બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / વિશ્વ / આરોગ્ય / Chinese scientist Tong Yigang has made a big revelation regarding the origin of Corona

ઘટસ્ફોટ / જાનવરોથી નહીં, તો કોનાથી ફેલાય છે કોરોના વાયરસ? ચીનના વૈજ્ઞાનિકે કર્યો ચોંકાવનારો દાવો

Kishor

Last Updated: 04:50 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનના વૈજ્ઞાનિક ટોંગ યિગાંગે કોરોના ઉદ્ભવ મામલે મોટો ઘટસ્ફોટ કર્યો છે. જેમાં જણાવ્યું કે પ્રાણીઓમાંથી નહિ પરંતુ માનવમાંથી જ કોરોના ફેલાયો છે જેને લઈને ખળભળાટ મચી ગયો છે.

  • કોરોના ઉદ્ભવ મામલે ચીની વૈજ્ઞાનિકનો દાવો
  • ચીનના વૈજ્ઞાનિક ટોંગ યિગાંગનો ઘટસ્ફોટ
  • પ્રાણીઓમાંથી નહિ પરંતુ માનવમાંથી જ કોરોના ફેલાયો

2020થી માંડી અત્યાર સુધીમાં કોરોના વાયરસે વિશ્વભરમાં કાળો કહેર વરસાવ્યો છે. કોરોનાને લઈને ધંધા રોજગારની ગાડી પાટા નીચેથી ઉતરી ગઈ છે તો આરોગ્ય ક્ષેત્રે પણ કોરોનાએ ખેદાન મેદાન કરી નાખ્યું છે. છતાં પણ હજુ સુધી કોરોનાના ઉદભવ અંગે કોઈ સ્પષ્ટ સાબિતી સામે આવી નથી. ત્યારે હવે ચીનના વૈજ્ઞાનિક ટોંગ યિગાંગે દાવો કરતા ખળભળાટ મચી ગયો છે. જેમાં પ્રાણીઓમાંથી નહિ પરંતુ માનવમાંથી જ કોરોના ફેલાયો હોવાનો દાવો કરાયો છે.

કોરોનાના ઉદભવ મામલે મોટો ઘટસ્ફોટ

છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના દૈનિક દેશોમાં ચિંતાજનક વધારો નોંધાવી રહ્યો છે. 24 કલાકમાં દેશમાં કોરોનાના 7830 નવા કેસો નોંધાયા છે. તો ગઈકાલ અને મંગળવારે 5676 નવા કેસો ઉમેરાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશના કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 40,215 સુધી પહોંચી ગઈ છે. જેને લઈને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે.અનેક રાજ્યોમાં માર્ગદર્શિકાઓ જાહેર કરી અને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોરોનાના નિયમોનું પાલન કરવા સૂચના અપાય છે. ત્યારે કોરોનાના ઉદભવ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે.

કૃષિ જ્ઞાન- ગુજરાત માં કોરોના રસી ને લઈને સરકારનો મોટો નિર્ણય ! - એગ્રોસ્ટાર

બેઇજિંગ યુનિવર્સિટી ઓફ કેમિકલ ટેક્નોલોજીના પ્રોફેસરનો દાવો

ચીનના એક વૈજ્ઞાનિક ટોંગ યિગાંગે દાવા સાથે કહ્યું કે કોરોના કોઈ પ્રાણીમાં નહીં, પરંતુ માણસમાંથી જ વકર્યા બાદ ફેલાયો છે. મહત્વનું છે જે અત્યાર સુધી વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો એવું માનતા હતા કે કોરોના સૌપ્રથમ પ્રાણીઓમાંથી બાદમાં દુનિયાભરમાં ફેલાયો છે. એટલે કે આ મહામારી પ્રાણીમાંથી માનવ શરીરમાં પહોંચી છે. તેવું લોકો માનતા હતા. પરંતુ બેઇજિંગ યુનિવર્સિટી ઓફ કેમિકલ ટેક્નોલોજીના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ટોંગના દાવાએ આ ધારણાને ફગાવી દીધી છે. જેથી વાયરસના ઉદભવ મામલે નવી દિશામા તપાસ આરંભવી પડશે! આ માત્ર દાવો જ છે હજુ સુધી આ અંગે પણ કોઈ સ્પષ્ટ સાબિતી સામે આવી નથી!


ટોંગ યિગાંગએ દાવો કરતા જણાવ્યું હતું કે વુહાનના હુઆનન માર્કેટમાંથી લીધેલા વાયરસના નમૂના અને કોરોનાગ્રસ્ત લોકોના નમૂનામાં સમાનતા હતી. જેના પરિણામે આ વાત શક્ય બને છે કે કોરોના વાયરસની શરૂઆત સૌપ્રથમ મનુષ્યોમાં થઈ છે. બાદમાં કોરોનાનો ભોગ બનેલા લોકોએ વુહાન માર્કેટમાં પહોંચી કોરોનાનો ચેપ ફેલાવ્યો હોય શકે! બાદમાં આ વાયરસે મહામારીનું સ્વરૂપ લઇ દુનિયા આખીને બાનમાં લીધી હતી.

 વધુમાં કોરોના વાયરસની ઉત્પત્તિ રેકૂન ડોગ્સમાંથી થઈ હોવાનું પણ કોઈ સ્પષ્ટ કારણ નથી! પ્રારંભના તબક્કામાં સેંકડો ચેપગ્રસ્ત લોકો હુઆનાન સીફૂડ માર્કેટમાં ગયા હતા. જ્યા પેંગોલિન, ચામાચીડિયા અને કૂતરું સહિત ઘણા પ્રાણીઓની ખરીદી અને વેચાણ માટે જાણીતું છે. મહત્વનું છે કે અત્યાર સુધી વૈજ્ઞાનિકો માનતા હતા કે વાયરસ પ્રાણીઓમાંથી માણસોમાં આવ્યો છે. તે જ સમયે, એજન્સીઓનો અંદાજ છે કે કોરોના વાયરસ વુહાનની લેબમાંથી લીક થયો અને ફેલાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ