બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / China-Pakistan standoff: India deploys advanced Heron Mark-2 drones in northern region

કવાયત / ફફડી ઉઠશે ચીન-પાકિસ્તાન: જે ગેમચેન્જર હથિયારથી USએ અલ કાયદા ચીફને ભડાકે દીધો, એ હવે ભારત પાસે

Priyakant

Last Updated: 04:55 PM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heron Mark-2 Drone News: ભારતે ઉત્તરીય ક્ષેત્રમાં ફોરવર્ડ એરબેઝ પર અદ્યતન હેરોન માર્ક-2 ડ્રોન તૈનાત કર્યા, એક જ ફ્લાઇટમાં બહુવિધ મિશન

  • ભારતીય સેનાની આ એક કવાયતથી હવે ચીન ફફડી ઉઠશે
  • ભારતે ઉત્તરીય ક્ષેત્રમાં અદ્યતન હેરોન માર્ક-2 ડ્રોન તૈનાત કર્યા
  • આ ડ્રોન લાંબા અંતરની મિસાઈલથી દુશ્મન પર હુમલો કરવામાં સક્ષમ

ભારતીય સેનાની આ એક કવાયતથી હવે ચીન ફફડી ઉઠશે. વાત જાણે એમ છે કે, ભારતે ઉત્તરીય ક્ષેત્રમાં ફોરવર્ડ એરબેઝ પર અદ્યતન હેરોન માર્ક-2 ડ્રોન તૈનાત કર્યા છે. આ ડ્રોન લાંબા અંતરની મિસાઈલથી દુશ્મન પર હુમલો કરવામાં સક્ષમ છે. આ સિવાય એક જ ફ્લાઈટમાં ચીન-પાકિસ્તાન બંને બોર્ડર પર પણ નજર રાખી શકાશે.

એક જ ફ્લાઇટમાં બહુવિધ મિશન 
હેરોન માર્ક-II ડ્રોન ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ (IAI) દ્વારા બનાવવામાં આવે છે. આની મદદથી એક જ ફ્લાઇટમાં બહુવિધ મિશન એક્ઝિક્યુટ કરી શકાય છે અને એકસાથે અનેક સેક્ટરનું નિરીક્ષણ કરી શકાય છે. એક દિવસ પહેલા ભારતીય વાયુસેનાએ શ્રીનગર એરબેઝ પર અદ્યતન મિગ-29 લડાકુ વિમાનોની સ્ક્વોડ્રન તૈનાત કરી છે. નોર્ધન સેક્ટરમાં મિગ-29 અને હેરોન માર્ક-2 ડ્રોનની તૈનાતી સાથે સેનાની તાકાતમાં વધારો થશે.

ડ્રોનટાર્ગેટ પર રાખી શકે છે 24 કલાક નજર 
વિંગ કમાન્ડર પંકજ રાણાએ ડ્રોન સ્ક્વોડ્રનના કમાન્ડિંગ ઓફિસર જણાવ્યું કે, હેરોન માર્ક-2 ખૂબ જ સક્ષમ ડ્રોન છે. તે લાંબા સમય સુધી ટકી રહેવા માટે સક્ષમ છે અને મોટા વિસ્તારને મોનિટર કરી શકે છે. આધુનિક એવિઓનિક્સ અને એન્જિનના કારણે ડ્રોનનો ઓપરેશનલ સમય વધી ગયો છે. તે સેટેલાઇટ કમ્યુનિકેશનથી પણ સજ્જ છે અને 24 કલાક ટાર્ગેટ પર દેખરેખ રાખવામાં સક્ષમ છે. હેરોન માર્ક-2 ડ્રોન ફાઈટર જેટને પણ મદદ કરે છે. તેઓ તેમના ટાર્ગેટ પર લેસર લાઈટ લગાવે છે, જેથી ફાઈટર એરક્રાફ્ટ ટાર્ગેટને ઓળખી શકે અને તેને ચોક્કસ નિશાન બનાવી શકે.

હેરોન માર્ક-2 સબ-ઝીરો ટેમ્પરેચરમાં પણ કામ કરશે
સ્ક્વોડ્રન લીડર અર્પિત ટંડને જણાવ્યું કે, હેરોન માર્ક-2 જૂના વર્ઝન કરતાં ઘણું સારું છે. તેઓ ઉપ-શૂન્ય તાપમાનમાં પણ કામ કરવા સક્ષમ છે. ભારતીય વાયુસેના પણ પ્રોજેક્ટ ચિતા પર કામ કરી રહી છે. આ અંતર્ગત 70 હેરોન ડ્રોનને અપગ્રેડ કરવામાં આવશે. સેટેલાઇટ કોમ્યુનિકેશન લિંક્સ અને શસ્ત્રો જરૂર મુજબ ઉમેરવામાં આવશે.

ટૂંક સમયમાં જ સેનાને અમેરિકા પાસેથી 31 પ્રિડેટર ડ્રોન પણ મળવા જઈ રહી છે. આ ડ્રોનમાં હથિયારો અને અનેક પ્રકારના સેન્સર પણ લગાવી શકાય છે. આમાંથી 15 ડ્રોન નેવીને અને 8-8 ડ્રોન એરફોર્સ અને આર્મીને આપવામાં આવશે.

12 ઓગસ્ટે શ્રીનગરમાં એડવાન્સ્ડ ફાઈટર મિગ-29 તૈનાત કરવામાં આવ્યું
ભારતીય વાયુસેનાએ 12 ઓગસ્ટના રોજ શ્રીનગર એરબેઝ પર મિગ-29 ફાઈટર જેટની સ્ક્વોડ્રન તૈનાત કરી છે. તેમને મિગ-21ની જગ્યાએ તૈનાત કરવામાં આવ્યા હતા. આ મિગ-29 અપગ્રેડ અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આમાં ઘણી નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે, જેમાં લાંબા અંતરની એર-ટુ-એર મિસાઇલ, નાઇટ વિઝન, એર-ટુ-એર રિફ્યુઅલિંગનો સમાવેશ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ