બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Case of spy camera in Anand collector cabin: Shocking revelations in police interrogation

ચોંકાવનારો ખુલાસો / કામલીલા બાદ કલેક્ટરને બ્લેકમેલ કરતાં હતા કેતકી વ્યાસ અને નાયબ મામલતદાર: પછી આ કારણોસર વાયરલ કરી દીધો વીડિયો

Malay

Last Updated: 04:29 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anand News: આણંદ કલેક્ટર કેબિનમાં સ્પાય કેમેરાનો મામલો, કેતકી વ્યાસ અને નાયબ મામલતદાર જે.ડી પટેલ પોતાના કામ કઢાવા કરતા હતા દબાણ.

  • કલેક્ટર ડી.એસ ગઢવીને કરતા હતા બ્લેકમેઇલ 
  • કેતકી વ્યાસ, જે.ડી.પટેલ, હરેશ ચાવડા મુખ્ય આરોપ
  • સ્પાય કેમેરા લગવવા મામલે નોંધાયો ગુનો

આણંદ કલેક્ટરની કામલીલા કેસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. કલેક્ટરની ચેમ્બરમાં સ્પાય કેમેરા લગાવવા મામલે ત્રણ અધિકારીની પૂછપરછમાં વધુ એક ખુલાસો થયો છે. જેમાં આરોપીઓ આર્થિક લાભ મેળવવા માટે ડી.એસ.ગઢવીને સતત બ્લેકમેઇલ કરતા હોવાનું સામે આવ્યું છે. જે.ડી પટેલ નાયબ મામલતદાર તરીકે છેલ્લા 6 વર્ષથી ફરજ બજાવતા હતા. કલેક્ટર કચેરીમાં ADM કેતકી વ્યાસ નાયબ મામલતદાર જે.ડી પટેલ (જયેશ પટેલ)ની મિલીભગતથી બિન ખેતીની ફાઇલોમાં વ્યવહાર અંગે અરજદાર પાસે રૂપિયા વસૂલતા હતા. તેની જાણ કલેક્ટર ડી.એસ ગઢવીને થતા આરોપીઓએ કલેક્ટરને બ્લકમેલ કરવા માટે કારસો રચ્યો હતો.

કેતકી વ્યાસ અને જે.ડી પટેલે રચ્યું ષડયંત્ર
નાયબ મામલતદાર જે.ડી પટેલ કલેક્ટર દિલીપ ગઢવી (ડી.એસ ગઢવી)ની ખૂબ જ નજીક હતા અને તેથી તેઓ જાણતા હતા કે કલેક્ટર રંગીન મિજાજના છે. એટલે તેનો ફાયદો ઉઠાવી કેતકી વ્યાસ અને જે.ડી પટેલે સમગ્ર કારસો રચ્યો હતો. જે.ડી પટેલે તેના મિત્ર હરેશ ચાવડાની મદદથી ઓનલાઈન સ્પાય કેમેરા મંગાવવામાં આવ્યા હતા. જે બાદ આ કેમેરાના કોઈને ખબર ન પડે તેવી રીતે કલેક્ટરની ચેમ્બરમાં ગોઠવવામાં આવ્યા હતા. જે બાદ તેઓએ જાન્યુઆરી મહિનામાં વીડિયોનું રેકોર્ડિંગ કર્યું હતું. 

વીડિયો ઉતારી કરાયા બ્લેકમેલ 
જે બાદ આરોપીઓ કલેક્ટર ડી.એસ. ગઢવીને બ્લેકમેલ કરી આર્થિક લાભ મેળવતા હતા. કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ કામ કઢાવવા દબાણ કરતા હતા. કલેક્ટર કચેરીમાં કેતકી વ્યાસ અને જે.ડી.પટેલની મિલીભગત ચાલતી હતી. વીડિયો ઉતારી કલેકટરને ફાઈલો ઉપર સહી કરવા બ્લેકમેલ કરતા હતા. વિવાદિત ફાઈલો ક્લિયર ન કરતા વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો.

VTV Gujarati News and Beyond on Twitter: "આણંદના કલેક્ટર ડી.એસ.ગઢવી કઢંગી  હાલતમાં ઝડપાયા, એક મહિલા સાથે બિભત્સ હરકત કરતા CCTVમાં કેદ, DDO મિલિન્દ  બાપનાને ...
ડી.એસ.ગઢવી

આણંદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ
ડી.એસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરા લગાડવા મામલે ગુજરાત ATS ફરિયાદી બન્યું છે. ATSના PI જે.પી.રોજીયાએ આણંદ ટાઉન પોલીસ મથકમાં ADM કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ, હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પૂછપરછમાં કારસ્તાન સામે આવતા ત્રણેય સામે ખંડણી, કાવતરુ અને IT એક્ટ હેઠળ ગુના નોંધાયા છે. આ કેસની તપાસ જિલ્લા પોલીસ વડાએ આણંદ LCBને સોંપી છે.  સમગ્ર મામલની તપાસ આણંદ LCB પી.આઈ. કિરણ ચૌધરી કરશે. હાલ ત્રણેય ADM કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ, હરેશ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે. 

શું છે સમગ્ર મામલો?
2008ની બેચના IAS અધિકારી ડી.એસ.ગઢવી ઓફિસ સમય દરમિયાન ઓફિસમાં મહિલા સાથે આપતિજનક સ્થિતિમાં ઝડપાયા હતા. જેની વીડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચી હતી. જે બાદ તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા. તો સમગ્ર મામલાની તપાસ માટે મહિલા અધિકારીઓની ટીમને જવાબદારી સોંપવામાં આવી હતી.

ડી.એસ.ગઢવી અને કેતકી વ્યાસ વચ્ચે ચાલતો હતો વિવાદ
આ વિવાદમાં બીજો પણ ખુલાસો સામે આવ્યો હતો. ડી.એસ.ગઢવી અને અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ વચ્ચે વિવાદ હતો. બંને અધિકારીઓ વચ્ચે વહીવટી કાર્યવિસ્તારને લઈને વિવાદ ચાલતો હતો. વિવાદને લઈને નજર રાખવા સ્પાય કેમેરા લગાવ્યા હતા. સમગ્ર મામલો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યો હતો. જે બાદ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તપાસના આદેશ અપાયા હતા. કલેક્ટર ઓફિસના અધિકારી મહિલા ADM કેતકી વ્યાસ, નાયબ મામતદાર જે.ડી પટેલ સહિત ત્રણ લોકોની પૂછપરછ હાથ ધરાઇ હતી. જે બાદ પોલીસે કેતકી વ્યાસ, જે ડી પટેલ, હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ