બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / central government hike msp on raw jute for 40 crore farmers

અન્નદાતાની કાળજી / 40 કરોડ ખેડૂતોને મોટી રાહત, કેન્દ્ર સરકારે મોટા પાકની MSPમાં કર્યો વધારો, હવે વધીને આટલા મળશે

Hiralal

Last Updated: 03:32 PM, 25 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે કાચા શણના ટેકાના ભાવમાં 300 રુપિયાનો વધારો કરીને ક્વિન્ટલ દીઠ 5,050 રુપિયા કર્યો છે. આને કારણે 40 કરોડ ખેડૂતોને સીધો લાભ મળશે.

  • કાચા શણના ટેકાના ભાવમાં 300 રુપિયાના વધારાનો કેન્દ્રનો નિર્ણય
  • 300ના વધારા સાથે કાચા શણના ટેકાના ભાવ થયાં ક્વિન્ટલ દીઠ 5,050 
  • કાચા શણ ઉગાડતા 40 કરોડ ખેડૂતોને મળશે વધારાનો લાભ 

કેન્દ્ર સરકારે કેબિનેટની બેઠક દરમિયાન ઘણા મોટા નિર્ણયો લીધા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે ખેડૂતો માટે ખાસ ભેટ આપી છે. કેન્દ્ર સરકારે 40 કરોડ ખેડૂતો માટે  કાચા શણના લઘુત્તમ ટેકાના ભાવમાં 300 રુપિયાનો વધારો કર્યો છે. 300ના વધારા સાથે કાચા શણના ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ 5,050 રુપિયા થયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ (સીસીઇએ)એ આ નિર્ણય લીધો છે.

40 કરોડ ખેડૂતોને ફાયદો- સરકારનો દાવો 
માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આ નિર્ણય કમિશન ફોર એગ્રિકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઇસની ભલામણો પર લેવામાં આવ્યો છે. 2023-24ની સિઝન માટે કાચા જૂટમાં 300 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને હવે તે વધીને 5,050 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે. સરકારનું કહેવું છે કે આ વધેલી એમએસપીથી 40 કરોડ ખેડૂતોને ફાયદો થશે.

તમને ખર્ચ પર કેટલું વળતર મળશે?
 કાચા શણના ટેકાના ભાવ 5,050 રૂપિયા પ્રતિ ક્વિંટલ નક્કી કરવામાં આવ્યા છે. ઠાકુરે જણાવ્યું હતું કે આ નિર્ણયથી અખિલ ભારતીય ભારિત સરેરાશ ખર્ચ પર 050.63 ટકાનું વળતર સુનિશ્ચિત થશે.

રિલીઝમાં શું માહિતી મળી
વર્ષ 2023થી 24ની સિઝન માટે કાચા શણ પર એમએસપી સરકારે વર્ષ 2018-19નાં બજેટમાં જાહેર કરવામાં આવેલા અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચ કરતાં ઓછામાં ઓછી 1.5 ગણી એમએસપી નક્કી કરવાની સાથે સુસંગત છે. જ્યુટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભાવ સમર્થન કામગીરી હાથ ધરવા માટે કેન્દ્ર સરકારની નોડલ એજન્સી તરીકે ચાલુ રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ