બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / વિશ્વ / Tech & Auto / China's 'Super Spy Camera': it will Find a 'Target' in Thousands of People

ટેકનોલોજી / ચીને બનાવ્યો 'સુપર સ્પાય કેમેરા' : હજારો લોકોની ભીડમાં પણ 'ટાર્ગેટ'ને શોધી લેશે

Dharmishtha

Last Updated: 05:54 PM, 8 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીને એક શક્તિશાળી ઇન્ટેલિજન્સ કેમેરા તૈયાર કર્યો છે, જે હજારો લોકોની ભીડમાં પણ તેનાં ટાર્ગેટને શોધી શકે છે. આ કેમેરાને હાથતાળી આપવી સહેલી નથી. સામાન્ય રીતે અન્ય કેમેરા હજારોની સંખ્યામાં પોતાનાં ટાર્ગેટને શોધવાને બદલે લોકોની આખી ભીડને કેદ કરતાં હોય છે. તેનાથી ટાર્ગેટનો હાઈ રિઝોલ્યુશન ફોટો મળી શકતો નથી, જેથી ટાર્ગેટની ઓળખ કરવી પણ મુશ્કેલ બને છે. ચીનની આ શોધ ગુપ્ત જગ્યાઓમાં ખાંખાખોળા કરવાં માટે આશીર્વાદરૂપ સાબિત થશે

  • ગેટ ટેક્નિક 165 ફુટના અંતરથી પણ કોઈ વ્યક્તિને ઓળખવામાં સક્ષમ છે
  • હજારોની ભીડમાં શાતિર અપરાધીને જોઇને સુરક્ષા એજન્સીને એલર્ટ કરે છે આ કેમેરા
  • ચીન હવે પોતાના નાગરિકો પર નવા ઇન્ટેલિજન્ટ સુપર સ્પાઇ કેમેરાથી નજર રાખશે

ચીન દ્વારા તૈયાર કરવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી ઇન્ટેલિજન્સ કેમેરા 500 મેગા પિક્સલનો છે આ ગુપ્તચર કેમેરા ભવિષ્યમાં રીયલ ટાઇમ ટ્રેકિંગ સિસ્ટમ અને ફેસિયલ રેકગ્નિશન ટેક્નોલોજીથી પણ સજ્જ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે, આ શક્તિશાળી ગુપ્તચર કેમેરા ભવિષ્યમાં ચીનની સેના, પોલીસ અને અન્ય સુરક્ષાદળો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે.

અંતરિક્ષ કેમેરા જેટલો જ શક્તિશાળી છે આ સ્પાય કેમેરા

500 મેગા પિક્સલવાળો આ કેમેરા એ કેમેરા જેટલો જ શક્તિશાળી છે જેની મદદથી અવકાશમાં દૂરની આકાશગંગાઓનું નિરીક્ષણ કરવામાં આવે છે. બ્રિટિશ મીડિયા સંસ્થા 'ધ સન' ના અહેવાલ મુજબ આ કેમેરા માણસની આંખ કરતા પાંચ ગણો વધારે શક્તિશાળી છે. આ સર્વેલન્સ કેમેરાને ફૂદાન યુનિવર્સિટી અને ચંગચૂન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑપ્ટિક્સનાં વૈજ્ઞાનિકોએ ડિઝાઇન કર્યો છે.

ચીનમાં દર 12 નાગરિક પર 24 કલાક નજર રાખે છે એક કેમેરા

સૌથી શક્તિશાળી સ્પાય કેમેરા બનાવનારા વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આ કેમેરા હજારો લોકોની ભીડમાંથી પણ એક ટાર્ગેટ વ્યક્તિનો ફોટોગ્રાફ લેવામાં સક્ષમ છે. આનો અર્થ એ કે તે પહેલાથી અસ્તિત્વમાં રહેલી ચાઈનીઝ સર્વેલન્સ સિસ્ટમ માટે ઉપયોગી સાધન સાબિત થઈ શકે છે. ચીનમાં જાહેર સ્થળો પર પહેલેથી જ સર્વેલન્સ માટે 170 મિલિયન (17 કરોડ)થી પણ વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા ચીનના નાગરિકો પર 24 કલાક નજર રાખે છે. ચીનની વસ્તી અનુસાર, દર 12 વ્યક્તિ પર એક ઇન્ટેલિજન્સ કેમેરો મૂકવામાં આવ્યો છે.

શાતિર અપરાધીની ચાલ જોઈને જ ઓળખી જાય છે આ સર્વેલન્સ સિસ્ટમ

CCTV સર્વેલન્સ પછી ચીન હવે પોતાના નાગરિકો પર નજર રાખવા માટે અન્ય કેટલીય ટેક્નિકનાં ઉપયોગ પર કામ કરી રહ્યું છે. આ શ્રેણીમાં ગયા વર્ષે ચીને નાગરિકોની ઓળખને ચકાસવા માટે એક નવું સર્વેલન્સ ટૂલ ગેટ રેકગ્નિશન તૈયાર કર્યું છે. આ ટૂલ એટલું અસરકારક છે કે, તે શાતિરમાં શાતિર અપરાધીની ચાલ જોઈને જ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દે છે. તેને છેતરવું લગભગ અશક્ય છે. આ ટેક્નિક એ સમગ્ર ચીનનાં નાગરિકો પર બાજ નજર રાખવાની એક હાઇટેક પદ્ધતિ છે. તેને જાસૂસી માટે તૈયાર કરવામાં આવેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) પણ કહી શકાય. આ ગેટ ટેક્નિક 165 ફુટના અંતરથી પણ કોઈ વ્યક્તિને ઓળખવામાં સક્ષમ છે.

સંકળાયેલા મુદ્દાઓ

China Gujarati News Super Spy Camera Technology target ગુજરાતી ન્યુઝ ચીન ટાર્ગેટ ટેક્નોલોજી સુપર સ્પાઇ કેમેરા Technology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ