બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Change of power in Amul, victory of BJP in Kheda Dudh Cooperative sector

વરણી / હવે અમૂલમાં ખીલ્યું કમળ: 1947 બાદ પ્રથમ વખત લહેરાયો ભાજપનો ભગવો, જુઓ કોણ બન્યું ચેરમેન-વાઇસ ચેરમેન

Priyakant

Last Updated: 12:55 PM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમૂલમાં 2 દાયકા સુધી રામસિંહ પરમાર ચેરમેન પદે હતા.76 વર્ષે અમૂલમાં થયું સત્તા પરિવર્તન, ખેડા દૂધ સહકારી ક્ષેત્રમાં પ્રથમ વખત ભાજપનો વિજય

  • અમૂલના ચેરમેન પદે વિપુલ પટેલની વરણી
  • વાઇસ ચેરમેન પદે કાંતિભાઈ સોઢા પરમારની વરણી
  • વિપુલ પટેલ છે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ
  • પ્રથમ વખત ખેડા દૂધ સહકારી ક્ષેત્રમાં ભાજપનો વિજય

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ હવે ભાજપ સહકારી આલમમાં પણ કેસરીયો લહેરાવી રહ્યું છે. આજે  ખેડા દૂધ સહકારી ક્ષેત્રમાં ભાજપનો વિજય થયો છે. વિગતો મુજબ અમૂલના ચેરમેન પદે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલની વરણી કરવામાં આવી છે. આ સાથે વાઇસ ચેરમેન પદે કાંતિભાઈ સોઢા પરમારની વરણી કરાઇ છે. નોંધનીય છે કે, કાંતિ સોઢા પરમાર તાજેતરમાં ભાજપમાં જોડાયા હતા. 

ખેડા દૂધ સહકારી ક્ષેત્રમાં પ્રથમ વખત ભાજપનો વિજય થયો છે. વિગતો મુજબ 2 દાયકા સુધી રામસિંહ પરમાર અમૂલના ચેરમેન પદે હતા. નોંધનીય છે કે, 76 વર્ષે અમૂલમાં સત્તા પરિવર્તન થયું છે. ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં અમૂલના નવા ચેરમેન તરીકે વિપુલ પટેલ તો વાઇસ ચેરમેન પદે કાંતિ સોઢા પરમારની વરણી કરવામાં આવી છે. 

કોણ છે વિપુલ પટેલ ? 
વિપુલ પટેલ ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ ની સાથે નડિયાદ APMCમાં બે ટર્મથી ચેરમેન છે. આ સાથે આણંદ APMCમાં 2 ટર્મથી સભ્ય અને આરકો ગુલના બે ટર્મ ચેરમેન રહ્યા છે. તો અમૂલ ડેરીમાં ડિરેક્ટર પદે પણ રહી ચૂક્યા છે. આ તરફ હવે આજે યોજાયેલી ચૂંટણીમાં તેમની અમૂલના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ