બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / China considering setting up a radar system in Sri Lanka's Dondara Bay

ચાલાકી / ચીનની એક પણ ચાલબાજી નહીં ચાલે, રક્ષામંત્રી રાજનાથ સિંહે PMOને સોંપ્યો સિક્રેટ રિપોર્ટ, કેબિનેટને પણ જાણ કરશે

Kishor

Last Updated: 11:50 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની ગતિવિધિઓ પર નજર રાખવા ચીન શ્રીલંકામાં ડોંડરા ખાડીમાં રડાર સિસ્ટમ  ઉભી કરવા કાર્ય કરી રહ્યું છે. જેને લઈને ભારત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે.

  • ચીનની અવળચંડાઈનો ક્યારે આવશે અંત
  • ચીન દ્વારા શ્રીલંકાના ડોંડરા ખાડીમાં રડાર સિસ્ટમ ઉભી કરવા વિચારણા
  • રાજનાથ સિંહે 12 પાનાનો અહેવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલ્યો 

ચીનની અવળચંડાઈને પગલે ભારત અને ચીન વચ્ચેના તણાવનો અંત જ આવતો નથી! ત્યારે ભારતની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ચીન નિતનવા પેતરા રચતુ હોય છે આવી સ્થિતિ વચ્ચે ચીનની રડાર સિસ્ટમનો મામલો ગાજી રહ્યો છે. જેમાં ચીન શ્રીલંકામાં ડોંડરા ખાડીમાં રડાર સિસ્ટમ  ઉભી કરવા કાર્ય કરી રહ્યું છે. જેને લઈને ભારત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. જેને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહે નૌકાદળની ગુપ્તચર માહિતી સાથે સંબંધિત 12 પાનાનો અહેવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી દીધો છે. 

PM Modi 'Not Chor, He is Sure, Pure and Cure' Says Rajnath Singh


જગ્યા 99 વર્ષની લીઝ પર લેવા શ્રીલંકાની સરકાર સાથે વાતચીત

રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરાયો છે કે ચીન ભારતની જાસૂસી કરવા માટે ખાડીમાં રડાર બેઝ બનાવવા પર વિચારી રહ્યું છે. જે 45 એકરમાં બનાવી શકે છે. એટલું જ નહીં આ વિસ્તારને 99 વર્ષની લીઝ પર લેવા માટે શ્રીલંકાની સરકાર સાથે વાતચીત કરી રહ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ અંગે રાજનાથ સિંહ દ્વારા સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિને માહિતી આપવામાં આવશે.

12 એપ્રિલે સુરક્ષા મંત્રી કેબિનેટ સમિતિને માહિતી રજૂ કરશે

એવી પણ વિગત બહાર આવી રહી છે કે રક્ષામંત્રી રાજનાથ સિંહ આ મામલે 12 એપ્રિલે સુરક્ષા પરની કેબિનેટ સમિતિને માહિતી રજૂ કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ દ્વારા પીએમઓને મોકલવામાં આવેલા 12 પાનાના રિપોર્ટમાં નૌસેનાએ ચીનના આવા પગલા બાદ ઉભા થતા જોખમો અંગે પણ ચર્ચા વિચારણા કરી હતી. ચીન જો આ રડાર સિસ્ટમ લગાવી લેશે તો હિંદ મહાસાગર પરની ભારતની તમામ સૈન્ય ગતિવિધિઓ જોઈ જાણી લેશે. ચીનની આ કાર્યવાહીને લઈને ભારત તો ઠીક પણ અમેરિકાને પણ ખતરો પડશે. ચીન અમેરિકા દ્વારા ડિયોગો ગાર્સિયા પર કરવામાં આવેલી સૈન્ય ગતિવિધિઓ પર પણ નજર રાખી શકે છે. વધુમાં ચીન રડારની મદદથી આંદામાન અને નિકોબારમાં આવાગમન કરતા નૌકાદળના જહાજોને પણ ટ્રેક કરી શકશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ