બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Child in womb case: CJI Chandrachud said that unborn baby has also right to get birth

દિલ્હી / ચુકાદામાં બાળકનું મોત કેવી રીતે લખી નાખીએ? 26 સપ્તાહના ગર્ભપાત કેસમાં સુપ્રીમની અગત્યની ટિપ્પણી, કેસ જટિલ

Vaidehi

Last Updated: 06:18 PM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલાએ 26 અઠવાડિયાનાં ગર્ભપાતની માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી જેમાં CJI ચંદ્રચૂડે કહ્યું કે બાળકને મોતની સજા કેવી રીતે આપવી?

  • 27 વર્ષીય મહિલાએ SCમાં દાખલ કરી અરજી
  • 26 અઠવાડિયાનાં ગર્ભની હત્યા કરવાની માંગ
  • CJI ચંદ્રચૂડે કહ્યું બાળકને મોતની સજા કેવી રીતે આપવી?

27 વર્ષની મહિલાએ 26 અઠવાડિયાનાં ગર્ભપાતની માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ગુરુવારે CJI ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલે સુનાવણી કરી અને 1 દિવસનો સમય આપ્યો. SCએ કહ્યું કે 26 અઠવાડિયાથી ગર્ભમાં વિકસી રહેલા બાળકને જન્મ આપી શકાય છે. ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની સ્થિતિમાં બાળકનાં હદયને બંધ કરવું પડે. કોર્ટે કહ્યું કે ભલે બાળક ગર્ભમાં છે પણ એ બાળકને પણ અધિકાર મળેલા છે. 

મહિલાને બાળક નથી જોઈતું
ચીફ જસ્ટિસે કહ્યું કે ગર્ભવતી મહિલાનું કહેવું છે કે તેને બાળક નથી જોઈતું. તો આ બાળક કોઈને દત્તક આપી શકે છે. તેવામાં બાળકને વધુ થોડા સમય સુધી ગર્ભમાં શા માટે નથી રાખી શકતી? થોડા સમય બાદ સી સેક્શનનાં માધ્યમથી પ્રસુતિ કરાવી શકે છે.જો કે બાળક એક સધ્ધર બાળક છે. એઈમ્સની સામે એક ગંભીર નૈતિક દુવિધા હતી. જો ભ્રૂણમાં બાળકનું હદય બંધ ન કરવામાં આવ્યું તો તે જીવિત પેદા થશે.

ગર્ભમાં વિકસી રહેલા બાળકોને પણ અધિકાર
CJI એ કહ્યું કે આ મહિલા પર હિંસા કે યૌન હિંસાનો મામલો નથી. તે એક પરણિત મહિલા છે અને તેના 2 સંતાનો પણ છે. તમે 26 અઠવાડિયા સુધી કઈ રીતે રાહ જોઈ? તમે ઈચ્છો છો કે અમે બાળકનું હદય બંધ કરાવવા માટે એઈમ્સને આદેશો આપીએ? CJIએ કહ્યું કે આપણે અજન્મેલા બાળકનાં અધિકારોનું સંતુલન કરવું પડશે. ગર્ભમાં બાળક માત્ર ભ્રૂણ નથી, ગર્ભમાં વિકસી રહેલ બાળક એક જીવિત વાઈબલ ભ્રૂણ છે અને જ્યારે બાળકને જન્મ આપવામાં આવશે તો તે બહારની દુનિયામાં પણ જીવિત જ પેદા થશે.

બાળકને મોતની સજા કેવી રીતે આપવી?
તેમણે કહ્યું કે એ વાત સાચી છે કે જો બાળકની અત્યારે પ્રસૂતિ કરવામાં આવે તો તેમાં ગંભીર મેડિકલ સમસ્યાઓ થશે. તેવામાં વધુ 2 સપ્તાહ રાહ શા માટે ન કરવામાં આવે?  મહિલા અનુસાર ગર્ભમાં વિકસી રહેલ બાળકને મારી દેવું જ એક વિકલ્પ છે પણ જ્યાં સુધી ન્યાય વ્યવસ્થાની વાત છે તો બાળકને મોતની સજા કઈ રીતે આપી શકાય?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ