બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / Cabinet approves National Medical Devices Policy: Union Health Minister Mansukh Mandaviya

મેડિકલ સેક્ટરને બુસ્ટ / મોદી સરકારનો મોટો નિર્ણય, 157 સરકારી કોલેજો બનશે, નેશનલ મેડિકલ ડિવાઈસ પોલિસીને પણ લીલીઝંડી

Hiralal

Last Updated: 07:58 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મેડિકલને લઈને મોટા નિર્ણય લેવાયો છે.

  • પીએમ મોદીની અધ્યક્ષતામાં મળી અઠવાડિક કેન્દ્રીય કેબિનેટની બેઠક 
  • નેશનલ મેડિકલ ડિવાઈસ પોલિસી 2023ને મંજૂરી આપવામાં આવી
  • 157 નવી સરકારી નર્સિંગ કોલેજોની સ્થાપનાને મંજૂરી

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલના અવસાનના શોકની વચ્ચે બુધવારે પીએમ મોદીએ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી હતી જેમાં કેટલાક નિર્ણય લેવાયાં છે. કેબિનેટની બેઠક બાદ હેલ્થ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ એવું કહ્યું કે કેબિનેટની બેઠકમાં 157 નવી સરકારી નર્સિંગ કોલેજોની સ્થાપનાની મંજૂરી આપવામાં આવી છે.

1570 કરોડના ખર્ચે બનશે 157 નવી કોલેજો 

સરકારના આ નિર્ણય બાદ દેશમાં નવી 157 સરકાર નર્સિંગ કોલેજોની સ્થાપના કરવામાં આવશે. આ માટે સરકારે 1570 કરોડ રુપિયાની જોગવાઈ કરી છે અને જે 24 મહિનામાં બનીને તૈયાર થઈ જશે. 

157 નવી સરકારી કોલેજોથી શું લાભ થશે
- દર વર્ષે 15700 નવા વિદ્યાર્થીઓ નર્સિંગમાં ગ્રેજ્યુએટ બનીને બહાર આવશે
- દેશમાં ગુણવત્તાયુક્ત, વ્યાજબી અને એક સમાન નર્સિંગ એજ્યુકેશન મળી શકશે
 

 નેશનલ મેડિકલ ડિવાઈસ પોલિસીને લીલીઝંડી
મોદી સરકારે નેશનલ મેડિકલ ડિવાઈસ પોલિસી 2023ને પણ મંજૂરી આપી છે. મનસુખ માંડવિયાએ આ મુજબની માહિતી આપી હતી. 

નેશનલ મેડિકલ ડિવાઈસ પોલિસીથી શું લાભ થશે
નેશનલ મેડિકલ ડિવાઈસ પોલિસીને મંજૂરી મળવાથી દેશમાં જ મેડિકલ ઉપકરણો બનવા લાગશે અને વિદેશમાંથી તેની આયાત ઘટી જશે અને આ રીતે સ્થાનિક ઉદ્યોગને મોટો વેગ મળશે.  નેશનલ મેડિકલ ડિવાઈસ પોલિસીથી મેડિકલ ઉપકરણોના ક્ષેત્રને આગામી પાંચ વર્ષમાં હાલના 11 અબજ ડોલરથી વધીને 50 અબજ ડોલર સુધી પહોંચવામાં મદદ મળશે. 

મેડિકલ ઉપકરણો માટે પીએલઆઈ યોજનાનો અમલ 
સરકારે મેડિકલ ઉપકરણો માટે પીએલઆઈ યોજનાનો અમલ શરૂ કરી દીધો છે અને હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં 4 મેડિકલ ડિવાઇસ પાર્કની સ્થાપનાને મંજૂરી આપી હતી. મેડિકલ ઉપકરણો માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 26 પ્રોજેક્ટ્સને 1,206 કરોડ રૂપિયાના પ્રતિબદ્ધ રોકાણ સાથે મંજૂરી આપવામાં આવી છે અને તેમાંથી અત્યાર સુધીમાં 714 કરોડ રૂપિયાનું રોકાણ હાંસલ કરવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ