ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:15 PM, 14 February 2026
ADVERTISEMENT
વિશ્વનું સૌથી મહત્ત્વપૂર્ણ AI સંમેલન આ વખતે ભારતમાં થઈ રહ્યું છે. India AI Impact Summit 2026 આગામી અઠવાડિયાથી શરૂ થવાનું છે. આ સમિટ 16 ફેબ્રુઆરીથી શરૂ થઈને 20 ફેબ્રુઆરી સુધી ચાલશે. આનું આયોજન રાજધાની દિલ્હીમાં ભારત મંડપમમાં થઈ રહ્યું છે. આ સમિટમાં 100થી વધુ દેશના ડેલિગેશન ભાગ લેશે. આમાં 15થી 20 સરકારોના પ્રમુખ, 50થી વધુ મંત્રીઓ અને 50થી વધુ વિશ્વની પ્રમુખ કંપનીઓના CEO પણ સામેલ થશે.
ADVERTISEMENT
India AI Impact Summit 2026માં AI ઇકોસિસ્ટમ સાથે જોડાયેલ લગભગ 500 અગ્રણી વ્યક્તિઓ પણ સામેલ થશે. આમાં ઇનોવેટર્સ, રિસર્ચર્સ અને ચીફ ટેકનોલોજી ઓફિસર પણ સામેલ હશે. જો મોટા નામોની વાત કરીએ તો ગૂગલના CEO સુંદર પિચાઈથી લઈને એન્થ્રોપિકના ડારિયો અમોડેઈ સુધીના લોકો ભાગ લેવાના છે. આ વખતે AI Impact Summitનું આયોજન ભારત કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં ટેક અને AI સેક્ટરના દીગજજોની સાથે સાથે 20 દેશોના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિ પણ સામેલ થશે.

ADVERTISEMENT
ADVERTISEMENT
આ પણ વાંચો: AIના ડરથી IT શેરમાં ભૂકંપ, રોકાણકારો માટે આજે બ્લેક ફ્રાય ડે
ADVERTISEMENT
India AI Impact Summit 2026 માટે રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ સરળ છે. આ માટે ઓફિશિયલ વેબસાઇટ impact.indiaai.gov.in પર જઈને Register Nowનું બટન દેખાશે, તેના પર ક્લિક કરો. આ પછી Register as Delegate પર જાઓ. અહીં પર્સનલ વિગતો ભરવાની રહેશે. આમાં નામ અને અન્ય માહિતી ભરવાની રહેશે. રજિસ્ટ્રેશન થયા પછી 5 દિવસ ચાલનાર આ સમિટમાં ભાગ લઈ શકો છો. આ સમિટમાં 700થી વધારે સેશન થશે, જેમાં AI સેફટી, ગવર્નન્સ, એથિકલ ફ્રેમવર્ક, ડેટા પ્રોટેક્શન અને ભારતની સાર્વભૌમ AI રણનીતિ પર ચર્ચાઓ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.