બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / chaitra navratri start tomorrow

ધર્મ / આવતી કાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભઃ જાણો ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત

Divyesh

Last Updated: 03:37 PM, 24 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતી કાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. અત્યારે શહેરનાં તમામ મંદિર બંધ છે ત્યારે આ પહેલી નવરાત્રી છે કે જેમાં ભક્તો મંદિરમાં ગયા વગર નવરાત્રી કરશે. સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાન ર ગુપ્ત અને ર પ્રાકટ્ય નવરાત્રી હોય છે.

આવતી કાલ - રપ માર્ચથી ચૈત્ર માસની સાથે ચૈત્રી નવરાત્રી શરૂ થશે, જે ર એપ્રિલ સુધી રહેશે. આ નવરાત્રીમાં અખંડ નોરતાં છે. હાલ મહામારીના નિવારણ માટે સૌ ઘરમાં શુદ્ધ ઘીનો અખંડ દીપ રાખે તો સકારાત્મક પરિણામ જોવા મળી શકે છે તેવી સામાજિક ચર્ચા થઇ રહી છે.

આ માસમાં હળવાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે, સાથે ઠંડીનું પ્રમાણ પણ રહેવાની શક્યતા છે. વેપાર-વ્યવસાયમાં વધુ સખત નાણાકીય ભીડ જોવા મળે તેવા ગ્રહયોગ હોવાનું જ્યોતિષાચાર્યો કહી રહ્યા છે.

ચૈત્ર માસમાં ર દિવસ જ લગ્નનાં શુભ મુહૂર્ત રહેશે. ૧૬, ૧૭ એપ્રિલ: લગ્નનાં મુહૂર્ત છે. ર એપ્રિલ: રામનવમી, સ્વામિનારાયણજયંતી, ૮ એપ્રિલ: હનુમાનજયંતી, વૈશાખ સ્નાન પ્રારંભ આયંબિલ ઓળી પૂરી, રર એપ્રિલ: દર્શ અમાસ, સર્વપિતૃ અમાસ. ૧૩.૧૭એ પંચક ઊતરશે.

ઘટ સ્થાપનનાં મુહૂર્ત આ મુજબ છેઃ લાભ ચોઘડિયું: સવારે ૬.૪રથી ૮.ર૩ કલાક,  અમૃત ચોઘડિયું: સવારે ૮.ર૩થી ૧૦.૧૪, ર૯ માર્ચે શુક્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. ૩૦ માર્ચે ગુરુ મકર રાશિમાં પ્રવેશ કરશે. ૭ એપ્રિલે બુધ મીન રાશિમાં પ્રવેશ કરશે. ૧૩ એપ્રિલ સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

2020 Chaitra Navratri Navratri religious ચૈત્ર નવરાત્રી ધર્મ મંદિર chaitra navratri
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ