બ્રેકિંગ ન્યુઝ
VTV / CBSE board student can change their board exam center
Anita Patani
Last Updated: 09:56 AM, 21 October 2021
ADVERTISEMENT
બોર્ડ વિદ્યાર્થીઓ તે જ શહેરમાં પરીક્ષા કેન્દ્રની સુવિધા આપવા જઇ રહ્યું છે જે શહેરમાં તે પરીક્ષા દરમિયાન હાજર હોય. જેના માટે વિદ્યાર્થીઓએ સ્કૂલ સાથે સંપર્ક કરવો પડશે અને બાદમાં સ્કૂલ બોર્ડને સૂચિત કરશે.
ADVERTISEMENT
CBSE પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે કહ્યું કે બોર્ડના ધ્યાનમાં આવ્યું છે કે ઘણા બાળકો સ્કૂલ છે તે શહેરમાં નથી. તેવામાં બોર્ડ પરીક્ષા સેન્ટર બદલવાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. આ ઘોષણા સમય કરતાં પહેલા કરી દેવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને સમય પર જાણકારી મળી શકે.
બોર્ડ તેમજ સ્કૂલો તેમજ વિદ્યાર્થીઓને વિનંતી છે કે તેઓ સતત CBSEની વૅબસાઇટ સાથે જોડાયેલા રહે. જેવું આ મુદ્દે કોઇ ઘોષણા થશે કે ટાઇમ ટેબલ પણ આપી દેવામાં આવશે અને બાદમાં તમારી પાસે સમય ઓછો હશે.
બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે પરીક્ષા કેન્દ્રનું શહેર બદલવાની રિકવેસ્ટ નક્કી કરેલા શેડ્યુલ બાદ એક્સેપ્ટ કરવામાં નહી આવે. CBSE 10ની પરીક્ષા 30 નવેમ્બર થી 11 ડિસેમ્બર અને 12ની પરીક્ષા 1 થી 22 ડિસેમ્બર સુધી થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.