બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Chapra bihar saran 25 people died after consuming poisonous liquor

કાંડ / બિહારમાં દારુબંધીની ધજ્જિયા ઉડી ! ઝેરી દારુ પીવામાં આવતાં 25 લોકો ટપોટપ પડીને મર્યાં

Vaidehi

Last Updated: 07:04 PM, 14 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝેરી દારૂથી લગાતાર થઇ રહેલી મોતનાં નવા મામલા બિહારનાં છપરાં જિલ્લામાં પણ સામે આવ્યાં છે. 25 લોકોનાં મોતથી આ જિલ્લામાં હાહાકાર મચી ગયો છે. છપરા જિલ્લાનાં ઇસુઆપુરનાં ડોઇલા અને મસરખ પ્રખંડનાં યદુપુર ગામની સાથે અમનોર અને મઢોરા ગામની આ ઘટના છે. આ છે સમગ્ર મામલો.

  • બિહાર છપરાંમાં ઝેરી દારૂનાં સેવનથી 25 લોકોનું મોત
  • પોલીસે ઝેરી દારૂ વેંચનારાઓની કરી ધરપકડ
  • SP સંતોષકુમારે આ મુદે આપ્યું નિવેદન

બિહાર: છપરાં જિલ્લામાં ઝેરી દારૂથી થઇ રહેલી મોતનાં આંકડાઓ દિવસે-દિવસે વધી રહ્યાં છે. જિલ્લાનાં ત્રણ વિભાગોમાં ઝેરી દારૂથી આશરે 25 લોકોનું મોત નોંધાયું છે. મૃત્યુ બાદ જિલ્લાની ઓથોરીટીએ મૌન ધારણ કર્યું છે જો કે પોલીસે દારૂ વેંચનારની ધરપકડ કરી છે. 

પોલીસ એક્શન મોડમાં
જે ઝેરી દારૂથી 25 લોકોનું મોત થયું તેને વેંચનાર સામે કડક પગલાં લેવાઇ રહ્યાં છે. પોલીસે ઇશુઆપુરનાં ડોઇલા ગામથી હરિરામ મહતો અને તેના પુત્ર સુરજ મહતોની ધરપકડ કરી છે. આ તે જ લોકો છે કે જેમના દ્વારા મોકલવામાં આવેલ દારૂ પીને 25 લોકોનું મોત અને 15થી વધારે લોકો બિમાર છે. વહીવટી તંત્ર દ્વારા 25માંથી 17 લોકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.

કોઇને આંખ ગઇ તો કોઇનો જીવ!
ઘટના બાદ બુધવારે સવારે સદર હોસ્પિટલમાં બિમાર લોકોની લાઇન લાગી ગઇ હતી. કેટલાક લોકોની આંખોની દ્રષ્ટિ ગઇ તો કેટલાકે પોતાનો જીવ ગુમાવ્યો છે. SP સંતોષ કુમારે જણાવ્યું કે વહીવટી તંત્ર આ ઘટનાને ગંભીરતાથી લઇ રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં રેડ પણ પાડવામાં આવી રહી છે. અત્યાર સુધી સમગ્ર જિલ્લામાં  અભિયાન ચલાવીને 40થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે તો આ કાંડમાં શામેલ 3 લોકોને પણ પોલીસ કસ્ટડીમાં ખસેડાયા છે.

પરિવારજનોએ ઉઠાવ્યાં તંત્ર પર સવાલો
ઝેરી દારૂ પીવાથી થઇ રહેલી મોત બાદ મૃતકનાં પરિવારોની સ્થિતિ બગડતી હોય તેવું લાગી રહ્યું છે. પરિવારજનો તંત્રની સામે પ્રશ્નો ઊઠાવી રહ્યાં છે કે જો દારૂબંધી છે તો લોકો દારૂ ક્યાંથી પી રહ્યાં છે અને પોતાનો જીવ કઇ રીતે ગુમાવી રહ્યાં છે?  ઇસપુર પ્રખંડનાં ડોઇલા અને મસરખ પ્રખંડનાં યદુપુર ગામની સાથે સાથે અમનોર અને મઢોરામાં પણ આ દારૂથી લોકોનું મોત થયું છે. દારૂનાં લીધે થયેલ મોત બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

SP સંતોષકુમારે આપ્યું નિવેદન
તેમણે પત્રકારોને જણાવ્યું કે પોલીસ આ ઘટનાને ઘણી ગંભીરતાથી લઇ રહી છે અને અસરગ્રસ્ત ક્ષેત્રોમાં કેમ્પ પણ કરી રહી છે. તેમણે કહ્યું કે મૃતકોનાં આંક પરની સત્યતા તપાસવીની જરૂર છે કારણકે ઘણા લોકોનું મોત અન્ય કારણોથી પણ થયું છે. 

લોકોએ અધિકારીઓ વિરૂદ્ધ એક્શનની કરી માંગ
લોકોએ આ મુદે વહીવટી તંત્રની બેદકારી બાદ અધિકારીઓ વિરૂદ્ધ એક્શન લેવાની માંગ કરી છે. સદલ હોસ્પિટલમાં લોકોની મોત બાદ હોબાળો થઇ રહ્યો છે. જ્યાં જોઇએ ત્યાં રોવાનો કકળાટ સંભળાઇ રહ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ