on Congress alliance with Gujarat AAP Congress clarification after Bharat Singh Solankis statement

ઈલેક્શન 2022 / ગુજરાત AAP સાથે કોંગ્રેસના ગઠબંધન પર મોટી સ્પષ્ટતા, ભરતસિંહ સોલંકીના નિવેદન બાદ કોંગ્રેસની ચોખવટ

Kishor

Last Updated: 10:52 PM, 3 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષો મહેનતમાં લાગી ગયા છે. નેતાઓ આગામી દિવસોમાં ગુજરાતમાં પ્રચાર માટે કાર્યક્રમ ઘડી રહ્યા છે.

  • રાજકીય પક્ષો રણનીતિ ઘડવામાં વ્યસ્ત
  • કેજરીવાલે ગુજરાતીમાં માગ્યો જનતાનો સાથ
  • આલોક શર્માએ કરી સ્પષ્ટતા

ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ તમામ પક્ષો સક્રિય થઈ ગયા છે. બધા વચ્ચે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ ગઈ છે. આપના કાર્યકરો ગુજરાતનો ખૂણે ખૂણો ખૂંદી રહ્યા છે. ત્યારે હવે અરવિંદ કેજરીવાલે એક વીડિયો દ્વારા ગુજરાતની જનતા પાસે એક તકની માગણી કરી છે અને એ પણ આપણી ગુજરાતી ભાષામાં. 


ભરતસિંહ સોલંકી આ શું બોલ્યા?
ભાજપે આજથી પ્રભારીઓની 3 દિવસ સુધી ચાલનારી મહત્વની બેઠક પણ શરૂ કરી દીધી છે અને આગેવાનો પીએમની ગુજરાતમાં સભાનો કાર્યક્રમ ઘડવાની તૈયારી કરવામાં વ્યસ્ત બની ગયો છે. તો કોંગ્રેસે પણ પ્રચારની રણનીતિ ઘડી કાઢી છે અને સમગ્ર દેશના કોંગ્રેસના નેતાઓ આગામી દિવસોમાં ગુજરાતમાં પ્રચાર માટે લાવવાનો તખતો તૈયાર કરી રહી છે. વધુમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પગદંડો જમાવવા હવે ગુજરાતી ભાષામાં મતદારોને રિઝાવી રહ્યા છે. ત્યારે કદાચ કોંગ્રેસ પણ આમ આદમી પાર્ટીથી થોડી રિઝાઈ હોઈ તેવું ચિત્ર ઊભું થયું છે. ગઈકાલે રાધનપુરમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા હતી, તેમાં જેમાં પૂર્વ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોંલકીએ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની તૈયારી દર્શાવી છે. 
 

આલોક શર્માએ કરી સ્પષ્ટતા
જો કે, વિધાનસભા ચૂંટણી ટાણે ભરતસિંહનો આ પ્રસ્તાવ ભલે બીજા કોઈ પક્ષને ગમ્યો હોય કે ન ગમ્યો હોય પરંતુ  પોતાના જ પક્ષને ભરતસિંહની આ વાત વ્યાજબી લાગી નથી. આજે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ સ્પષ્ટતા કરી કે, કોંગ્રેસ AAP સાથે કોઈ પણ પ્રકારનું ગઠબંધન કરશે નહીં.  આમ, જ્યારે હવે ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ પક્ષો પોતાનું સ્થાન મજબૂત સમજી રહ્યા  છે. દરેક પક્ષો એવા વહેમમાં રાચી રહ્યા છે કે, જનતા તેમને જ આશીર્વાદ આપશે.પરંતું ગુજરાતની જનતાના મનમાં શું છે તે તો ચૂંટણી પરિણામ બાદ જ ખબર પડશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ