ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / અમેરિકાથી ઇન્ડિયા સુધી શેર બજારમાં હાહાકાર! સેન્સેક્સમાં 800 અંકનો કડાકો, નિફ્ટી પણ ધડામ
Last Updated: 11:20 AM, 13 February 2026
ADVERTISEMENT
Stock Market: અમેરિકાથી લઈને ભારત સુધીના શેરબજારમાં ભારે કડાકો જોવા મળી રહ્યો છે. જેનું સૌથી મોટું કારણ છે AI. AI ને લઈને ચિંતા હવે ગ્લોબલ લેવલ સુધી આવી ગઈ છે. AI ના લીધે માર્કેટમાં ભારે ગિરાવટ જોવા મળી છે. ખાસ કરીને આઇટી કંપનીઓ માટે સૌથી મોટું સંકટ ઊભું થયું છે. શુક્રવારે ભારતીય શેર બજાર ખૂલતાની સાથે જ તેજીથી ક્રેશ થયું હતું.
ADVERTISEMENT
સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટીને 82902.73 પર ટ્રેડ કરી રહ્યો છે તો બીજી તરફ નિફ્ટી 200 પોઈન્ટ નીચે આવીને 25606 પર ટ્રેડ કરી રહ્યો છે. સૌથી વધુ ઘટાડો આઇટીના શેરમાં જોવા મળી રહયો છે. TCS Infosys , HCL Tech થી માંડીને Mahindra Techના શેરમાં 6% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.
BSE ના ટૉપ 30 શેરમાં 24 શેરમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે બાકીના 6 શેરોમાં તેજી જોવા મળી રહી છે. જો કે આ શેરોમાં મામૂલી તેજી છે પણ તેમાં Infosys માં 6%, TCSમાં 5% થી વધુનો ઘટાડો આવ્યો છે. HCL Techમાં 4.14% અને Mahindra Techમાં 3% નો ઘટાડો નોંધાયો છે.
ADVERTISEMENT
BSE ના 3337 શેરમાંથી 847 શેરમાં તેજી અને 2327 શેરમાં ઘટાડો આવ્યો છે. 163 શેરમાં કોઈ ફેરફાર થયો નથી. 41 શેર 52 અઠવાડિયાના હાઇ પર અને 106 શેર 52 અઠવાડિયાના સૌથી નીચેના સ્તર પર છે. તો 55 શેરોમાં લોઅર સર્કિટ અને 79 શેરોમાં અપર સર્કિટ છે.
બીજી તરફ અમેરિકામાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળી રહયો છે. તો એશિયાઈ માર્કેટમાં પણ ઘટાડો નોંધાયો છે. રોકાણકારોને ડર છે કે નવા AI Tools પારંપારિક બિઝનેસ મોડેલને ભારે નુકસાન પહોંચાડી શકે છે અને કંપનીઓના પ્રોફિરને ઘટાડી શકે છે. AI ની સૌથી વધારે અસર ટ્રેકિંગ, લોજિસ્ટિક, રિયલ એસ્ટેસ અને સોફ્ટવેર સાથે જોડાયેલા શેરમાં જોવા મળી રહી છે, રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાના બજારમાં આવેલા ઘટાડાને લીધે લા\ગભગ 1 ટ્રિલિયન ડોલર એટલે કે 90 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
યુએસ માર્કેટમાં ગુરુવારે Dow Jones 669 પોઈન્ટ ઘટીને 49451 પર બંધ થયો અને Nasdaq માં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો જે 469 પોઈન્ટ તૂટીને 22597 પર બંધ થયો. S&P 500 ઇંડેક્સ 108 પોઈન્ટ તૂટીને 6832 પર બંધ થયો.
(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.