બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / CJI's last day in Supreme Court today: Senior advocate starts crying in open court

દેશ / સુપ્રીમ કોર્ટમાં CJIનો આજે છેલ્લો દિવસ: ઓપન કોર્ટમાં રડવા લાગ્યા સિનિયર એડવોકેટ, કહ્યું તમે જનતાના જજ

Priyakant

Last Updated: 01:27 PM, 26 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેરેમોનિયલ બેન્ચને વિદાય આપતાં એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું, તમારી નિવૃત્તિથી અમે એક બૌદ્ધિક અને ઉત્કૃષ્ટ ન્યાયાધીશને ગુમાવી રહ્યા છીએ

  • સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમના આજે નિવૃત્ત થયા
  • સીનિયર એડવોકેટે કહ્યું, તમે લોકોના ન્યાયાધીશ છો 
  • પ્રથમવાર CJIની ઔપચારિક બેન્ચનું લાઈવ સ્ટ્રીમિંગ થયું 
  • આગામી CJI હશે UU લલિત, માત્ર 74 દિવસ માટે CJI બનશે લલિત

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમના શુક્રવારે એટલે કે આજે નિવૃત્ત થયા છે. તેમના કાર્યકાળના છેલ્લા બે દિવસમાં તેમણે ઘણા મહત્વપૂર્ણ કેસોની સુનાવણી કરી હતી. સેરેમોનિયલ બેન્ચને વિદાય આપતાં એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું, તમારી નિવૃત્તિથી અમે એક બૌદ્ધિક અને ઉત્કૃષ્ટ ન્યાયાધીશને ગુમાવી રહ્યા છીએ. 

સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું હતું કે, જ્યારે કોઈ સીજેઆઈની ઔપચારિક બેન્ચનું લાઈવ સ્ટ્રીમિંગ થયું હતું. જેને સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર વેબકાસ્ટ કરવામાં આવ્યો હતો. આ તરફ સીનિયર એડવોકેટ દુષ્યંત દવે કોર્ટ રૂમમાં જ રડવા લાગ્યા હતા. તેમણે  ચીફ જસ્ટિસ એનવી રમનાને કહ્યું હતું કે, તમે લોકોના ન્યાયાધીશ છો.

એનવી રમણા કોર્ટની 16 બેન્ચમાં સુનાવણી માટે માસ્ટર ઓફ રોસ્ટર કેસનું વિતરણ કરી રહ્યા છે. પરંતુ ભૂતકાળમાં તેઓ કેસની યાદીને લઈને સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી સામે લાચાર હતા. હકીકતમાં 17 ઓગસ્ટના રોજ સુનાવણી માટે સૂચિબદ્ધ કેસ રજિસ્ટ્રી દ્વારા દૂર કરવામાં આવ્યો હતો. CJI રમના ખૂબ ગુસ્સામાં હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ 26 ઓગસ્ટે તેમના વિદાય ભાષણમાં આ મુદ્દા પર વાત કરશે.

આગામી CJI હશે UU લલિત 

CJI રમનાની નિવૃત્તિ બાદ જસ્ટિસ યુયુ લલિત દેશના 49મા CJI હશે. જસ્ટિસ લલિત 27 ઓગસ્ટે CJI તરીકે શપથ લેશે. સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ જજ જસ્ટિસ લલિત માત્ર 74 દિવસ માટે CJI બનશે, કારણ કે તેઓ 8 નવેમ્બરે નિવૃત્ત થશે. જસ્ટિસ લલિત 'ટ્રિપલ તલાક'ની પ્રથાને ગેરકાયદેસર ઠેરવવા સહિત અનેક સીમાચિહ્નરૂપ ચુકાદાઓનો ભાગ રહ્યા છે.

ચીફ જસ્ટિસ રમનાએ છેલ્લા 2 દિવસમાં આ કેસોની સુનાવણી કરી 

  • મફત ચૂંટણીની જાહેરાતો- 3-જજની બેન્ચને સંદર્ભિત ફ્રીબીઝ મહત્વની છે.
  • બિલ્કીસ બાનો- ગુજરાત સરકારને નોટિસ આપવામાં આવી છે, 11 દોષિતોને પાર્ટી બનાવવા કહ્યું છે. આગામી સુનાવણી બે અઠવાડિયા પછી સપ્ટેમ્બરમાં થશે.
  • PMLA- સમીક્ષા અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ આપવામાં આવી છે. એમ પણ કહ્યું કે આ કાયદો ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને માત્ર 2 પાસાઓ પર પુનર્વિચાર કરવા યોગ્ય છે. એક જોગવાઈ ઈસીઆઈઆર (ઈડી દ્વારા નોંધાયેલ એફઆઈઆર)નો રિપોર્ટ આરોપીને ન આપવાની અને બીજી જોગવાઈ તેની નિર્દોષતા સાબિત કરવા માટે આરોપી પર હોવાની.
  • PM Modi સુરક્ષા ભંગ - PM મોદીના સુરક્ષા ભંગ કેસની તપાસ માટે રચાયેલી સમિતિએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે ફિરોઝપુરમાં SSP કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ફરજ નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે.
  • પેગાસસ - કમિટીને 5 ફોનમાં માલવેર મળ્યા, પરંતુ તે પેગાસસ છે કે કેમ તે સ્પષ્ટ નથી. સમિતિએ કહ્યું કે સરકારે મદદ કરી નથી. આગામી સુનાવણી સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં થશે.
  • કર્ણાટક કોલ માઇનિંગ- કર્ણાટકના બેલ્લારી, ચિત્રદુર્ગા અને તુમાકુરુ જિલ્લામાં ખાણકામ કરતી કંપનીઓ માટે આયર્ન ઓર ખાણની મર્યાદામાં વધારો.
  • ગોરખપુર રમખાણો કેસ- 2007ના અપ્રિય ભાષણ કેસમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે કાર્યવાહી કરવાની મંજૂરીને પડકારતી અરજી ફગાવી દેવામાં આવી.
  • નાદારી કાયદો- નાદારી અને નાદારી કોડ (IBC) કસ્ટમ્સ એક્ટ પર લાગુ થશે. કસ્ટમ્સ ઓથોરિટી માત્ર ડ્યુટી અને વસૂલાતની માત્રા નક્કી કરી શકે છે પરંતુ વસૂલાતની કાર્યવાહી શરૂ કરી શકતી નથી.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ