બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:11 PM, 25 September 2025
Multibagger stock: શેર બજારમાં ઘણા એવા શેર છે જેમાં રોકાણ કરીને લોકો માલામાલ થયા છે. વેંચુરા સિક્યોરિટીઝે હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (HCC) પર એક નવો રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં આ સ્ટોક આગામી 24 મહિનામાં 120 ટકા સુધી ઉછળવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.
ADVERTISEMENT
વેંચુરાનું માનવું છે કે એસેટ મોનેટાઇજેશન અને ક્લેમ રિકવરીથી કંપનીની નેટ ડેબ્ટ/એબિટા FY25 માં 3.1 ગુનાથી ઘટાડીને FY28 સુધીમાં માત્ર 0.5 ગુના સુધી આવી જશે. આ કંપનીની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે.

ADVERTISEMENT
વેંચુરા સિક્યોરિટીઝે હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (HCC) પર એક નવો રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં આગામી 24 મહિનામાં સ્ટોક માટે 120% અપસાઇડ સંભાવનાની આગાહી કરવામાં આવી છે. હાલના ભાવ રૂપિયા 29 ના સ્ટોક FY28 ના EV/એબિટા આધાર પર 12.2 પર ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીને હાઇડ્રો, ટનલીંગ, ન્યુક્લિયર, મેટ્રો અને ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ્સમાં તેના એક સદીથી વધુના અનુભવનો ફાયદો થવાની અપેક્ષા છે. બ્રોકરેજ ફર્મએ આ સ્ટોક પર 'ખરીદવાનું' રેટિંગ આપતા રૂપિયા 64નો ટારગેટ પ્રાઇસ નક્કી કર્યા છે.

ADVERTISEMENT
વિગતો શું છે?
રિપોર્ટ મુજબ એચસીસીની આવક FY25 થી FY28 વચ્ચે 14.6 ટકાના CAGR થી વધીને રૂપિયા 8,437 કરોડ થવાની ધારણા છે, જ્યારે એબિટા 15.7 ટકાના CAGR થી વધીને રૂપિયા 1,229 કરોડ થવાની ધારણા છે. બેલેન્સ શીટ રિપેર કંપની માટે મુખ્ય કેન્દ્ર છે, જેમાં આંતરિક સંશાધન, અવાર્ડસ્ અને FY26 સુધીમાં રૂપિયા 900 કરોડના રાઇટ્સ ઇશ્યૂ દ્વારા દેવા ઘટાડવાની યોજના છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ બિઝનેસ / શેરબજારમાં રોકાણકારોના દાંડિયા ડૂલ, થોડી મિનિટોમાં જ 400000 કરોડ રૂપિયા સ્વાહા
ADVERTISEMENT
વેંચુરાએ શું કહ્યું
વેંચુરાનું માનવું છે કે કંપનીની નાણાકીય સ્થિતિને મજબૂત બનશે અને વિકાસ માટે સ્થાયી આધાર તૈયાર થશે. મજબૂત ઓર્ડર પાઇપલાઇન, માર્જિન-કેન્દ્રિત અમલીકરણ અને સ્પષ્ટ ડિલિવરેજિંગ પથથી ચાલતા HCC ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેંટ સાઇકલનો મુખ્ય લાભાર્થી બનવા માટેની સ્થિતિમા છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.