વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સવારે Asean-India Summit માં ભાગ લેવા ઇન્ડોનેશિયા પહોંચ્યા હતા. આ દરમિયાન PM મોદીનું જકાર્તા એરપોર્ટથી હોટલ પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના સભ્યોએ PMને આવકારવા સાંસ્કૃતિક નૃત્ય રજૂ કર્યું હતું. વડાપ્રધાન NRIને પણ મળ્યા હતા. આ પછી PM મોદીએ Asean-India Summit માં ભાગ લીધો.
Asean-India Summit માં PMનું નિવેદન
Asean-India Summit માં હાજરી આપતાં PM મોદીએ કહ્યું, 'અમારી ભાગીદારી તેના ચોથા દાયકામાં પ્રવેશી રહી છે, તેથી ભાAsean-India Summitની સહ અધ્યક્ષતા કરવી મારા માટે ખૂબ જ આનંદની વાત છે. હું આ કોન્ફરન્સના અદ્ભુત સંગઠન માટે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વિડોડોને અભિનંદન આપું છું અને તેમનો આભાર વ્યક્ત કરું છું. કંબોડિયાના વડા પ્રધાનને તાજેતરમાં પદ સંભાળવા બદલ હાર્દિક અભિનંદન.
શું કહ્યું PM મોદીએ ?
PM મોદીએ વધુમાં કહ્યું કે, આપણો ઈતિહાસ અને ભૂગોળ ભારત અને આસિયાનને જોડે છે. આ સાથે સહિયારા મૂલ્યો, પ્રાદેશિક એકતા અને સહિયારી માન્યતાઓ પણ આપણને એક સાથે બાંધે છે. આસિયાન એ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીનો કેન્દ્રિય સ્તંભ છે. ગયા વર્ષે અમે ભારત આસિયાન મિત્રતા વર્ષની ઉજવણી કરી હતી. આજે વૈશ્વિક અનિશ્ચિતતાના વાતાવરણમાં પણ દરેક ક્ષેત્રમાં આપણા પરસ્પર સહયોગમાં સતત પ્રગતિ થઈ રહી છે, આ આપણા સંબંધોની મજબૂતાઈનો પુરાવો છે. આસિયાન મહત્વપૂર્ણ છે કારણ કે, અહીં તમામ અવાજો સંભળાય છે. ASEAN વૈશ્વિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 21મી સદી એશિયાની સદી છે, તે આપણા બધાની સદી છે તેથી કોવિડ પછીના વિશ્વ વ્યવસ્થાના આધારે આપણે નિયમ બનાવીએ તે જરૂરી છે.
An unforgettable welcome by the Indian community in Jakarta. Here are some glimpses… pic.twitter.com/avZOA1DYJu
PM મોદીની આ મુલાકાતને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે જેમાં બંને દેશ પરસ્પર ભાગીદારીની ભાવિ રૂપરેખા પર ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જકાર્તા પહોંચ્યા છે. તે ખૂબ જ વહેલી સવાર છે, પરંતુ તેમનું અહીં વ્યસ્ત શેડ્યૂલ છે. થોડા કલાકો પછી તેઓ Asean-India Summit અને પછી પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેશે. નવી દિલ્હી છોડતા પહેલા મોદીએ જણાવ્યું હતું કે ભારત અને ASEAN વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીએ નવી દિલ્હી સાથે જૂથના સંબંધોમાં નવી ગતિશીલતા લાવી છે.
Landed in Jakarta. Looking forward to the ASEAN related meetings and to working with various leaders for making a better planet. pic.twitter.com/aKpwLnk3ky
PM એ પ્રવાસ પહેલા આ વાત કહી
Asean-India Summit સિવાય મોદી જકાર્તામાં ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે. તે બેઠકો પછી તરત જ દિલ્હી પરત ફરશે જ્યાં ભારત 9 અને 10 સપ્ટેમ્બરે G20 સમિટનું આયોજન કરી રહ્યું છે. મોદીએ જકાર્તા જતા પહેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, 'આસિયાન સાથેનો સંબંધ એ ભારતની 'એક્ટ ઈસ્ટ' નીતિનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. PM મોદીએ કહ્યું, 'હું આસિયાન નેતાઓ સાથે અમારી ભાગીદારીના ભાવિ રૂપરેખાઓ વિશે ચર્ચા કરવા આતુર છું, જે હવે તેના ચોથા દાયકામાં પ્રવેશી ચૂકી છે. ASEAN સાથે જોડાણ એ ભારતની 'એક્ટ ઈસ્ટ' નીતિનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. ગયા વર્ષે હસ્તાક્ષર કરાયેલ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીએ અમારા સંબંધોમાં ગતિશીલતા પ્રદાન કરી છે.
Asean-India Summit બાદ વડાપ્રધાન 18મી પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેશે. PM મોદીએ કહ્યું, હું 18માં ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લઈશ. આ ફોરમ ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, પર્યાવરણ, આરોગ્ય અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સહિતના ક્ષેત્રના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાની એક ઉપયોગી તક પૂરી પાડે છે. હું આ વૈશ્વિક પડકારોને સામૂહિક રીતે સંબોધવા માટે વ્યવહારિક સહકારના પગલાં પર અન્ય EAS નેતાઓ સાથે વિચારોની આપલે કરવા માટે આતુર છું. ગયા વર્ષે બાલીમાં યોજાયેલી G-20 સમિટમાં હાજરી આપવા માટે ઇન્ડોનેશિયાની મારી મુલાકાતની યાદો હજુ પણ મારા મગજમાં તાજી છે અને મને વિશ્વાસ છે કે આ મુલાકાત આસિયાન ક્ષેત્ર સાથેની અમારી ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.'
ASEAN એ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીનો કેન્દ્રિય આધારસ્તંભ છે- PM મોદી
Asean-India Summit ને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, આસિયાન એ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીનો કેન્દ્રિય સ્તંભ છે. ભારતની ઈન્ડો-પેસિફિક પહેલમાં પણ આસિયાન ક્ષેત્રનું આગવું સ્થાન છે. વૈશ્વિક અનિશ્ચિતતાના વાતાવરણમાં પણ દરેક ક્ષેત્રમાં અમારા પરસ્પર સહયોગમાં સતત પ્રગતિ થઈ રહી છે.
PM મોદીએ આસિયાન સમિટની અધ્યક્ષતા કરવા બદલ અભિનંદન પાઠવ્યા
Asean-India Summit ને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, 'અમારી ભાગીદારી તેના ચોથા દાયકામાં પ્રવેશી રહી છે. હું રાષ્ટ્રપતિ વિડોડોને આ સમિટનું શાનદાર આયોજન કરવા બદલ અભિનંદન આપું છું. આસિયાન શિખર સંમેલનની અધ્યક્ષતા માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તાના કન્વેન્શન સેન્ટરમાં આયોજિત ASEAN સમિટને સંબોધિત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, આસિયાન સમિટ સન્માનનો વિષય છે.
PM મોદીનો કાર્યક્રમ શેડ્યૂલ
PM મોદી સવારે 7 વાગ્યાની આસપાસ Asean-India Summit માં ભાગ લેવા જશે. થોડા કલાકો પછી સવારે 8.45 વાગ્યે તેઓ પૂર્વ એશિયા સમિટમાં હશે. PMમોદી બેઠક પૂરી થયા બાદ તરત જ ભારત જવા રવાના થશે. મોદી 7મી સપ્ટેમ્બરે સાંજે (6.45PM) દિલ્હી પરત ફર્યા હશે. ત્યાર બાદ બીજા દિવસે એટલે કે 8 સપ્ટેમ્બરે પીએમ મોદી ત્રણ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. તેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પણ સામેલ છે.