બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Dharma Yatra / શરૂ થવા જઇ રહ્યો છે ચાતુર્માસ, ભૂલથી પણ આ 4 કાર્યો ન કરતા, નહીંતર આવશે નુકસાન વેઠવાનો વારો

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / શરૂ થવા જઇ રહ્યો છે ચાતુર્માસ, ભૂલથી પણ આ 4 કાર્યો ન કરતા, નહીંતર આવશે નુકસાન વેઠવાનો વારો

Last Updated: 04:22 PM, 8 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દેવશયની એકાદશીથી ચાતુર્માસની શરૂઆત થાય છે. આ સમયગાળા દરમિયાન કેટલીક વસ્તુની ખરીદીની મનાઈ કરવામાં આવી છે. જો તમે વર્જિત વસ્તુઓ ખરીદો છો તો તમે જીવનમાં પરેશાન થઈ શકો છો.

1/5

photoStories-logo

1. ચાતુર્માસની શરુઆત

હિન્દુ ધર્મની માન્યતા અનુસાર,અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશીથી સૃષ્ટીના કર્તાધર્તા ભગવાન વિષ્ણુ નિદ્રામાં જતા રહે છે. આ એકાદશીને દેવશયની એકાદશી કહેવાય છે. દરમિયાન સૃષ્ટિના પાલનની જવાબદારી શંકર ભગવાન પાસે હોય છે. કાર્તિક માસમાં વિષ્ણુ ભગવાનનો શયનકાળ પૂર્ણ થાય છે. તે સમયગાળાને ચાતુર્માસ કહેવાય છે. આ ચાતુર્માસ દરમિયાન કેટલાક કામો કરવાની મનાઈ કરવામાં આવી છે. જો તમે વર્જિત વસ્તુઓ ચાતુર્માસમાં ખરીદો છો તો તમને જીવનમાં નુકશાન થઈ શકે છે. આવો જાણીએ કે ચાતુર્માસમાં કઈ વસ્તુ ન ખરીદવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ

ચાતુર્માસમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની ખરીદીથી બચવું જોઈએ. જો તમે ગેજેટ્સ ખરીદો છો તો કુંડળીના ગ્રહોની સ્થિતિ કમજોર પડી શકે છે. તેની ખરીદીથી અશુભ પરિણામ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. સોનું ચાંદી

આ ચાતુર્માસ દરમિયાન સોના કે ચાંદીની ખરીદી ન કરવી જોઈએ. આ ધાતુઓ સૂર્યની પ્રતીક છે. જેથી સોના ચાંદીની ખરીદીથી કુંડળીમાં સૂર્ય કમજોર પડે છે. આથી નુકશાન થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. વાહનની ખરીદી

ચાતુર્માસના ચાર મહિના દરમિયાન વાહન ખરીદવાને પણ વર્જિત માનવામાં આવ્યું છે. જો તમે આ દરમિયાન વાહન ખરીદો છો તો દુર્ઘટનાનો શિકાર બની શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. કાળી વસ્તુ

જ્યોતિષમાં કાળો રંગ શનિ દેવનો માનવામાં આવ્યો છે. જો તમે ચાતુર્માસમાં કાળા રંગની વસ્તુ ખરીદો છો તો તમારી કુંડળીમાં શનિ કમજોર પડે છે. શનિ દેવ તમારાથી નારાજ થાય છે. આથી કાળી વસ્તુની ખરીદીથી બચવું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Religion Chaturmas Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ